ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઉષાહરણ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘ઉષાહરણ’'''</span> : હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઉમિયો
|next =  
|next = ઊગમશી
}}
}}

Latest revision as of 10:58, 1 August 2022


‘ઉષાહરણ’ : હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથામાં ઘટિત ઘટાડાવધારા કરી વીરસિંહે રચેલી આ કૃતિ(મુ.) એના પદબંધને કારણે આ વિષયનાં ગુજરાતી ભાષાનાં ઉપલબ્ધ કાવ્યોમાં સર્વપ્રથમ હોવાનું અનુમાન થયું છે. ૧૦૦૦ પંક્તિનું આ કાવ્ય મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલું છે પરંતુ એમાં પ્રસંગોપાત્ત ભુજંગપ્રયાત, વાસ્તુ, ગાથા, પદ્ધડી અને સારસી વગેરે અન્ય છંદો, ઢાળવૈવિધ્ય દર્શાવતાં ગીતો તેમ જ ‘બોલી’ નામથી ઓળખાતા પ્રાસબદ્ધ ગદ્યનો પણ ઉપયોગ થયો છે. આ રીતે આ આખ્યાનનો કાવ્યબંધ પ્રબંધને મળતો છે. ગૌરીપૂજન વગેરે સામાજિક રિવાજોને નિરૂપતા આ કાવ્યમાં નગર, ગઢ, સેના, યુદ્ધ વગેરેનાં આકર્ષક વર્ણનો મળે છે, જે ‘કાન્હડદેપ્રબંધ’ની યાદ અપાવે છે, તેમ જ શૃંગાર અને વીરરસની જમાવટ પણ છે. પાર્વતી-દીપકનો સંવાદ, ઉષાનું વીરાંગના તરીકેનું વ્યક્તિત્વ, નાયક-નાયિકાની રસિક સમસ્યાઓ, અર્થાન્તરન્યાસી કહેવતો-કથનોનો પ્રયોગ - એ આ કાવ્યના કેટલાક આકર્ષક અંશો છે. કવિની સંસ્કૃતાઢ્ય પ્રૌઢભાષા પણ ધ્યાન ખેંચે છે. [ચ.શે.]