ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાંતિવિજય-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાંતિવિજય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કાંતિ-કાંતિવિજય | ||
|next = | |next = કાંતિવિજય-૨ | ||
}} | }} |
Latest revision as of 07:53, 3 August 2022
કાંતિવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં કીર્તિવિજયના શિષ્ય અને ઉપાધ્યાય વિનયવિજય (ઈ.૧૭મી સદી)ના ગુરુબંધુ. મહોપાધ્યાય યશોવિજયની ઈ.૧૬૮૭ સુધીની ચરિત્રરેખા આપી તેની ગુણપ્રશસ્તિ કરતી ને લગભગ આ જ ગાળામાં રચાયેલી ૪ ઢાળની ‘સુજસવેલીઅભાસ’ (મુ.), ‘ચોવીસી’, ૫૩ કડીની ‘સંવેગરસાયન-બાવની’, ૫ ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘શીલ-પચીસી’, ૭ કડીની ‘પાંચમની સઝાય’ (મુ.) તથા ‘પ્રસન્નચંદ્ર-ઋષિ-સઝાય’ના કર્તા. આ ઉપરાંત કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન, સઝાય આ કાંતિવિજયને નામે મૂકવામાં આવ્યાં છે પરંતુ એ બધામાં ગુરુનામનો નિર્દેશ મળતો નથી. કૃતિ : ૧. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. જૈન ગ્રંથ પ્રકાશક સભા, સં. ૧૯૯૬; ૨. સઝાયમાલા: ૧-૨ (જા.). સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨; ૨. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]