ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમરાજ ઉપાદ્યાય-૧ ખેમરાજ-ગણિ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષેમરાજ(ઉપાદ્યાય)-૧/ખેમરાજ(ગણિ)'''</span> [ઈ.૧૫મી સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ક્ષેમરાજ | ||
|next = | |next = ક્ષેમરાજ-૨ | ||
}} | }} |
Latest revision as of 09:58, 4 August 2022
ક્ષેમરાજ(ઉપાદ્યાય)-૧/ખેમરાજ(ગણિ) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં સોમધ્વજના શિષ્ય. છાજહડ ગોત્રના શાહ લીલાના પુત્ર. માતા લીલાદેવી. આ કવિએ ઈ.૧૪૬૦માં જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધાનો અને ઈ.૧૫૧૩માં કોઈ શ્રાવકે એમની પાસે વ્રત ગ્રહણ કર્યાનો ઉલ્લેખ મળે છે. આ પરથી કવિ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ દરમ્યાન હયાત હોવાનું કહી શકાય. આ કવિએ ૮૧ કડીની ‘શ્રાવકાચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૦), ‘ઉપદેશ-સપ્તતિકા’ (ર.ઈ.૧૪૯૧), ૫૦/૬૫ કડીની ‘ઇષુકારી-ચરિત્ર/ચોપાઈ/પ્રબંધ/સંધિ’, ૫૩ કડીની ‘ચારિત્રમનોરથમાલા’, ૨૫ કડીનો ‘(ફલવર્ધી)પાર્શ્વનાથ-રાસ’, ૨૩ કડીની ફાગુબંધની ‘મંડપાચલ(માંડવગઢ)ચૈત્ય-પરિપાટી’ (મુ.), ‘પાર્શ્વ-એકસોઆઠનામ-સ્તોત્ર’ તથા કેટલાંક સ્તવનો અને સઝાયો - એ કૃતિઓ રચી છે. કૃતિ : જૈનયુગ, મહા-ચૈત્ર, ૧૯૮૫ - ‘મંડપાચલ(માંડવગઢ)ચૈત્યપરિપાટી’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. જૈમગૂકરચનાએં૧; ૪. રાહસૂચી:૧; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]