ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમ-ખીમો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખીમ/ખીમો'''</span> : ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખીમ | ||
|next = | |next = ખીમ_સાહેબ-૧ | ||
}} | }} |
Latest revision as of 06:57, 5 August 2022
ખીમ/ખીમો : ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત’ (લે.ઈ.૧૬૭૯) તથા ખીમોને નામે ૩૨ કડીની ‘ચૈત્યવંદનપરિપાટી/શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.ઈ.૧૫૬૩; મુ.), ૭ કડીની ‘જીવદયા-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૪ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૭ કડીની ‘જીરાઉલા-ભાસ’, ૯ કડીની ‘શત્રુંજયભાસ-ગીત’, ૫ કડીની ‘સીમંધરસ્વામી-ભાસ’ - એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. ખીમોને નામે નોંધાયેલી ‘ચોવીસ તીર્થંકરોના આંતરાનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૭) સમયની દૃષ્ટિએ જોતાં ખેમ(મુનિ)/ખેમસીની કૃતિ હોવાનો સંભવ લાગે. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું શક્ય નથી. જૈનેતર કવિ ખીમોને નામે ‘રામઅવતાર-અંગ’, ‘કરમ-અંગ’, ‘વિશ્વાસ-અંગ’ વગેરે કેટલાંક અંગો (લે.ઈ.૧૭૦૬ આસપાસ) તથા ‘ત્રિકમનું કીર્તન’ (લે.ઈ.૧૭૮૨) એ જૈનેતર કૃતિઓ નોંધાયેલી છે તે ખીમસ્વામી કે કોઈ ખીમદાસ કે ખેમદાસ છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ ખેમો. કૃતિ : પ્રાતીસંગ્રહ:૧. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૩. ફાહનામાવલિ; ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]