૩૩ કાવ્યો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
== હાથ મેળવીએ == | |||
<poem> | |||
લાવો તમારો હાથ, મેળવીએ | |||
(કહું છું હાથ લંબાવી)! | |||
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે – | |||
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે... | |||
શું શું નથી હોતું તમારા હાથમાં? | |||
મારે કશાનું કામ ના, | |||
ખાલી તમારો હાથ... | |||
ખાલી તમારો હાથ? | |||
ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે! | |||
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, | |||
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ, | |||
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા | |||
આપણા આ હાથ કેળવીએ! | |||
અજાણ્યા છો? ભલે! | |||
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું, | |||
લાવો તમારો હાથ, મેળવીએ! | |||
{{સ-મ|૩–૧૨–૧૯૫૬}} <br> | |||
</poem> | |||
== ઘર == | |||
<poem> | |||
ઘર તમે કોને કહો છો? | |||
જ્યાં ટપાલી પત્ર લાવે, | |||
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, | |||
ક્યારેક તો આવી પડે; | |||
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો | |||
તેને તમે શું ઘર કહો છો? | |||
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં, | |||
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને, | |||
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો; | |||
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે | |||
ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી? | |||
તે ઘર તમે કોને કહો છો? | |||
{{સ-મ|૪–૧૨–૧૯૫૬}} <br> | |||
</poem> | |||
== પથ્થર થરથર ધ્રૂજે == | |||
<poem> | |||
:::::પથ્થર થરથર ધ્રૂજે! | |||
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? | |||
:::::પથ્થર થરથર ધ્રૂજે! | |||
:::અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે, | |||
:::એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે; | |||
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે! | |||
:::એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે, | |||
:::સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે; | |||
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે! | |||
:::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, | |||
:::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે : | |||
:::::::‘જેણે પાપ કર્યું ના એકે | |||
:::::::તે પથ્થર પ્હેલો ફેંકે!’ | |||
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે! | |||
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે! | |||
{{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}} <br> | |||
</poem> |
Revision as of 10:06, 8 August 2022
હાથ મેળવીએ
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ...
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
ઘર
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
પથ્થર થરથર ધ્રૂજે
પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
પથ્થર થરથર ધ્રૂજે!
અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પ્હેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!