ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગારામ-૧ ગંગાસાહેબ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગારામ-૧/ગંગાસાહેબ'''</span> [અવ.ઈ.૧૮૨૭] : રવિભાણ-સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગંગારામ | ||
|next = | |next = ગંગેવદાસ | ||
}} | }} |
Latest revision as of 10:50, 8 August 2022
ગંગારામ-૧/ગંગાસાહેબ [અવ.ઈ.૧૮૨૭] : રવિભાણ-સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના આ પુત્રે રવિસાહેબ સાથે તીર્થયાત્રાઓ પણ કરી હતી. પછીથી એ પિતા સાથે રહ્યા હતા અને રાપર (કચ્છ)માં જીવત્સમાધિ લીધેલી. આ કવિનાં આરતી, થાળ વગેરે પ્રકારો બતાવતાં પદો (મુ.)માં સંપ્રદાયની જ્ઞાન-ભક્તિ-યોગની સાધનાનું અનુસરણ છે પણ એમાં ભક્તિની આરતનું સંવેદન વિશેષ ધ્યાન ખેંચે છે. એમનાં પદો હિન્દી ભાષાની અસર બતાવે છે તેમ કેટલાંક હિન્દીમાં પણ છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.)(+સં.); ૨. રવિભાણસંપ્રદાયની વાણી:૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. સંદર્ભ : ૧. આગુસંતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]