અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}મારું મન એકલું નાચે રે! કોઈ છકેલા છંદે છાનું {{space}}{{space}}રંગમાં ર...")
 
No edit summary
Line 9: Line 9:
{{space}}{{space}}વ્હોરતું તેજ-તુફાન.
{{space}}{{space}}વ્હોરતું તેજ-તુફાન.
{{space}}અજાણ્યું ઉર શું વાંચે રે!
{{space}}અજાણ્યું ઉર શું વાંચે રે!
{{space}}મારું મન એકલું નાચે રે.
{{space}}મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
કોઈના રૂપે પાગલ થાતું

Revision as of 09:12, 22 June 2021

         મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
                  રંગમાં રાચે રે!
         મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
         ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
                  વ્હોરતું તેજ-તુફાન.
         અજાણ્યું ઉર શું વાંચે રે!

         મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
                  અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
                  ઓળખ એળે જાય
         ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
                  કંઈક સાચે રે!
         મારું મન એકલું નાચે રે.

(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)