પુનશ્ચ: Difference between revisions

3,846 bytes added ,  05:48, 9 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 208: Line 208:


{{સ-મ|૨૦૦૪}} <br>
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
== પ્રમાણિક-અપ્રમાણિક ==
<poem> 
પુરુષ : માદામ, તમે પ્રમાણિક છો ?
સ્ત્રી : હા જી, હું પ્રમાણિક છું,
{{space}} પણ શ્રીમાન ! કહો, તમે પ્રમાણિક છો ?
પુરુષ : ના, હું અપ્રમાણિક છું.
{{space}} પણ તમે જ્યારે ક્હો છો કે તમે પ્રમાણિક છો
{{space}} ત્યારે તમે અપ્રમાણિક છો,
{{space}} અને હું જ્યારે કહું છું કે હું અપ્રમાણિક છું
{{space}} ત્યારે હું પ્રમાણિક છું.
{{space}} હવે ક્હો કોણ પ્રમાણિક અને કોણ અપ્રમાણિક ?
{{સ-મ|૨૦૦૫}} <br>
== ચાલો દૂર દૂર... ==
<poem>
સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ,
{{space}} જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ;
{{space}} જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો,
{{space}} જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો;
{{space}} જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય,
{{space}} છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના
{{space}}{{space}} ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય,
{{space}} જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય,
{{space}} અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય;
{{space}} જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય,
{{space}} જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય;
{{space}} જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની
{{space}}{{space}}રંગબેરંગીન આભા ઓઢતું હોય,
{{space}} જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના
{{space}}{{space}}સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય;
{{space}} જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય...
પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો,
{{space}} ‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો;
{{space}} પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા,
{{space}} ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા;
{{space}} તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો,
{{space}} ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો.
{{સ-મ|૨૦૦૭}} <br>
</poem>
</poem>
18,450

edits