૮૬મે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 276: | Line 276: | ||
{{સ-મ|૨૦૦૯}}
| {{સ-મ|૨૦૦૯}}

</poem> | |||
== અંત–અનંત == | |||
<poem> | |||
તમે ક્હો છો, ‘હવે તમને હું નહિ ચહું, | |||
હવે આ પ્રેમની પીડાને હું નહિ સહું, | |||
સદેહે તમારી સન્મુખ હું નહિ રહું, | |||
આ હાથમાં તમારો હાથ હું નહિ ગ્રહું, | |||
તમારી વિરહવ્યથાને હું નહિ લહું.’ | |||
‘તમને નહિ ચહું’ એવું હું નહિ કહું, | |||
વિરહની વ્યથા કદીય હું નહિ વહું, | |||
સદેહે છો ન હો, દેહને હું નહિ દહું. | |||
{{સ-મ|૨૦૦૮}}

</poem> | |||
== ડોલશો નહિ == | |||
<poem> | |||
બોલવું નથીને? તો બોલશો નહિ, | |||
અમથું અમથું હૃદય ખોલશો નહિ. | |||
હું જે આ બોલું છું તે તો સુણશોને? | |||
મૂંગા મૂંગા તમે એને ગુણશોને? | |||
મારા આ શબ્દને મૌનથી તોલશો નહિ. | |||
હું પણ જો ન બોલું તો શું સૂણશો? | |||
પછી શું ‘પ્રેમ, પ્રેમ,’ એમ ધૂણશો? | |||
ન બોલો, ન સુણો તો હવે ડોલશો નહિ. | |||
{{સ-મ|૨૦૧૦}}

</poem> | |||
== પાછા જવાશે નહિ == | |||
<poem> | |||
આટલે આવ્યાં પછી પાછાં જવાશે નહિ, | |||
પરસ્પર મળ્યાં તે પૂર્વે જેવાં હતાં તેવાં પાછાં થવાશે નહિ. | |||
આશ્ચર્યો-વિસ્મયોની કથા": આપણો પ્રેમ | |||
હજુ એમ થાય": ‘એ પ્રેમ હતો કે કેમ?’ | |||
આયુષ્યની વસંતનાં રહસ્યમય વર્ષો પાછાં લવાશે નહિ. | |||
હવે પછી આપણો પ્રેમ શું ધન્ય થશે? | |||
ભાવિના પડદા પછવાડે શું શું હશે? | |||
આયુષ્યની શરદનું આભ શું આપણા ચિત્તમાં છવાશે નહિ? | |||
{{સ-મ|૨૦૧૦}}

</poem> | |||
== વરસોનાં વરસો == | |||
<poem> | |||
વરસોનાં વરસો જોતજોતામાં વહી ગયાં, | |||
તમારે ન ભૂત કે ન ભવિષ્ય, તમે એવા ને એવા રહી ગયા. | |||
તમે ક્ષણની સાથે જાતને એવી બાંધી, | |||
કે એ જ ક્ષણ પછી અનંત રૂપે વાધી, | |||
તમે માન્યું જાણે તમને સમાધિ લાધી. | |||
વરસોનાં વરસો તો તમને ‘આ મૃત્યુ છે, મૃત્યુ છે.’ કહી ગયા. | |||
તમે જાતને અનંત સાથે સાંધી ન’તી, | |||
તમારી સમાધિ સહજ સમાધિ ન’તી; | |||
તમે એને તમારા અહમ્થી સાધી હતી. | |||
વરસોનાં વરસો તમે મૃત્યુને જીવન માનીને સહી ગયાં. | |||
{{સ-મ|૨૦૧૨}}

</poem> | |||
== તમે ક્યાં વસો છો? == | |||
<poem> | |||
તમે ક્યાં વસો છો? | |||
જાણું નહિ કે તમે રડો છો કે હસો છો! | |||
તમે આંસુ સારો, | |||
::: મને ભીંજવી ન શકે; | |||
તમે સ્મિત ધારો, | |||
::: મને રીઝવી ન શકે; | |||
એમ તમે નિત દૂર ને દૂર ખસો છો! | |||
પાસે નહિ આવો? | |||
::: પાછું નહિ વળવાનું? | |||
કશું નહિ ક્હાવો? | |||
::: મૃત્યુમાં જ મળવાનું? | |||
જાણું નહિ તમે કયા લોકમાં શ્વસો છો! | |||
{{સ-મ|૨૦૦૯}}

</poem> | |||
== સ્વપ્નમાં == | |||
<poem> | |||
કાલે રાતે સ્વપ્નમાં તમને જોયાં; | |||
શાન્ત એકાન્ત ખંડમાં | |||
સૂની શય્યા પર | |||
તમે નિરાંતે ગાઢ નિદ્રામાં સૂતાં હતાં, | |||
તમારી બે આંખો બંધ હતી | |||
તમારા અધર પર આછું સ્મિત હતું. | |||
તમે પણ સ્વપ્ન જોતાં હતાં? | |||
અને સ્વપ્નમાં તમે મને જોતાં હતાં? | |||
શું હું પણ સ્વપ્ન જોતો હતો | |||
ને સ્વપ્નમાં તમને હું જોતો હતો | |||
એવું શું તમને લાગ્યું હતું? | |||
ને તે પછી જ તમારું સ્વપ્ન ભાંગ્યું હતું? | |||
{{સ-મ|૨૦૦૮}}

</poem> | |||
== મૃત્યુ પૂર્વે મરીએ છીએ == | |||
<poem> | |||
આપણે આ શું કરીએ છીએ? | |||
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ. | |||
જ્યાંથી આરંભ થયો હોય ત્યાં જ તે અંત, | |||
એ અંતથી પાછો આરંભ, આ તે શો તંત? | |||
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ. | |||
કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે, | |||
મનુષ્યોથી ભર્યુ ભર્યુ વિશ્વ વિશાળ છે, | |||
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ. | |||
{{સ-મ|૨૦૧૧}}

</poem> | |||
== આપણે બે પ્રેત == | |||
<poem> | |||
આપણે બે પ્રેત માત્ર પરસ્પરની સ્મૃતિમાં ભમી રહ્યાં, | |||
અને આ સામે સદેહે જે છે તેને સદા દિનરાત દમી રહ્યાં. | |||
વર્ષો લગી જ્યારે મળ્યાં ત્યારે કેવું હસ્યાં, કેવું રડ્યાં, કેવું લડ્યાં, | |||
પરસ્પરમાં ક્યારેક એવું તો ખોવાઈ ગયાં, શોધ્યાં નહિ જડ્યાં; | |||
જાણે સ્થળને સીમા કે કાળને અંત ન હોય એમ રમી રહ્યાં. | |||
આજે હવે હોઠ વિના હસવાનું અને આંખ વિના રડવાનું, | |||
મળ્યાં વિના મળવાનું, ન લડવાનું, ન ખોવાઈને જડવાનું; | |||
આપણે બે પડછાયા, હવે ધીરે ધીરે શૂન્યતામાં શમી રહ્યાં. | |||
{{સ-મ|૨૦૦૯}}

</poem> | |||
== વિસ્મય == | |||
<poem> | |||
‘તમે મને ચાહો છો, ભલેને હું તમને ન ચાહું, હું ધન્ય! | |||
અહો, આ કેવું મળ્યું ચિરકાલનું સૌભાગ્ય, કેવું અનન્ય! | |||
‘તમને હું ચાહું છું, ભલેને તમે મને ન ચાહો, હું ધન્ય! | |||
અહો, આ કેવું ચિરકાલનું સાર્થક્ય, એવું ન અન્ય!’ | |||
જે આદિમ ક્ષણે વિધાતાએ વિશ્વનું સર્જન કર્યુ હશે | |||
એ ક્ષણે ‘વિશ્વથી માત્ર ચહવાવું? વિશ્વને માત્ર ચાહવું?’ | |||
એવું કોઈ વિસ્મય એમના મનમાં ક્યાંક ઠર્યુ હશે, | |||
એ ક્ષણથી મનુષ્યને માટે પણ એ જ વિસ્મય રહ્યું છે; | |||
‘મારે શું અન્યથી માત્ર ચહવાવું, અન્યને માત્ર ચાહવું?’ | |||
અહીં બે પ્રેમીજનોએ મુગ્ધભાવે એ જ વિસ્મય લહ્યું છે. | |||
{{સ-મ|૨૦૦૮}}

</poem> | |||
== મિલન, વિરહ == | |||
<poem> | |||
મિલનને માણવાનું હોય, | |||
એમાં સ્પર્શસુખથી પરસ્પરના પૂર્ણત્વને જાણવાનું હોય. | |||
સંસારની વચમાં વસીને, | |||
કૈં કૈં અનુભવોથી કસીને | |||
પરસ્પરના સુવર્ણ સમા પ્રેમના મૂલ્યને નાણવાનું હોય. | |||
ને વિરહને ગાવાનો હોય, | |||
એમાં જે સન્મુખ નથી એવા પ્રિયજનના પ્રાણને ચ્હાવાનો હોય. | |||
એકાંતમાં એકાકી વસીને | |||
સુખનાં સ્મરણોથી રસીને | |||
પ્રેમનાં ગાન ગાઈ એનો અમૃતરસ પોતાને પાવાનો હોય. | |||
સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન | |||
ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી, | |||
આજે આ ક્ષણે હવે સાબરમતી; | |||
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું, | |||
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું. | |||
મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત, | |||
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો; | |||
એમનો આ વૉડકાનો ટોસ્ટ | |||
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો. | |||
હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે | |||
એ શું હતી એવી હશે? | |||
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે | |||
એ શું હતું એવું થશે? | |||
સેઈન્ટ પીટર્સબર્ગ | |||
{{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

</poem> | |||
== સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન == | |||
<poem> | |||
ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી, | |||
આજે આ ક્ષણે હવે સાબરમતી; | |||
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું, | |||
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું. | |||
મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત, | |||
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો; | |||
એમનો આ વૉડકાનો ટોસ્ટ | |||
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો. | |||
હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે | |||
એ શું હતી એવી હશે ? | |||
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે | |||
એ શું હતું એવું થશે ? | |||
સેઈન્ટ પીટર્સબર્ગ | |||
{{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

</poem> | </poem> |
Revision as of 07:49, 9 August 2022
વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય, ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય; તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,
અભિસારિકા-૧
પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?
તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?
તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?
અભિસારિકા-૨
સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા,
હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.
હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.
હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,
હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.
મળતા નથી, બોલતા નથી
સ્ત્રી": એક તો તમે મને મળતા નથી,
ઓચિંતા જો મળો તો બોલતા નથી;
ગયા તે ગયા, પાછા વળતા નથી;
હૃદયમાં શું છે તે ખોલતા નથી.
એને પથ્થર શું પોચા પડ્યા
તે વિધાતાએ તમને ઘડ્યા?
એકેય બાજુ તમે ઢળતા નથી,
આસનથી ક્યારેય ડોલતા નથી.
છો હું એકાન્તમાં ડરી જાઉં,
હું એકલતાથી મરી જાઉં;
શો તમારો અહમ્ તે ચળતા નથી,
મેરુની સાથે એને તોલતા નથી.
કોના તોલે તોલવું?
પુરુષ: મળવું તો છે, ક્યાં મળવું? બોલવું તો છે, શું બોલવું?
હૃદય ખાલી હોય, તો અમથું અમથું શું ખોલવું?
વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી,
પૂર્વે જોયું’તું તે લાસ્ય જોયું નથી;
ડોલવું તો છે, પણ હવે કોના તાલેતાલે ડોલવું?
વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું,
પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું;
તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું?
બંધન–મુક્તિ
સ્ત્રી": તમે મને બાંધી નહિ શકો.
પુરુષ": તમને બાંધી નહિ શકું તો તમે કશું લાધી નહિ શકો.
પ્રેમમાં બંધન એ બંધન નથી, એ તો મુક્તિ;
બંધાવું ને બાંધવું, એ તો બે હૃદયની યુક્તિ;
જો તમે બંધાશો નહિ તો તમે પ્રેમને સાધી નહિ શકો.
કોઈ તમને બાંધી ન શકે તો હશે શૂન્યતા;
હશે એકાન્ત, હશે એકલતા, હશે ન્યૂનતા;
તો એ પછી તમે પ્રેમના તાણાવાણાને સાંધી નહિ શકો,
તમને જે અજાણ
સ્ત્રી": તમે મને મળ્યા તે પ્હેલાં તમે મારે વિશે જાણ્યું હોત તો સારું થાત!
પુરુષ": તો તો હું તમને મળ્યો જ ન હોત ને! તો તમારું જીવન ખારું થાત!
સ્ત્રી": મળ્યા છતાં તમે મારે વિશે ક્યાં કશું જાણો છો?
મળ્યા છતાં મિલનમાં વિરહને જ માણો છો!
મળ્યા જ ન હોતને તો આવા જીવનથી મૃત્યુ મને વધુ પ્યારું થાત!
પુરુષ": હવે તમારે વિશે તમે ન જાણો તે જાણું છું,
તમને જે અજાણ એવા તમને હું માણું છું;
એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?
બળો છો ને બાળો છો
તમે તો બળો છો ને બાળો છો,
એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો?
તમારે બળવું હોય તો બળો, ના નથી,
તમે બીજાને પણ બાળો એમાં હા નથી;
છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો.
પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે,
શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે?
એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો?
દયા ખાશો નહિ
હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.
દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.
હવે ભલે હું સદાય એકાંતમાં રહું,
ભલે હું સદાય એની એકલતા સહું;
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.
શું તમારું મન મેલું નથી?
હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
‘ના, એ ઘેલું નથી.’
જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.
જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?
આ મારો અહમ્
આ મારો અહમ્ મને કેટકેટલો નડી રહ્યો,
વરસોનાં વરસોથી એ મારી સાથે કેટકેટલો લડી રહ્યો.
જીવનમાં એક વાર પ્રેમ આવ્યો’તો મારે બારણે,
ઘરમાં પ્રવેશી ન શક્યો મારા અહમ્ને જ કારણે;
રાહુની જેમ જ્યાં ને ત્યાં આમ સદા એનો પડછાયો પડી રહ્યો.
ચિરકાલનું એ બંધન હશે? કદીક તો તૂટશે!
કે પછી શું એ મારા મૃત્યુની સાથે સાથે જ છૂટશે?
અસહાય એવો મારો પ્રાણ એકાન્તમાં મૂગો મૂગો રડી રહ્યો.
એક જ્યોત
હવે મને કોઈ દુ:ખ નથી,
હવે મને તમારા દેહની ભૂખ નથી.
મેં તમારી આ આંખોમાં એક જ્યોત જોઈ,
ને તમારી આંખોમાં મેં મારી આંખો પ્રોઈ;
એ જ્યોતની જ્વાળામાં શું ઝાઝું સુખ નથી?
હવે આપણા દેહમાં ક્યાંય કામ નથી,
આપણાં કોઈ રૂપ ને કોઈ નામ નથી;
હવે આપણે પરસ્પર સન્મુખ નથી.
ભ્રષ્ટ નહિ કરું
હું તમને કદી ભ્રષ્ટ નહિ કરું.
બીજાઓની જેમ તમારું માન-સન્માન કદી નષ્ટ નહિ કરું.
ભલે તમે આભ જેવા અચલ હો,
ભલે તમે અબ્ધિ જેવા ચંચલ હો;
તમે શું છો એ જાણવાનું, પ્રમાણવાનું કદી કષ્ટ નહિ કરું.
હું શું છું તે તમે જાણી નહિ શકો,
મારું હૃદય પ્રમાણી નહિ શકો;
એનું જે કંઈ રહસ્ય છે તે તો તમને કદી સ્પષ્ટ નહિ કરું.
મિથ્યા નથી આ પ્રેમ
તમે ક્હો છો, ‘મિથ્યા, મિથ્યા, મિથ્યા, મિથ્યા છે આ પ્રેમ.’
સૂર્ય, ચન્દ્ર, તારા સૌ સત્ય ને મિથ્યા માત્ર પ્રેમ?
આકાશથીય વધુ અસીમ છે આ પ્રેમ,
સમુદ્રથીય વધુ અતલ છે આ પ્રેમ,
પૃથ્વીથી પણ વધુ વિપુલ છે આ પ્રેમ,
કાળથીય વધુ નિરવધિ છે આ પ્રેમ,
વિશ્વ જ્યારે ન’તું ત્યારેય હતો આ પ્રેમ,
વિશ્વ નહિ હોય ત્યારેય હશે આ પ્રેમ,
સત્યનો પર્યાય નહિ, સ્વયં સત્ય છે આ પ્રેમ,
ના, નથી, નથી, નથી, નથી, નથી મિથ્યા આ પ્રેમ.
અતિપ્રેમ
આપણે ‘અતિ સર્વત્ર વર્જયેત્’નું સૂત્ર કદી પાળ્યું નહિ,
પરસ્પર પ્રેમમાં એવા અંધ કે આઘું પાછું ન્યાળ્યું નહિ.
વર્ષાઋતુની નદીની જેમ ધસમસ ધસ્યા હર્યું,
વચ્ચે વચ્ચે વમળોને સદા ચૂપચાપ હસ્યા કર્યું;
જેણે બન્ને તટ તોડ્યા એ પ્રલયના પૂરને ખાળ્યું નહિ.
હવે સદા વિરહના અગ્નિમાં જ બળવાનું,
હવે અંતે એક માત્ર મૃત્યુમાં જ મળવાનું;
પ્રેમની પાવક એવી જ્વાળામાં તૃષ્ણાનું તૃણ બાળ્યું નહિ.
અતિલજ્જા
મેં કહ્યું, ‘મારી સામે જુઓ!’ ત્યાં તમે આંખો મીંચી,
મેં કહ્યું, ‘જરીક ઊંચે જુઓ!’ ત્યાં તમારી દૃષ્ટિ તો નીચી ને નીચી.
હવે તમે તમારા અંતરના એકાંતમાં શું જોતાં હશો?
તમારી અંતર્યાત્રી મૂર્તિને જોઈ જાતને શું ખોતાં હશો?
તમે લજામણીના છોડ પર એવા કેવા જલની ધારા સીંચી?
તમે આંખો મીંચી, તે તમારી લજ્જા એવી તે કેવી કઠોર?
તમે ઊંચે મારી સામે ન જુઓ, એ એવી તે કેવી નઠોર?
તમે એને હુલાવી-ઝુલાવી! એવા કેવા હેમના હિંડોળે હીંચી?
અંત–અનંત
તમે ક્હો છો, ‘હવે તમને હું નહિ ચહું,
હવે આ પ્રેમની પીડાને હું નહિ સહું,
સદેહે તમારી સન્મુખ હું નહિ રહું,
આ હાથમાં તમારો હાથ હું નહિ ગ્રહું,
તમારી વિરહવ્યથાને હું નહિ લહું.’
‘તમને નહિ ચહું’ એવું હું નહિ કહું,
વિરહની વ્યથા કદીય હું નહિ વહું,
સદેહે છો ન હો, દેહને હું નહિ દહું.
ડોલશો નહિ
બોલવું નથીને? તો બોલશો નહિ,
અમથું અમથું હૃદય ખોલશો નહિ.
હું જે આ બોલું છું તે તો સુણશોને?
મૂંગા મૂંગા તમે એને ગુણશોને?
મારા આ શબ્દને મૌનથી તોલશો નહિ.
હું પણ જો ન બોલું તો શું સૂણશો?
પછી શું ‘પ્રેમ, પ્રેમ,’ એમ ધૂણશો?
ન બોલો, ન સુણો તો હવે ડોલશો નહિ.
પાછા જવાશે નહિ
આટલે આવ્યાં પછી પાછાં જવાશે નહિ,
પરસ્પર મળ્યાં તે પૂર્વે જેવાં હતાં તેવાં પાછાં થવાશે નહિ.
આશ્ચર્યો-વિસ્મયોની કથા": આપણો પ્રેમ
હજુ એમ થાય": ‘એ પ્રેમ હતો કે કેમ?’
આયુષ્યની વસંતનાં રહસ્યમય વર્ષો પાછાં લવાશે નહિ.
હવે પછી આપણો પ્રેમ શું ધન્ય થશે?
ભાવિના પડદા પછવાડે શું શું હશે?
આયુષ્યની શરદનું આભ શું આપણા ચિત્તમાં છવાશે નહિ?
વરસોનાં વરસો
વરસોનાં વરસો જોતજોતામાં વહી ગયાં,
તમારે ન ભૂત કે ન ભવિષ્ય, તમે એવા ને એવા રહી ગયા.
તમે ક્ષણની સાથે જાતને એવી બાંધી,
કે એ જ ક્ષણ પછી અનંત રૂપે વાધી,
તમે માન્યું જાણે તમને સમાધિ લાધી.
વરસોનાં વરસો તો તમને ‘આ મૃત્યુ છે, મૃત્યુ છે.’ કહી ગયા.
તમે જાતને અનંત સાથે સાંધી ન’તી,
તમારી સમાધિ સહજ સમાધિ ન’તી;
તમે એને તમારા અહમ્થી સાધી હતી.
વરસોનાં વરસો તમે મૃત્યુને જીવન માનીને સહી ગયાં.
તમે ક્યાં વસો છો?
તમે ક્યાં વસો છો?
જાણું નહિ કે તમે રડો છો કે હસો છો!
તમે આંસુ સારો,
મને ભીંજવી ન શકે;
તમે સ્મિત ધારો,
મને રીઝવી ન શકે;
એમ તમે નિત દૂર ને દૂર ખસો છો!
પાસે નહિ આવો?
પાછું નહિ વળવાનું?
કશું નહિ ક્હાવો?
મૃત્યુમાં જ મળવાનું?
જાણું નહિ તમે કયા લોકમાં શ્વસો છો!
સ્વપ્નમાં
કાલે રાતે સ્વપ્નમાં તમને જોયાં;
શાન્ત એકાન્ત ખંડમાં
સૂની શય્યા પર
તમે નિરાંતે ગાઢ નિદ્રામાં સૂતાં હતાં,
તમારી બે આંખો બંધ હતી
તમારા અધર પર આછું સ્મિત હતું.
તમે પણ સ્વપ્ન જોતાં હતાં?
અને સ્વપ્નમાં તમે મને જોતાં હતાં?
શું હું પણ સ્વપ્ન જોતો હતો
ને સ્વપ્નમાં તમને હું જોતો હતો
એવું શું તમને લાગ્યું હતું?
ને તે પછી જ તમારું સ્વપ્ન ભાંગ્યું હતું?
મૃત્યુ પૂર્વે મરીએ છીએ
આપણે આ શું કરીએ છીએ?
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.
જ્યાંથી આરંભ થયો હોય ત્યાં જ તે અંત,
એ અંતથી પાછો આરંભ, આ તે શો તંત?
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.
કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,
મનુષ્યોથી ભર્યુ ભર્યુ વિશ્વ વિશાળ છે,
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.
આપણે બે પ્રેત
આપણે બે પ્રેત માત્ર પરસ્પરની સ્મૃતિમાં ભમી રહ્યાં,
અને આ સામે સદેહે જે છે તેને સદા દિનરાત દમી રહ્યાં.
વર્ષો લગી જ્યારે મળ્યાં ત્યારે કેવું હસ્યાં, કેવું રડ્યાં, કેવું લડ્યાં,
પરસ્પરમાં ક્યારેક એવું તો ખોવાઈ ગયાં, શોધ્યાં નહિ જડ્યાં;
જાણે સ્થળને સીમા કે કાળને અંત ન હોય એમ રમી રહ્યાં.
આજે હવે હોઠ વિના હસવાનું અને આંખ વિના રડવાનું,
મળ્યાં વિના મળવાનું, ન લડવાનું, ન ખોવાઈને જડવાનું;
આપણે બે પડછાયા, હવે ધીરે ધીરે શૂન્યતામાં શમી રહ્યાં.
વિસ્મય
‘તમે મને ચાહો છો, ભલેને હું તમને ન ચાહું, હું ધન્ય!
અહો, આ કેવું મળ્યું ચિરકાલનું સૌભાગ્ય, કેવું અનન્ય!
‘તમને હું ચાહું છું, ભલેને તમે મને ન ચાહો, હું ધન્ય!
અહો, આ કેવું ચિરકાલનું સાર્થક્ય, એવું ન અન્ય!’
જે આદિમ ક્ષણે વિધાતાએ વિશ્વનું સર્જન કર્યુ હશે
એ ક્ષણે ‘વિશ્વથી માત્ર ચહવાવું? વિશ્વને માત્ર ચાહવું?’
એવું કોઈ વિસ્મય એમના મનમાં ક્યાંક ઠર્યુ હશે,
એ ક્ષણથી મનુષ્યને માટે પણ એ જ વિસ્મય રહ્યું છે;
‘મારે શું અન્યથી માત્ર ચહવાવું, અન્યને માત્ર ચાહવું?’
અહીં બે પ્રેમીજનોએ મુગ્ધભાવે એ જ વિસ્મય લહ્યું છે.
મિલન, વિરહ
મિલનને માણવાનું હોય,
એમાં સ્પર્શસુખથી પરસ્પરના પૂર્ણત્વને જાણવાનું હોય.
સંસારની વચમાં વસીને,
કૈં કૈં અનુભવોથી કસીને
પરસ્પરના સુવર્ણ સમા પ્રેમના મૂલ્યને નાણવાનું હોય.
ને વિરહને ગાવાનો હોય,
એમાં જે સન્મુખ નથી એવા પ્રિયજનના પ્રાણને ચ્હાવાનો હોય.
એકાંતમાં એકાકી વસીને
સુખનાં સ્મરણોથી રસીને
પ્રેમનાં ગાન ગાઈ એનો અમૃતરસ પોતાને પાવાનો હોય.
સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન
ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,
આજે આ ક્ષણે હવે સાબરમતી;
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.
મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;
એમનો આ વૉડકાનો ટોસ્ટ
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.
હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે
એ શું હતી એવી હશે?
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે
એ શું હતું એવું થશે?
સેઈન્ટ પીટર્સબર્ગ
સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન
ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,
આજે આ ક્ષણે હવે સાબરમતી;
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.
મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;
એમનો આ વૉડકાનો ટોસ્ટ
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.
હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે
એ શું હતી એવી હશે ?
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે
એ શું હતું એવું થશે ?
સેઈન્ટ પીટર્સબર્ગ