સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગમે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે...") |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, | લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, | ||
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.... | છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.... | ||
</poem> | </poem> |
Latest revision as of 05:45, 25 May 2021
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે....
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે....
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે....