અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/ભવ્ય સતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર! {{space}}રણઝણે તાર તાર પર તાર! અધર ગગનમાં ચડ...")
 
No edit summary
Line 23: Line 23:
{{space}}{{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.
{{space}}{{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.


(યાત્રા, પૃ. ૧૬૮)
{{Right|(યાત્રા, પૃ. ૧૬૮)}}
</poem>
</poem>

Revision as of 12:39, 22 June 2021

         અહોહો ઝનઝન ભવ્ય સતાર!
         રણઝણે તાર તાર પર તાર!

અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

(યાત્રા, પૃ. ૧૬૮)