ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દામોદર-૨'''</span> [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહ...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દામોદર-૧
|next =  
|next = દામોદર-૩
}}
}}

Latest revision as of 12:34, 17 August 2022


દામોદર-૨ [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૩ કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે.ઈ.૧૬૮૧; મુ.) માધવાનલ અને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો આશ્રય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ગૂંથાયેલાં છે. કૃતિ : માધવાનલ કામકંદલા પ્રબંધ : ૧ (અં), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ - ‘માધવાનકલકથા’. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]