ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપ ઋષિ-૧-દીપાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપ(ઋષિ)-૧/દીપાજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] :...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દીપ-દીપો
|next =  
|next = દીપચંદ
}}
}}

Latest revision as of 13:02, 17 August 2022


દીપ(ઋષિ)-૧/દીપાજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ કડીની ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૦), ૪૬૩ કડીની ‘પુણ્યસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરસ્વામી-રાસ’ એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે. કૃતિ : * શીલરક્ષા : ૨ (સુદર્શન શેઠ રાસ), પ્ર. કુંવર મોતીલાલ રાંકા,-. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહ સૂચી; ૪. રાહસૂચી : ૧ [ર.સો.]