ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવહર્ષ'''</span> [ઈ.૧૮૧૦માં હયાત] : ખરતરગચ્છની ભટ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવસેન_સૂરિ
|next =  
|next = દેવળદે
}}
}}

Latest revision as of 13:26, 17 August 2022


દેવહર્ષ [ઈ.૧૮૧૦માં હયાત] : ખરતરગચ્છની ભટ્ટારક શાખાના જૈન સાધુ. એમનો ‘સિદ્ધાચલ-છંદ’ ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિ છે તેની માહિતી મળતી નથી પરંતુ મુખ્યત્વે ઉધોર છંદનો વિનિયોગ કરતી ૧૪૬ કડીની ‘પાટણની ગઝલ’ (ર.ઈ.૧૮૧૦/સં. ૧૮૬૬, ફાગણ સુદ ૫, રવિવાર; મુ.) તથા મુખ્યત્વે હનુફાછંદની ૧૨૧ કડીની ‘ડીસાની ગઝલ’ (મુ.) મુખ્યત્વે હિન્દી ભાષામાં છે. સંભવત: જોસભરી રચનાઓ હોવાથી ગઝલને નામે ઓળખાવાયેલી આ કૃતિઓમાં તે નગરોની તત્કાલીન ઇતિહાસ વગેરેની ઘણી વીગતભરી મહિતી છે તે ઉપરાંત તેમાં પરંપરાગત શૈલીનાં નગરવર્ણનો પણ છે. કૃતિ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮ - ‘પાટણની ગઝલ’ , સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦ - ‘ડીસાની ગઝલ’, સં. અગરચંદ નાહટા (+સં). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]