ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 733: Line 733:
|એને કેટલા સંતાન હતા ?
|એને કેટલા સંતાન હતા ?
}}
}}
ગુલાબ : એનો એક દીકરો હતો અને તે પણ ઇન્કમટેક્ષ ઓફિસમાં કારકુન હતો. કારકુનનો દીકરો, કારકુન સાહેબ.
{{ps
હરકાંત : તમને ખબર છે. એના દીકરાનું ખૂન થયું હતું ?
|ગુલાબ :  
ગુલાબ : એ જ્યારથી કારકુન બન્યો, ત્યારનો એ મરી ગયો હતો. એનું ખૂન થયું હતું કે નહિં, તે હું જાણતો નથી.
|એનો એક દીકરો હતો અને તે પણ ઇન્કમટેક્ષ ઓફિસમાં કારકુન હતો. કારકુનનો દીકરો, કારકુન સાહેબ.
હરકાંત : બાઈ ગંગા કોણ હતી ? એને આ આરોપી સાથે શો સંબંધ હતો ?
}}
ગુલાબ : એને એક પત્ની હતી, ગંગા કે જમના તેની મને ખબર નથી.
{{ps
હરકાંત : તમે કહો છો કે તમે એને ચોપ્પન વર્ષથી ઓળખો છતાં તમે એની પત્નીનું નામ નથી જાણતા ? તમે જુઠું બોલો છો ?   
|હરકાંત :
ગુલાબ  : હું જુઠું બોલતો નથી. મારાથી નથી બોલાતું, પણ ચોપ્પન વર્ષની અમારી દોસ્તીમાં એણે ક્યારેય એની પત્નીની વાત મને કહી નથી.
|તમને ખબર છે. એના દીકરાનું ખૂન થયું હતું ?
હરકાંત : ધેટસ ઓલ માય લોર્ડ. આ આદમી એના પુરાણા મિત્રને એના પુત્રની કે પત્નીની વાત સુદ્ધાં નહોતો કરતો એ એમને એટલા તો ધિક્કારતો, યોર વીટનેસ.
}}
રાજેન : મહેરબાની કરી આ રમત બંધ કરશો. હું એનો બચાવ નહીં કરી શકું, હું કોઈનો બચાવ નહીં કરી શકું.
{{ps
દ્વારકા : (નીચે ઉતરતાં) ઓ કે. રાજન. એનો બચાવ હું કરીશ.
|ગુલાબ :  
રાજેન : તમે, તમે એનો બચાવ કરશો ?
|એ જ્યારથી કારકુન બન્યો, ત્યારનો એ મરી ગયો હતો. એનું ખૂન થયું હતું કે નહિં, તે હું જાણતો નથી.
દ્વારકા : હા, હું એનો બચાવ કરીશ. તમે જજ થઇ શકશો ?
}}
રાજેન : ઓલ રાઈટ. આઈ વીલ બી જજ. પ્રોસીડ.
{{ps
દ્વારકા : ગુલાબદાસ, તમે હમણાં જ કહ્યું કે ચોપ્પન વર્ષથી તમારી એની દોસ્તી હતી, તો તમારી ઉંમર કેટલી ?
|હરકાંત :  
ગુલાબ : ચોપ્પન વર્ષ.
|બાઈ ગંગા કોણ હતી ? એને આ આરોપી સાથે શો સંબંધ હતો ?
દ્વારકા : તો પછી તમારી દોસ્તી ચોપ્પન વર્ષની કઈ રીતે શકે. શું તમે જન્મ્યા ત્યારથી જ એને ઓળખતા હતા.
}}
ગુલાબ : હા, હું જન્મ્યો ત્યારથી જ ઓળખું છું. એ મારાથી ક્યારેય અલગ નથી થયો. એ મારા અણુએ અણુ સાથે ભળી ગયો હતો.
{{ps
દ્વારકા : All right. તમે પ્રોસીક્યુટરને એમ કહ્યું કે આટલા વર્ષની પહેચાન દરમ્યાન એણે ક્યારેય તેની પત્નીની, એના પુત્રની કે ઘરની વાત નથી કરી, તો પછી હરહંમેશ એ શાની વાત કરતો હતો.
|ગુલાબ :
ગુલાબ : એની અદાલતની.
|એને એક પત્ની હતી, ગંગા કે જમના તેની મને ખબર નથી.
દ્વારકા : અદાલતની ?
}}
ગુલાબ : જી, ભૂલ્યો, એના સાહેબની, જજ સાહેબની. હરહંમેશ એ એના સાહેબની વાત કરતો. એ એનો ભગત હતો. હરહંમેશ તેના વખાણ કર્યા કરતો. એના સાહેબના એક સ્મિત ઉપર આખી જિંદગી કુરબાન કરવા તૈયાર હતો. એના સાહેબની આંખનો ખૂણો લાલ થતો કે એ ધ્રૂજી ઉઠતો. એનો સાહેબ ! એનો સાહેબ ! એનો ભગવાન હતો. એના જીવતરની આખરી મંજિલ હતો. એનું જીવન, એણે એને સમર્પણ કરી દીધું હતું. એને અંગત જીવન જેવું કશું હતું જ નહિં.
{{ps
દ્વારકા : અગર જો એને અંગત જીવન જેવું કશું જ હતું જ નહિં, તો પછી શા માટે એ, એની પત્ની અને પુત્રની હત્યા કરે ?
|હરકાંત :  
ગુલાબ : એનું કારણ, એનું કારણ-એનો સાહેબ આ જજ સાહેબ. (થોડીકવાર ગણ ગણાટ)
|તમે કહો છો કે તમે એને ચોપ્પન વર્ષથી ઓળખો છતાં તમે એની પત્નીનું નામ નથી જાણતા ? તમે જુઠું બોલો છો ?   
દ્વારકા : That (ધેટ) is (ઈઝ) nonsense (નોનસન્સ)અંગત આક્ષેપો આપણી રમતની વિરુદ્ધ છે.
}}
ગુલાબ : (ધીમેથી) હું, આ આરોપીની વાત કરું છું. સાહેબ, એની આંખોમાં મેં જે જોયું છે, તેની વાત કરું છું.
{{ps
હરકાંત : શું બાઈ ખરાબ ચાલચલગતની હતી ?
|ગુલાબ  :
રાજેન : તમે ફિલમની વાત ઘુસાડવા માંગો છો ? નોટ ટુ માય ટેસ્ટ.
|હું જુઠું બોલતો નથી. મારાથી નથી બોલાતું, પણ ચોપ્પન વર્ષની અમારી દોસ્તીમાં એણે ક્યારેય એની પત્નીની વાત મને કહી નથી.
ગુલાબ : જાતીય ચારિત્ર્યને આ કિસ્સા સાથે કશી જ લેવા દેવા નથી, પણ પેલા સાહેબે, આ પાંજરામાં ઊભેલા આદમીનું અસ્તિત્વ માત્ર ભુંસી નાંખ્યું હતું.
}}
દ્વારકા : કઈ રીતે ?
{{ps
ગુલાબ : દિવસના ચોવીસ કલાકમાંથી ચૌદ ચૌદ કલાક, એ એના જ સાંનિધ્યમાં રહેતો. એ માત્ર એનો પડછાયો બની ગયો એને અંગત સુખદુઃખ, લાગણી એ તમામ પેલા સાહેબે ચુસી લીધું હતું. અને બદલામાં એને ઈલ્કાબ મળ્યો હતો. દિવાસળીનું ખાલી ખોખું.
|હરકાંત :
દ્વારકા : દિવાસળીનું ખાલી ખોખું !
|ધેટસ ઓલ માય લોર્ડ. આ આદમી એના પુરાણા મિત્રને એના પુત્રની કે પત્નીની વાત સુદ્ધાં નહોતો કરતો એ એમને એટલા તો ધિક્કારતો, યોર વીટનેસ.
ગુલાબ : જી, હા. એને મન, એ એસ્ટ્રે હતો, થુંકદાની હતો, વેસ્ટ પેપર બાસ્કેટ હતો એનું કામ એ કરતો. નોંધ કરતો, પત્ર વ્યવહાર કરતો. અરે, એના ઘરનું શાકભાજી પણ લાવી આપતો. એના ઘરના તમામ એની મજાક કરતા, એનો આત્મા અંદરથી બળતો હતો. પ્રજવળતો હતો. પ્રતિકાર માટે હવાતિયા મારતો. પણ પેલી આંખો એની સામે આવી ઊભી રહેતી અને એ ધ્રૂજી ઉઠતો. એને લાગતું, એનામાં કશું જ છે નહિં. એ નિર્બળ છે. પારાવાર નિર્બળ છે, એને એમ લાગતું કે માનસિક તેમજ શારીરિક રીતે નપુંસક થઇ ગયો છે. પ્રત્યેક રાત્રિએ એનું મન ચિત્કાર પાડતું, નકામો છે, તું કંઈ કરી શકે એમ નથી. તું કંઈ કરી બતાવ. સ્વપ્નમાં ને સ્વપ્નમાં એ ધ્રૂજી ઉઠે. એવું કંઇક કર. સમગ્ર જગતને બતાવી આપ, કે તું શક્તિશાળી છે, એના ઉપર ઠોકી બેસાડ કે તું થુંકદાની નથી, વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તું તું જ છે અને એક રાત્રે, એના જીવનની સૌથી વધુ અકળાવનારી રાત્રીએ એણે એની પત્નીનું ખૂન કર્યું. અને એ માટે જવાબદાર છે, તે જજ સાહેબ ! (રડી પડે છે અને રમત વધુ આત્મલક્ષીય થઇ જાય છે.)
}}
દ્વારકા : બધા જ એમ માને છે, પણ નહિં આ જુઠું છે, આ અસત્ય છે. તમે એમ માનતા હશો કે આ ગુલાબ મારો ખરીદેલો ગુલામ છે, પરંતુ ના ઈન્ટરવ્યુ વખતે મેં એને શોધ્યો ન હતો, પરંતુ એણે મને શોધ્યો હતો. એનામાં છુપાયેલી પાશવતાએ મને શોધી કાઢ્યો હતો. તમે કોઈ નહિં જાણતા હો, પરંતુ આ ગુલાબમાં ગુનાવૃતિ ભારોભાર ભરેલી છે. એ મારા જીવનની પ્રત્યેક વાત જાણે છે. મેં કરેલા અપરાધો અને મેં કરેલા પાપો, એ તમામનો એ સાક્ષી છે. એ એક અગનઝાળ જેવું વર્તુળ હતું, જે પ્રત્યેક પળ મારી આજુબાજુ ભમ્યા કરતું. શાળામાં મારાં નિબંધ એ લખી આપતો. મારા દાખલા એ ગણી આપતો. મને ન આવડતા પ્રશ્નોના જવાબ એ મારા કાનમાં ફુંકી જતો. મારી આંખોમાં આંસુ કોઈએ નથી જોયા, પરંતુ આ નરપિશાચ સામું હું અનેકવાર રડ્યો છું. ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો છું. હું તો એનું સાધન માત્ર હતો. એની વાસના, એની ગુના વૃતિ, સંતોષવાનું એક સબળ સાધન એણે મને લાંચ લેતો કર્યો. ન્યાયના માર્ગોથી એણે મને ચલિત કર્યો. એણે મારી આજુબાજુ અદ્રશ્ય બખ્તર ખડું કર્યું, કે કોઈ મારી નજીક કે મારી પાસે આવી ન શકે, મારા બાળક નહિ, મારી પત્ની નહિ, કોઈ જ નહિ. આ નરાધમે મારી મગરૂરી, મારું સત્ય, મારી માનવતા બધું જ છીનવી લીધું. એકે પાપ એણે ન કર્યું, અને તમામ પાપ મારી પાસે કરાવ્યાં.
{{ps
રાજેન : (ટેબલ પરથી નીચે આવતાં) આ જૂઠું છે, અસત્ય છે. તમે હંમેશા તમારી જાતને છેતરતા જ આવ્યા છો. જે સત્ય શોધવાનો તમે દાખડો કરો છો એ સત્યનો સામનો તમે ક્યારેય નથી કરી શક્યા. તમે હંમેશા બધાને છેતરતા જ આવ્યા છે. તમે મુંબઈ ગયા જ ન હતા. વાંચો, આ રહ્યો તમારા દીકરાનો પત્ર. એમાં એણે ચોખ્ખું લખ્યું છે કે “રાજનકાકા, પપ્પા સાથેના છેલ્લા ઝગડા પછી હું ક્યારે તમને મળવા નથી માંગતો. તેમનું મોઢું જોવા પણ નથી માંગતો. અમારી વચ્ચે સમાધાન થવું અશક્ય છે. કૃપા કરી તે મુંબઈ ન આવે, તે એમને સમજાવશો.
|રાજેન :
ગુલાબ : એમને જ શા માટે કહે છે, રાજન ! આપણે તમામ અપરાધી છીએ. જજ પણ આપણે, વકીલ પણ આપણે, સાક્ષી પણ આપણે અને.......
|મહેરબાની કરી આ રમત બંધ કરશો. હું એનો બચાવ નહીં કરી શકું, હું કોઈનો બચાવ નહીં કરી શકું.
હરકાંત : અને અપરાધી પણ આપણે ! એકમેકના દોષનો ટોપલો એકમેક પર ઓઢાડતા અપરાધી આપણે !
}}
દ્વારકા : શું અધિકાર હતો આપણે કોઈનો પણ ન્યાય કરવાનો ? શું અધિકાર હતો, આને અહિં ઊભો રાખી, એના પર મુકદ્દમો ચલાવવાનો.
{{ps
|દ્વારકા :
|(નીચે ઉતરતાં) ઓ કે. રાજન. એનો બચાવ હું કરીશ.
}}
{{ps
|રાજેન :
|તમે, તમે એનો બચાવ કરશો ?
}}
{{ps
|દ્વારકા :
|હા, હું એનો બચાવ કરીશ. તમે જજ થઇ શકશો ?
}}
{{ps
|રાજેન :
|ઓલ રાઈટ. આઈ વીલ બી જજ. પ્રોસીડ.
}}
{{ps
|દ્વારકા :
|ગુલાબદાસ, તમે હમણાં જ કહ્યું કે ચોપ્પન વર્ષથી તમારી એની દોસ્તી હતી, તો તમારી ઉંમર કેટલી ?
}}
{{ps
|ગુલાબ :
|ચોપ્પન વર્ષ.
}}
{{ps
|દ્વારકા :  
|તો પછી તમારી દોસ્તી ચોપ્પન વર્ષની કઈ રીતે શકે. શું તમે જન્મ્યા ત્યારથી જ એને ઓળખતા હતા.
}}
{{ps
|ગુલાબ :
|હા, હું જન્મ્યો ત્યારથી જ ઓળખું છું. એ મારાથી ક્યારેય અલગ નથી થયો. એ મારા અણુએ અણુ સાથે ભળી ગયો હતો.
}}
{{ps
|દ્વારકા :
|All right. તમે પ્રોસીક્યુટરને એમ કહ્યું કે આટલા વર્ષની પહેચાન દરમ્યાન એણે ક્યારેય તેની પત્નીની, એના પુત્રની કે ઘરની વાત નથી કરી, તો પછી હરહંમેશ એ શાની વાત કરતો હતો.
}}
{{ps
|ગુલાબ :
|એની અદાલતની.
}}
{{ps
|દ્વારકા :
|અદાલતની ?
}}
{{ps
|ગુલાબ :
|જી, ભૂલ્યો, એના સાહેબની, જજ સાહેબની. હરહંમેશ એ એના સાહેબની વાત કરતો. એ એનો ભગત હતો. હરહંમેશ તેના વખાણ કર્યા કરતો. એના સાહેબના એક સ્મિત ઉપર આખી જિંદગી કુરબાન કરવા તૈયાર હતો. એના સાહેબની આંખનો ખૂણો લાલ થતો કે એ ધ્રૂજી ઉઠતો. એનો સાહેબ ! એનો સાહેબ ! એનો ભગવાન હતો. એના જીવતરની આખરી મંજિલ હતો. એનું જીવન, એણે એને સમર્પણ કરી દીધું હતું. એને અંગત જીવન જેવું કશું હતું જ નહિં.
}}
{{ps
|દ્વારકા :
|અગર જો એને અંગત જીવન જેવું કશું જ હતું જ નહિં, તો પછી શા માટે એ, એની પત્ની અને પુત્રની હત્યા કરે ?
}}
{{ps
|ગુલાબ :
|એનું કારણ, એનું કારણ-એનો સાહેબ આ જજ સાહેબ. (થોડીકવાર ગણ ગણાટ)
}}
{{ps
|દ્વારકા :
|That (ધેટ) is (ઈઝ) nonsense (નોનસન્સ)અંગત આક્ષેપો આપણી રમતની વિરુદ્ધ છે.
}}
{{ps
|ગુલાબ :
|(ધીમેથી) હું, આ આરોપીની વાત કરું છું. સાહેબ, એની આંખોમાં મેં જે જોયું છે, તેની વાત કરું છું.
}}
{{ps
|હરકાંત :
|શું બાઈ ખરાબ ચાલચલગતની હતી ?
}}
{{ps
|રાજેન :
|તમે ફિલમની વાત ઘુસાડવા માંગો છો ? નોટ ટુ માય ટેસ્ટ.
}}
{{ps
|ગુલાબ :
|જાતીય ચારિત્ર્યને આ કિસ્સા સાથે કશી જ લેવા દેવા નથી, પણ પેલા સાહેબે, આ પાંજરામાં ઊભેલા આદમીનું અસ્તિત્વ માત્ર ભુંસી નાંખ્યું હતું.
}}
{{ps
|દ્વારકા :
|કઈ રીતે ?
}}
{{ps
|ગુલાબ :
|દિવસના ચોવીસ કલાકમાંથી ચૌદ ચૌદ કલાક, એ એના જ સાંનિધ્યમાં રહેતો. એ માત્ર એનો પડછાયો બની ગયો એને અંગત સુખદુઃખ, લાગણી એ તમામ પેલા સાહેબે ચુસી લીધું હતું. અને બદલામાં એને ઈલ્કાબ મળ્યો હતો. દિવાસળીનું ખાલી ખોખું.
}}
{{ps
|દ્વારકા :
|દિવાસળીનું ખાલી ખોખું !
}}
{{ps
|ગુલાબ :
|જી, હા. એને મન, એ એસ્ટ્રે હતો, થુંકદાની હતો, વેસ્ટ પેપર બાસ્કેટ હતો એનું કામ એ કરતો. નોંધ કરતો, પત્ર વ્યવહાર કરતો. અરે, એના ઘરનું શાકભાજી પણ લાવી આપતો. એના ઘરના તમામ એની મજાક કરતા, એનો આત્મા અંદરથી બળતો હતો. પ્રજવળતો હતો. પ્રતિકાર માટે હવાતિયા મારતો. પણ પેલી આંખો એની સામે આવી ઊભી રહેતી અને એ ધ્રૂજી ઉઠતો. એને લાગતું, એનામાં કશું જ છે નહિં. એ નિર્બળ છે. પારાવાર નિર્બળ છે, એને એમ લાગતું કે માનસિક તેમજ શારીરિક રીતે નપુંસક થઇ ગયો છે. પ્રત્યેક રાત્રિએ એનું મન ચિત્કાર પાડતું, નકામો છે, તું કંઈ કરી શકે એમ નથી. તું કંઈ કરી બતાવ. સ્વપ્નમાં ને સ્વપ્નમાં એ ધ્રૂજી ઉઠે. એવું કંઇક કર. સમગ્ર જગતને બતાવી આપ, કે તું શક્તિશાળી છે, એના ઉપર ઠોકી બેસાડ કે તું થુંકદાની નથી, વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તું તું જ છે અને એક રાત્રે, એના જીવનની સૌથી વધુ અકળાવનારી રાત્રીએ એણે એની પત્નીનું ખૂન કર્યું. અને એ માટે જવાબદાર છે, તે જજ સાહેબ ! (રડી પડે છે અને રમત વધુ આત્મલક્ષીય થઇ જાય છે.)
}}
{{ps
|દ્વારકા :
|બધા જ એમ માને છે, પણ નહિં આ જુઠું છે, આ અસત્ય છે. તમે એમ માનતા હશો કે આ ગુલાબ મારો ખરીદેલો ગુલામ છે, પરંતુ ના ઈન્ટરવ્યુ વખતે મેં એને શોધ્યો ન હતો, પરંતુ એણે મને શોધ્યો હતો. એનામાં છુપાયેલી પાશવતાએ મને શોધી કાઢ્યો હતો. તમે કોઈ નહિં જાણતા હો, પરંતુ આ ગુલાબમાં ગુનાવૃતિ ભારોભાર ભરેલી છે. એ મારા જીવનની પ્રત્યેક વાત જાણે છે. મેં કરેલા અપરાધો અને મેં કરેલા પાપો, એ તમામનો એ સાક્ષી છે. એ એક અગનઝાળ જેવું વર્તુળ હતું, જે પ્રત્યેક પળ મારી આજુબાજુ ભમ્યા કરતું. શાળામાં મારાં નિબંધ એ લખી આપતો. મારા દાખલા એ ગણી આપતો. મને ન આવડતા પ્રશ્નોના જવાબ એ મારા કાનમાં ફુંકી જતો. મારી આંખોમાં આંસુ કોઈએ નથી જોયા, પરંતુ આ નરપિશાચ સામું હું અનેકવાર રડ્યો છું. ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો છું. હું તો એનું સાધન માત્ર હતો. એની વાસના, એની ગુના વૃતિ, સંતોષવાનું એક સબળ સાધન એણે મને લાંચ લેતો કર્યો. ન્યાયના માર્ગોથી એણે મને ચલિત કર્યો. એણે મારી આજુબાજુ અદ્રશ્ય બખ્તર ખડું કર્યું, કે કોઈ મારી નજીક કે મારી પાસે આવી ન શકે, મારા બાળક નહિ, મારી પત્ની નહિ, કોઈ જ નહિ. આ નરાધમે મારી મગરૂરી, મારું સત્ય, મારી માનવતા બધું જ છીનવી લીધું. એકે પાપ એણે ન કર્યું, અને તમામ પાપ મારી પાસે કરાવ્યાં.
}}
{{ps
|રાજેન :
|(ટેબલ પરથી નીચે આવતાં) આ જૂઠું છે, અસત્ય છે. તમે હંમેશા તમારી જાતને છેતરતા જ આવ્યા છો. જે સત્ય શોધવાનો તમે દાખડો કરો છો એ સત્યનો સામનો તમે ક્યારેય નથી કરી શક્યા. તમે હંમેશા બધાને છેતરતા જ આવ્યા છે. તમે મુંબઈ ગયા જ ન હતા. વાંચો, આ રહ્યો તમારા દીકરાનો પત્ર. એમાં એણે ચોખ્ખું લખ્યું છે કે “રાજનકાકા, પપ્પા સાથેના છેલ્લા ઝગડા પછી હું ક્યારે તમને મળવા નથી માંગતો. તેમનું મોઢું જોવા પણ નથી માંગતો. અમારી વચ્ચે સમાધાન થવું અશક્ય છે. કૃપા કરી તે મુંબઈ ન આવે, તે એમને સમજાવશો.
}}
{{ps
|ગુલાબ :
|એમને જ શા માટે કહે છે, રાજન ! આપણે તમામ અપરાધી છીએ. જજ પણ આપણે, વકીલ પણ આપણે, સાક્ષી પણ આપણે અને.......
}}
{{ps
|હરકાંત :
|અને અપરાધી પણ આપણે ! એકમેકના દોષનો ટોપલો એકમેક પર ઓઢાડતા અપરાધી આપણે !
}}
{{ps
|દ્વારકા :
|શું અધિકાર હતો આપણે કોઈનો પણ ન્યાય કરવાનો ? શું અધિકાર હતો, આને અહિં ઊભો રાખી, એના પર મુકદ્દમો ચલાવવાનો.
}}
(તમામ ભિખારીના પગ પાસે પડતાં.....)
(તમામ ભિખારીના પગ પાસે પડતાં.....)
બધાં : અમે અપરાધી છીએ, તું અમારો ન્યાય કર, તું અમારો ન્યાય કર, તું અમારો ન્યાય કર.
{{ps
હરકાંત : અરે, એ ક્યાં જાય છે ? ઉભો તો રહે. (ભિખારી ચાલ્યો જાય છે.) અરે, આતો બ્હેરો અને મૂંગો હતો, કોણ હતો એ ?
|બધાં :
દ્વારકા : કોણ હતો એ કે જે આપણા તમામના અંતરનો આગળો ખોલી ગયો ?
|અમે અપરાધી છીએ, તું અમારો ન્યાય કર, તું અમારો ન્યાય કર, તું અમારો ન્યાય કર.
ગુલાગ : કોણ હતો એ કે જે પોતે એકે શબ્દ ન બોલ્યો ને આપણા તમામના પાપોનો એકરાર કરાવી ગયો ?
}}
બધાજ : કોણ હતો એ ? કોણ હતો એ ?
{{ps
|હરકાંત :
|અરે, એ ક્યાં જાય છે ? ઉભો તો રહે. (ભિખારી ચાલ્યો જાય છે.) અરે, આતો બ્હેરો અને મૂંગો હતો, કોણ હતો એ ?
}}
{{ps
|દ્વારકા :
|કોણ હતો એ કે જે આપણા તમામના અંતરનો આગળો ખોલી ગયો ?
}}
{{ps
|ગુલાગ :
|કોણ હતો એ કે જે પોતે એકે શબ્દ ન બોલ્યો ને આપણા તમામના પાપોનો એકરાર કરાવી ગયો ?
}}
{{ps
|બધાજ :
|કોણ હતો એ ? કોણ હતો એ ?
(પરદો પડે છે.)  
(પરદો પડે છે.)  
 
}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 07:58, 27 August 2022

પથ્થર થર થર ધ્રૂજે
જ્યોતિ વૈદ્ય
ગુલાબદાસ

દ્વારકાદાસ
હરકાંત
રાજન
ભિખારી

(દ્વારકાનાથનું દીવાનખાનું.)

          Up left ઉપર મુખ્ય પ્રવેશદ્વાર Dowy left. ઉપર બેડ રૂમ. Up center ઉપર એક મોટી બારી Down Right પર રસોડું.           Up right પર દ્વારકાનાથનું સ્ટડી ટેબલ ને રીવોલ્વીંગ ચેર. સેન્ટર આગળ સોફા ખુરશી જે પાંજરૂ તરીકે ઉપયોગમાં લેવાય ને Left ઉપર સોફો પાછળ સ્ટૂલ ને પાણીનો જગ)           પ્રર્વકતા અતિ પુરાણા કાળની આ વાત છે. વાત ભલે જુની હોય પણ એનો મર્મ સનાતન છે.           એકવાર એક નાનકડા ગામની ભાગોળે સમાજનાં ઠેકેદારો ભેગાં મળી, એક અબળાની ઉપર અત્યાચાર ગુજારતા હતા. તેને પથ્થરો મારતા હતા. એ અભાગણીના મસ્તકમાંથી રક્ત વહી રહ્યું હતું. તેની આંખોમાં વેદના હતી. સમાજના ઠેકેદારોની આંખમાં વેર હતું. પ્રભુ ઇસુ આવી ચઢ્યા. પ્રભુ ઈસુએ પેલા સમાજના ઠેકેદારોને પૂછ્યું, “શા માટે, શા માટે ? તમે આ બિચારીને મારો છો ?” તિરસ્કાર ભરેલા શબ્દોમાં ઠેકેદારોએ જવાબ આપ્યો, “એ પાપીણી છે, કુલ્ટા છે, કલંકિની છે, અમે એના પાપની સજા કરીએ છીએ. અમે ઇન્સાફ કરીએ છીએ.”           પ્રભુ ઈસુએ બાઈ સામે જોયું, તેની આંખોમાં વેદના હતી. ઠેકેદારોની આંખોમાં વૈર હતું. પ્રભુ ઈસુની આંખમાં મમતા હતી, વાત્સલ્ય હતું. તેમણે કહ્યું, “બરાબર છે, તમને એનો ઇન્સાફ કરવાનો અધિકાર છે.           પરંતુ એ જ વ્યક્તિ આ બાઈને પથ્થર મારે કે જેણે એકે પાપ નથી કર્યું. અને બધાના હાથોમાંથી પથ્થરો ટપોટપ નીચે પડી ગયા, પથ્થરો ધ્રૂજી ઉઠ્યા, પથ્થરો થર થર ધ્રૂજી ઉઠ્યા. અને,           (પરદો ખુલે છે.)

ગુલાબદાસ : (પ્રવેશ કરતાં) ગુડ ઇવનીંગ સર !
દ્વારકાનાથ : ગુડ ઇવનિંગ ગુલાબ. આવી ગયોં તું, તું હંમેશા વખતસર જ આવે છે.
ગુલાબ : જી, સાહેબ, નોકરી કરતો હતો ને તે સમયની આદત છે હું જાણું છું કે કોઈ મોડું આવે તે આપને પસંદ નથી.
દ્વારકા : મારી પસંદ નાપસંદનો વિચાર શા માટે કરે છે ? હવે હું ક્યાં જજ રહ્યો છું. હું તો રિટાયર્ડ થઇ ગયો છું.
ગુલાબ : જી, એમ તો હવે હું પણ ક્યાં ક્લાર્ક છું છતાં સાહેબ, વન્સ એ ક્લાર્ક ઈઝ ઓલ્વેઝ એ કલાર્ક.
દ્વારકા : બટ વન્સ એ જજ, ઈઝ નોટ ઓલ્વેઝ એ જજ.
ગુલાબ : પણ, મારે અમારે મન તો તમે હંમેશના જજ છોજ. ને વળી આપણી રવીવારની રમતના તો તમે જજ ખરા ને.
દ્વારકા : હા, ગંજીફાની રમતનો બેતાજ બાદશાહ !
ગુલાબ : પણ, સાહેબ, તમે મુંબઈથી વહેલાં કેમ આવી પહોંચ્યા ? તમે તો દશ પંદર દિવસ રોકાવાના હતા ને ? અમને તો એમ કે આપણો રવિવાર બગડ્યો.
(સરકારી વકીલ હરકાંત દાખલ થાય છે, રેઈનકોટ હેટ સ્ટેન્ડ ઉપર મુકતાં)
હરકાંત : નહિં ગુલાબ આપણો રવીવાર નહિં બગડે. મને તો હતું જ કે આપણો રવિવાર...
દ્વારકા : હલ્લો હરકાંત, આવી ગયો તું.
હરકાંત : ઈટસ લીટલ લેઇટ સર ?
ગુલાબ : સરકારી નોકરની હંમેશની આદત, સાહેબ.
હરકાંત : ગુલાબદાસ, તમારા શબ્દો પાછા ખેંચી લો. હું સરકારી વકીલ હતો, છું નહિં.
દ્વારકા : કેમ પેન્શન નથી લેતા ?
હરકાંત : પેન્શન તો લઉં છું સાહેબ ! પણ હું ક્યાં સરકારી વકીલ છું. પૈસા લેવા અને નોકરી કરવી એ બંને અલગ બાબત છે ?

(બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.)

રાજેન : એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી.
હરકાંત : લો બનેવીલાલ બોલ્યાં.
રાજેન : હવે બનેવી નહીં કહો. નહીં ચાલે ? તમારી બહેનને સ્વર્ગે સિધાવ્યાંને તો બે વર્ષ થઇ ગયાં.
હરકાંત : પણ તમે હજુ બીજું લગ્ન ક્યાં કર્યું છે !
રાજેન : હું તમારા લગ્નની રાહ જોતો ઉભો છું તમારા પછી, મારો વારો....
હરકાંત : જોયું સાહેબ, બચાવ પક્ષના વકીલોની આ એક ટ્રીક છે. પ્રોફેશનલ ટ્રીક, જ્યારે દલીલો ન સૂઝે, ત્યારે અંગત આક્ષેપો કરવા માંડે.
ગુલાબ : અને ખરી રીતે તો એ આપણી રવિવારની રમતની વિરુદ્ધ છે. તમે ગમે તે આક્ષેપો કરો, ગમે તેના ઉપર કરો, પરંતુ એ તમામ પરલક્ષી હોવા જોઈએ.
દ્વારકા : That’s right. Objective. We must be Objective, સમગ્ર ન્યાયતંત્રનો એ પાયો છે. ઇન્સાફ કરતી વખતે, અંગત ઈર્ષા, અદેખાઈ કે પૂર્વગ્રહને કોઈ અવકાશ નથી. પૂર્વગ્રહના પાંજરામાંથી આપણે મુક્ત થવાનું છે.
હરકાંત : તો એ પરલક્ષી રમતો શરુ કરીએ તે પહેલાં આપણે આત્મલક્ષી વાતો કરી લઈએ. મુંબઈથી વ્હેલા કેમ પાછા ફર્યા ?
રાજેન : અમને તો એમ કે પંદર દિવસ તમારા વગર કાઢવા પડશે.
દ્વારકા : તમારા બધાનો રવિવાર નહિ બગડે ને એટલે !
રાજેન : That’s compliment સર ! કેમ દીકરા સાથે નહિં ફાવ્યું.

(દ્વારકાનાથ પળભરને માટે ચોંકે છે...પછી.)

દ્વારકા : અરે એવી શું નાંખી દેવા જેવી વાત કરો છો ? મને મારા દીકરા સાથે નહિં ફાવે ? એ પણ જસ્ટીસ દ્વારકાનાથને ? પણ હું મુંબઈની ધમાલથી અકળાઈ ગયો.
ગુલાબ : પણ સાહેબ, મજા તો આવીને ?
દ્વારકા : હારે, બાદશાહી સ્વાગત કર્યું અનિલે એના પપ્પાનું ! આટલો મોટો થયો છતાં એવો ને એવો જ રહ્યો. સ્ટેશન પર ઉતરતાંની સાથે જ પુછ્યું પપ્પા ! પોંક લાવ્યા !
અરે બાપ બન્યો છતાં મને કહે “પપ્પા હવે તો તમને સૂરત નહિં જ જવા દઉં.”
હરકાંત : એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો.
દ્વારકા : અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો.
ગુલાબ : સાહેબ, બોમ્બેલી શું છે ? કોઈ ડાન્સરનું નામ છે ?
હરકાંત : ના હોટલ છે, મોંઘી હોટલ.
ગુલાબ : એરકંડિશન છે ?
દ્વારકા : ઓફ કોર્સ...
ગુલાબ : સાહેબ, એમાં ફાફડા મળે કે ?
હરકાંત : સાથે ચટણી પણ મળે... બેવકુફને બોમ્બેલીમાં ફાફડા ખાવા છે ?
દ્વારકા : અને બીજે દિવસે અમે એલિફન્ટા ગયા શું ત્યાનું શિલ્પ છે. પોતાની કલ્પનાના ટાંકણા વડે શિલ્પીઓએ પથ્થરને પણ આંસુ સારતા કરી દીધા છે. ઉર્મિના આંસુ !
ગુલાબ : અનિલે રજા કઢાવી હશે બે દિવસની.
હરકાંત : ગુલાબદાસ, તમે અંદર જઈને ભજીયાં બનાવશો.... ઝરમર ઝરમર વરસાદ હોય ને ત્યારે મને ભજીયાં બહુ ભાવે છે. ગરમ ગરમ ભજિયાં ને ચાહ !
ગુલાબ : જી, પ્રોસીક્યુટર સાહેબ, હમણાંજ બનાવી લાવ્યો. ગરમ ગરમ ભજિયાં અને ચાહ !
દ્વારકા : ગુલાબ બધું જ નોકર પાસે તૈયાર કરાવી રાખ્યું છે. જા, લઇ આવ.
ગુલાબ : સાહેબ, ચટણી કઈ લેશો ?
હરકાંત : પેલી બોમ્બેલીવાલી.
રાજેન : અનિલે ભલા તમને આવવા દીધાં ?
દ્વારકા : મેં એમને આપણા રવિવારની રમતની વાત કરી. ત્યારે એણે મને કહ્યું, Old age is second childhood.
(ગુલાબદાસ ચાહ અને ભજિયાં લાવે છે અને બધાને આપે છે.)
દ્વારકા : મિ. પ્રોસીક્યુટર, ગઈ વખતે આપણે કોના પર કેસ કરેલો.
ગુલાબ : માફ કરજો સાહેબ, આ પ્રશ્ન આપે મને પુછવો જોઈએ. ગયે અઠવાડિયે એટલે કે તારીખ... આપણે પ્રેસીડન્ટ જોન્સનના ઉપર કેસ કર્યો હતો.
રાજેન : યસ માય લોર્ડ ? અને સાત્રેની અદાલતે આપેલા ચુકાદા સાથે સહમત થઇ વીએટનામના યુદ્ધ માટે એને તકસીરવાર ઠરાવવામાં આવ્યો હતો.
દ્વારકા : મી.પ્રોસીક્યુટર આ વખતે આપણો આરોપી કોણ છે ?
હરકાંત : સાહેબ, હજી આપણે આરોપીને શોધવાનો છે.
ગુલાબ : સાહેબ, હું સૂચન કરું ?
દ્વારકા : ઓલ રાઈટ.
ગુલાબ : આજકાલ ગાંધી શતાબ્દિ વર્ષ ચાલે છે તો આપણે ગાંધીજીના પર કેસ ચલાવીએ તો કેમ ?
હરકાંત : ધેટસ રાઈટ. આરોપ મારી પાસે તૈયાર છે. ગાંધીજી રાષ્ટ્રના પિતા નહીં પણ હત્યારા હતા.
રાજેન : સાહેબ, આ આરોપ મૌલીક નથી. સેકન્ડ હેન્ડ છે. આચાર્ય રજનીશનો આક્ષેપ તફડાવેલો છો.
દ્વારકા : ગાંધી વોઝ એ ગ્રેટ મેન. કેસ ડીસમીસ.
હરકાંત : તો પછી નહેરૂ પર ચલાવીએ તો કેમ ?
દ્વારકા : નહેરુ બુદ્ધિજીવી હતા. એનું કમભાગ્ય એ હતું કે એ હિન્દુસ્તાનમાં જન્મ્યા હતા ઉલ્ટાનું એમણે હિન્દુસ્તાનની આ બાવન કરોડ અણઘડ અને ગમાર પ્રજા પર કેસ કરવો જોઈએ. વિશ્વાસ ઘાતનો.
હરકાંત : તો પછી...(ત્યાં વરસાદ તૂટી પડે છે અને બારણું ખુલે છે અને વરસાદથી બચવા એક ભિખારી ઘરમાં દાખલ થાય છે.) મળી ગયો, આરોપી મળી ગયો ? આજ આપણો આરોપી. (પેલો ભિખારી ભાગી જવાની કોશિષ કરે છે. હરકાંત એને બોલાવીને પકડી રાખે છે.) અરે દોસ્ત ! ઉભો રહે, ઉભા રહેવામાં તારું જાય છે પણ શું ? આ તો ખાલી ખેલ છે ખેલ ! અમે કોરટ કોરટ રમીએ છીએ ! નાના બચ્ચાં જેમ ઘર ઘર રમે છે ને તેમ ! અમે તારા પર કેસ ચલાવીશું ? (છતાં પણ ભિખારી ભાગી જવાની કોશિષ કરે છે.
ગુલાબ : અરે આ વરસાદમાં ક્યાં જશે તું ? જો તું અહીંઆ ઉભો રહેશે તો હું તને ચા આપીશ, ભજિયાં આપીશ.
હરકાંત : ને ઉપરથી પાંચ રૂપિયા આપીશ. ખોટનો સોદો નથી. મુરખ (પેલો ભિખારી ઉભો રહી જાય છે.) (બધા સ્થિર થઇ જાય છે)
દ્વારકા : (પ્રેક્ષકોને) માનવંતા મિત્રો ! પ્રત્યેક રવિવારે અમે અહીં ભેગા મળીને આ રમત રમીએ છીએ આખી જિંદગી અદાલતને આંગણે પસાર કરી છે અને એટલે આ જગતના નાટક પરત્વે સ્થિતપ્રજ્ઞતાની દ્રષ્ટિ કેળવી અમે સત્યની શોધ કરવાનો યત્ન કરીએ છીએ. રમત ભલે બાલીશ હોય, પરંતુ એનો હેતુ બાલીશ નથી. સત્યના ઉપાસક છીએ આપણે. અને બૌધિક રીતે ચર્ચા કરી, દલીલો કરી, પ્રત્યેક સળગતા પ્રશ્નો પરત્વે આપણે ચર્ચા કરીએ છીએ, અને એ સત્ય પ્રાપ્ત કરવા માટે આપણે અદાલતની રીતરસમને કોરે મુકવી પડે તો મૂકીએ છીએ એટલે કે આપણે બધા ન્યાયાધીશ છીએ. બધા જ સાક્ષી છીએ અને બધાજ વકીલો છીએ. શરત માત્ર એટલી જ છે કે આપણે જેમ હંમેશ રહીએ છીએ, તેમ નિરપેક્ષ રહેવાનું છે, પૂર્વગ્રહથી વંચિત રહેવાનું છે. નાવ લેટ અસ સ્ટાર્ટ. (ઘડિયાળમાં અગિયાર મુકાય છે. જજ રસોડામાંથી પોતાની ચેર પર પ્રવેશ કરે છે.)
રાજેન : માફ કરજો સાહેબ, મારે નથી રમવું.
દ્વારકા : શા માટે નહીં ?
ગુલાબ : અરે ભાઈ, દર રવિવારે તો રમીએ છીએ.
હરકાંત : તને વાંધો શું છે ?
રાજેન : ઈટ ઈઝ સ્ટુપીડ. કેવી સ્થિતિમાં આપણે મુકાઇ ગયા છીએ ? એકવારકોર્ટમાં ઉભા રહેવા માટે આપણે પાંચસો પાંચસો રૂપિયા લેતા. જ્યારે આજે આરોપીને ઉભાં રહેવા માટે સામા પાંચ રૂપિયા આપવા પડે છે.
હરકાંત : વોટ ઓફ ઈટ ? ઘણા વકીલો એવું કરે છે લાઈટમાં આવવા.
રાજેન : પણ મારે નથી રમવું. મારે લાઈટમાં નથી આવવું તમે મને રમવા માટે ફોર્સ નહીં પાડી શકો.
દ્વારકા : ઓલ રાઈટ, તારે નહિં રમવું હોય તો નહીં રમ, Why do you get excited. પ્રોસીડ મી. પ્રોસીક્યુટર.
હરકાંત : યસ માય લોર્ડ. આપણી રમતમાં તો બધાં જ જજ, બધાં જ વકીલ એટલે ચાલશે. State (સ્ટેટ) Vs (વરસીસ) (ઉભેલા આરોપીને) એય તારું નામ શું છે ? (ભિખારીને ભજિયું બતાવે છે.) હું તારું નામ પૂછું છું નામ ! (ભિખારી ચાહ બતાવે છે.) ઓ કે. આરોપી મિસ્ટર ભજિયાદાસ ચાહવાલા. આપના ઉપર એક અત્યંત ગંભીર આરોપ છે. આ દરિદ્ર અને માસુમ દેખાતા ઇસમે ઈન્સાનિયત પર કલંક લગાડતું હિચકારુ કૃત્ય કર્યું છે. અને તા..... ની સાંજે, તેની પત્ની બાઈ ગંગાનું નિર્દયતાપૂર્વક ખૂન કર્યું છે, આથી I.P.C. ની કલમ ૨૯૯, ૩૦૦, ૩૦૧ હેઠળ તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસ દિવા જેટલો ચોખ્ખો છે, માય લોર્ડ ! એટલે આ નર રાક્ષસને સખતમાં સખત શિક્ષા કરવા, આપ નામદારને અરજ કરું છું. Please your worship.
હરકાંત : આરોપી મિ. ચાહવાલા, તમને આરોપ મંજૂર છે ? (ભિખારી બોલતો નથી.)
ગુલાબ : સાહેબ પૂછે છે, તેનો જવાબ આપો ?
હરકાંત : સાઈલન્સ ઈઝ હાફ ક્નસેન્ટ માય લોર્ડ !

(રાજેન રમતમાં દાખલ થતાં)

રાજેન : Not in the court of low, Mr Prosecuter !
હરકાંત : Who are you ?
રાજેન : આઈ એમ ડીફેન્સ કાઉન્સીલ રાજેન મહેતા, આ આરોપી મારો અસીલ છે.
હરકાંત : હું મારા સાક્ષી તરીકે.........
ગુલાબ : (વચ્ચેથી) સાહેબ, એક મિનિટ. (ગુલાબદાસ ચિઠ્ઠીઓ બધાને આપે છે. જેમાં સાક્ષી તરીકે હરકાંતનું નામ આવે છે. બોલાય છે.)
દ્વારકા : (ચિઠ્ઠી ખોલતાં) મિ. હરકાંત.
હરકાંત : સાહેબ, દર વખતે મારો જ વારો.
દ્વારકા : મિસ્ટર હરકાંત, (ગુસ્સે થઈને) Swear him. અરે, પણ ગીતા પર હાથ મુકીને નહિં. કૃષ્ણ ભગવાનને ગીતા કોર્ટમાં સોગંદ ખાવા માટે નથી લખી, પણ તમે સત્ય અને ન્યાયના સોગંદ ઉપર કહો, કે હું જે પણ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કશું જ નહિ.
હરકાંત : (ભિખારી તરફ નજર પડતાં, એકીટસે જોતાં) સાહેબ ! આ રમત બંધ કરી છે. આ આરોપી કોઈક જાદુગર લાગે છે. એની આંખમાં કંઇક એવું છે જે મને સત્ય કહેવાની ફરજ પાડે છે.
દ્વારકા : તમારે સત્ય જ કહેવાનું છે. સત્ય કહેવામાં વળી ડર કેવો ?
હરકાંત : પણ નામદાર અદાલતી સત્ય નહિ પણ હોલ ટ્રુથ, નિર્ભેળ સત્ય ! એક એવું સત્ય કે જેને આત્મલક્ષીયતા અને પરલક્ષીયતાના વાડા નથી, જે પરમ સત્ય છે, ને સત્ય તો કાચા પારા જેવું છે, નામદાર ! પચાવીએ નહિ તો અંગે અંગ ફુટી નીકળે.
દ્વારકા : ભલે સત્ય ગમે તેવું હોય, તેમનો સામનો કરવો જ જોઈએ. Come on, Don’t disturb the game. (ડોન્ટ ડીસ્ટર્બ ધ ગેમ.)
હરકાંત : પણ સાહેબ, આ રમત રમત નથી રહેતી.
દ્વારકા : Proceed.
(હવે ગુલાબ સરકારી વકીલ બને છે.)
ગુલાબ : વેલ મિસ્ટર હરકાંત, આપ આરોપીને (ભિખારીને બતાવતાં) કેટલા વખતથી ઓળખો છો ?
હરકાંત : હું આ આરોપીને છેલ્લા ચોપ્પન (૫૪) વર્ષથી ઓળખું છું. બારમાં હમે રોજ ભેગા મળતા.
ગુલાબ : પ્રોહીબીશન પહેલાંની વાત કરો છો ?
હરકાંત : બાર મીન્સ કોર્ટ. આરોપી પબ્લિક પ્રોસીક્યુટર હતો. અમારા કુટુંબ સાથે એના પિતાનો જુનો નાતો હતો.
ગુલાબ : આરોપીના પિતા એક પ્રસિદ્ધ વકીલ હતા ખરું ?
હરકાંત : જી, હા. એ અત્યંત ધનવાન પિતાનો એકનો એક પુત્ર હતો.
ગુલાબ : આ આરોપીને આપ બચપણથી જ ઓળખતા હશો?
હરકાંત : જી, હા.
ગુલાબ : એના સ્વભાવ પર કંઇક પ્રકાશ ફેંકી શકશો ?
હરકાંત : તે એક અત્યંત શાંત અને સુશીલ કિશોર હતો.
ગુલાબ : તો તો તમે એક જ શાળામાં ભણ્યા હશો.
હરકાંત : જી હા, એનો નંબર પહેલો આવતો અને મારો બીજો.
ગુલાબ : તો તો તમારી અને એની વચ્ચે સ્પર્ધા ચાલતી હશે ખરું ?
હરકાંત : હા, એને હરાવવા હું ખૂબ કોશિષ કરતો, એની ઉપર ચિઢાતો. હું આખો દિવસ વાંચ્યા કરતો જ્યારે એ.....પિક્ચર જોતો, પિકનિકમાં જતો, ડિબેટમાં બોલતો, છોકરીઓ સાથે ફર્યા કરતો છતાં...... આસાનીથી પહેલો આવતો.
ગુલાબ : એમનામાં કોઈકવાર હિંસક વૃતિ કે એવું કંઈક જોયું હતું ખરું ?
હરકાંત : જી, હા. એ જ્યારે પહેલો આવતો ત્યારે ખૂબ ખૂબ રોષે ભરાતો અને પરિણામપત્રકને ફાડી નાંખતો એ ધૂની હતો. એ હંમેશા સફળ થતો. ખૂબ સહેલાઈથી સફળ થતો ત્યારે ખૂબ ગુસ્સે થતો.
ગુલાબ : મોટા થયા પછી એ ધૂન તમે એમનામાં જોઈ હતી ખરી ?
હરકાંત : જી, મેં એને એકવાર સફળ થયેલાં કેસનાં પુરસ્કાર તરીકે મળેલી ગંજાવર રકમને સિગરેટના લાઈટર વડે સળગાવી દેતા નજરો નજર જોયો હતો.
ગુલાબ : This exactly shows my lord ! કે આરોપી પાગલ હતો પાગલપણાના અંચળા હેઠળ તેણે એની પત્નીનું ખૂન કર્યું. (રાજનને) Your witness.
રાજેન : (રાજન આગળ આવતાં) વેલ. મિસ્ટર હરકાંત, તમે હમણાં જ કહ્યું કે આરોપી જ્યારે જ્યારે સફળ થતો ત્યારે ત્યારે તે તેની સફળતાના પ્રતીકને એટલે કે પરિણામપત્રકને યા તો કરન્સી નોટોને ફાડી નાંખતો યા બાળી નાંખતો. શા માટે ? તમે કલ્પના કરી શકો છો ?
હરકાંત : એ સફળતાને ધિક્કારતો હતો. એ ખુદ મને કહેતો હતો કે આઈ લોધ સકસેસ, આઈ ડીટેસ્ટ ઈટ. મારે નિષ્ફળતા જોઈએ છે પણ એ ક્યારેય નિષ્ફળ જતો નહીં, એ લોટરીની ટિકિટ લેતો, ત્યારે પણ એનો નંબર અચૂક લાગતો.
રાજેન: ધેટ મીન્સ કે ઘેટાના શરીર ઉપર જેમ વાળ ઉગે તેમ આપોઆપ તેને સફળતા મળતી ખરું ?
હરકાંત : જી, એવું જ પણ કમનસીબે એ સફળતાથી ખુશ નહોતો થતો, બલ્કે ચિઢાતો, સફળ થવું એના વશમાં નહોતું , પરંતુ એનું નસીબ જ એવું હતું કે.... જ્યાં હાથ નાંખે ત્યાં પાસા પોબાર પડતા.....
રાજેન : એનું લગ્નજીવન કેવું હતું ?

{

હરકાંત : સુખી, અત્યંત સુખી. એની પત્ની એને ખુબ જ ચાહતી. એ સ્વરૂપવાન હતી. એનું જીવન સુખી દાંપત્ય જીવનના પ્રતીકરૂપ હતું. બે વાસણો સાથે રાખીએ તો કોકવાર ખખડે યે ખરા, પણ આ પતિ પત્ની વચ્ચે મેં ક્યારેય ઝઘડો થતો જોયો નથી કે સાંભળ્યો નથી.
રાજેન : ધેટસ ઓલ માય લોર્ડ, આરોપી જેવી અત્યંત સુખી અને સફળ વ્યક્તિ પોતાની પત્નીનું ખૂન શા માટે કરે ? (બેસી જાય છે.)
દ્વારકા : Any more questions
ગુલાબ : (આગળ આવતાં) yes sir, તમે હમણાં જ કહ્યું કે આરોપી, આપોઆપ મળતી સફળતાને ધિક્કારતો હતો ખરું ?
હરકાંત : જી, હા.
ગુલાબ : તમે એમ પણ કહ્યું કે એનું લગ્ન જીવન અત્યંત સુખી હતું ખરું ?
હરકાંત : That was a fact, sir.
ગુલાબ : This means. કે એ એના લગ્નજીવનને પણ ધિક્કારતો હતો ખરું ?
હરકાંત : (જલ્દીથી) yes sir-
ગુલાબ : તમે ક્યાંથી જાણો ?
હરકાંત : જી, એણે જ મને કહ્યું હતું.
ગુલાબ : શું કહ્યું હતું ? ક્યારે કહ્યું હતું ?
હરકાંત : તારીખ ચોથીની રાત્રે બાર વાગ્યે એ મારા મકાન પર આવ્યો. એના ચહેરા પર અસહ્ય વેદના હતી. એની આંખોમાં અસીમ વિષાદ હતો, એણે મને કહ્યું, હરું, હું એમાં પણ સફળ થયો. “મેં પૂછ્યું, શેમાં ?” મારી પત્નીની કતલ કરવામાં ? મેં પુછ્યું, શા માટે, શા માટે તે એનું ખૂન કર્યું ? એણે મને કહ્યું, “મારા જીવનમાં આવી પડતી સફળતાથી હું કંટાળી ગયો હતો. સફળતાને હું ધિક્કારતો હતો, નિષ્ફળતાને હું ઝંખતો હતો. મારી જિંદગી સિધ્ધી સપાટ હતી, મરીનડ્રાઈવની ફૂટપાથ પર જડાયેલી બત્તીની હારમાળા જેવી સીધી, સપ્રમાણ. મારે એ જિંદગીમાં કાંઇક અવરોધ જોઈતો હતો. નિષ્ફળતાની મને ઝંખના હતી. મને થયું, મારી પત્ની કે જેને હું ખૂબ જ ચાહતો હતો. તેનું ખૂન હું કઈ રીતે કરી શકું ? હું કદી ન કરી શકું. એમાં હું જરૂર નિષ્ફળ જઈશ. પણ, નહિં. હરકાંત ! હું એમાં પણ સફળ થયો. એમાં પણ સફળ થયો.

(હરકાંત ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુલાબ પાણી આપે છે.)

દ્વારકા : Next witness !

(હરકાંત આંખો લુછતો બહાર નીકળે છે. રાજન પીંજરામાં દાખલ થાય છે.) સ્વેર હીમ.

રાજન : (આરોપી તરફ જોતાં) હું સત્યને ન્યાયનાં સોગંદ ઉપર કહું છું કે હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કંઈ નહિં.
દ્વારકા : (હરકાંત તરફ જોતાં) પ્રોસીડ મીસ્ટર Prosecutor.
હરકાંત : Yes, my lord ! (રાજનને) આપ આરોપીને ઓળખો છો ?
રાજેન : જી, હું જ્યારે વકીલાત કરતો હતો ત્યારે એ મારો અસીલ હતો. સરકારી ખાતામાં સારો હોદ્દો ધરાવતો હતો ?
હરકાંત : બીજા શબ્દમાં કહીએ તો કાયદો અને વ્યવસ્થાનું તમે બન્ને જણા રક્ષણ કરતા હતા ખરું ?
રાજેન : એ અમારી ફરજ હતી.
હરકાંત : અને આ કાયદાના રાખણહારે ખુદ એની પત્નીને ભરખી લીધી.
રાજેન : એમાં વાંક એનો ન હતો.
હરકાંત : ત્યારે કોનો હતો ?
રાજેન : એની પત્નીનો હતો. એ એક માનસશાસ્ત્રીય રોગથી પીડાતી ઔરત હતી.
હરકાંત : તમે કઈ રીતે કહી શકો ?
રાજેન : એ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલી હતી. અદાલતમાં અનેક કેસ એના ઉપર થયા હતો, અને હરહંમેશ હું એનો વકીલ રહ્યો હતો.
હરકાંત : કોઈકવાર તેને સજા થઇ હતી ખરી ?
રાજેન : (કરડાકીથી) સરકારી વકીલો એની વિરુદ્ધના આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.
હરકાંત : કેવા કેવા આરોપો હતા એના ઉપર ?
રાજેન : ફર્સ્ટ ક્લાસ ક્રાઈમ્સ, જેવા કે ચોરી, ફોર્જરી, મિસએપ્રોપીએશન...અને....ખૂન !
હરકાંત : કોનું ખૂન !
રાજેન : એના પતિનું ખૂન ! એની ગુનાહીત પ્રવુતિથી એનો પતિ ત્રાસી ગયો હતો. એની સમાજમાં કંઈ પ્રતિષ્ઠા હતી. ડીગ્નીટી હતી, ક્યાં એને ઢાંકે ? એ, એનાથી તંગ આવી ગયો હતો. ખૂન થયું તે દિવસે એને એણે ખુબ જ ઠપકો આપ્યો, ખુબ બોલાચાલી થઇ. એણે તેણીને કાયદાને હવાલે કરી દેવાની ધમકી પણ આપી, પરંતુ પાગલ થઇ ગયેલી તેની પત્ની એ સહન ન કરી શકી ? એને હાથમાં ચાકુ લઇ એ ધસી આવી, એનાં પતિએ સ્વબચાવમાં એનો હાથ પકડ્યો, પરંતુ એ જ ચાકુ એની પત્નીનાં જ સીનામાં ખૂંપી ગયો. (હરકાંત વિચારમાં પડી જાય છે.)
દ્વારકા : Any more questions !
હરકાંત : નો સર, your witness. (ગુલાબદાસ તરફ ફરીને)
ગુલાબ : (ગુલાબ બચાવપક્ષનો વકીલ બને છે) આપ ક્યાં રહો છો ?
રાજેન : ચેતના સોસાયટી, બંગલો નં. ૬.
ગુલાબ : એટલે કે આરોપીનાં નજીકનાં જ બંગલામાં ?
રાજેન : જી, હા.
ગુલાબ : આરોપીની પત્નીને આપે જોઈ હતી ખરી ?
રાજેન : જી, ના. મેં એ બાઈને જીવતી તો ક્યારેય જોઈ ન હતી ?
ગુલાબ : નજીકમાં રહેતા હોવા છતાં ?
રાજેન : જી, હા. મેં એને કદીએ બંગલાની બ્હાર નીકળતી જોઈ નથી. એની બ્હેનપણીઓ સ્ત્રી મંડળમાં આવવાનું કહેતી, ત્યારે, એ ના કહેતી.
ગુલાબ : શા માટે ?
રાજેન : એ કહેતી કે ઘરના કામકાજમાંથી ફુરસદ જ નહોતી મળતી. પાંચ પાંચ છોકરાઓની પળોજણમાંથી એ ઊંચી ન્હોતી આવતી.
ગુલાબ : ઓહ ! આરોપીએ ફેમીલી પ્લાનીંગ નહોતું કર્યું ?
હરકાંત : I object my lord !
દ્વારકા : That is his business.
ગુલાબ : Well, તમે રાતના આરોપી સાથે અનિયમિત રીતે કલબમાંથી પાછા ફરતા ત્યારે ઘરનું બારણું કોણ ખોલતું ?
રાજેન : એની પત્ની.
ગુલાબ : દિવસે એ બહાર નહોતી જતી. રાત્રે ઘરમાં જ રહેતી, તો મને કહેશો કે એ ચોરી, ફોર્જરી, મિસએપ્રોપ્રીએશન ક્યારે કરતી ? (રાજન જવાબ આપી નથી શકતો.)
ગુલાબ : બેંકમાં એના નામનું કોઈ ખાતું હતું ?
રાજેન : જી, ના.
ગુલાબ : તો પછી, આ બધા ગુનાઓ કોણ કરતું?
રાજેન : આરોપી !....આરોપી ખુદ અ બધા ગુનાઓ કરતો, એ ચોરી કરતો, ફોર્જરી કરતો. મિસએપ્રોપ્રીએશન કરતો, પણ એના પ્રત્યેક કૃત્ય વખતે એનું અંતર ડંખતું. અને બીજી જ પળે, એ વિચાર કરતો હું આવું કંઈ રીતે કરી શક્યો ? જરૂર આવા ખરાબ કર્મો મેં નથી કર્યા, એનું અંતર પોકાર પાડી પાડીને પૂછતું કોણે આ ખૂન કર્યું ? કોણે કર્યા આવા કાળા કર્મ ? એનું ચિત્ત બહાવરું બની જતું તે વિહવળ થઈને જતો, પોતાના ગુનાઓ બીજાના પર ઓઢાડવા માટે એ ફાંફા મારતો, કોણે કર્યા આવા અધમ અપરાધો. હા...મારી પત્નીએ કર્યા એને એના મનને જવાબ આપ્યો, અને એણે એની પત્નીને ટોર્ચર કરવા માંડી. પોતે કરેલા ગુનાઓની શિક્ષા તે પત્નીને કરતો. જેમ ગુનાની માત્રા વધતી ગઈ ટોર્ચર વધતું ગયું, અને એકવાર અત્યંત કમકમાટી ઉપજાવે એવો અપરાધ એણે કર્યો. એક શ્રીમંત વિધવાની અઢળક સંપત્તિ એણે ફોર્જરી કરી તફડાવી લીધી. એના હૈયામાંના ન્યાયના તત્વે શિક્ષા કરી. આ અપરાધની એક જ શિક્ષા છે, અને તે છે મોત...અને એ સજાનો અમલ એણે એની પત્ની પર કર્યો. અંતે પત્નીને રહેંસી નાંખી.

(બધા જ દિગમુઢ થઇ રહે છે. અચાનક આરોપી બધાના તરફ જોતો પાંજરામાંથી બહાર આવે છે. બધા એને ઘેરી વળે છે. ગભરાતો ગભરાતો એ પાણી પીવાની ઈશારત કરે છે. ગુલાબ એને પાણી આપે છે. પેલો મોં લુછતો લુછતો ભિખારી તેની જગ્યા પર ઉભો રહે છે.)

દ્વારકા : Next Witness (જજ ભણી જોતાં ગુલાબ આગળ આવે છે.) પ્રોસીડ મી. પ્રોસીક્યુટર.
હરકાંત : તમે આ આરોપીને કેટલા વખતથી ઓળખો છો ?
ગુલાબ : હું એને ચોપ્પન વર્ષથી ઓળખું છું. એની જીવનની પ્રત્યેક પળોનો હું સાક્ષી છું. એ એક નાનકડી અદાલતનો કારકુન હતો, “ક્લાર્ક ઓફ ધી કોર્ટ”.
હરકાંત : એને કેટલા સંતાન હતા ?