ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિલાભ ઉપાધ્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભક્તિલાભ (ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘ભક્તિપોષણ’
|next =  
|next = ભક્તિવિજય
}}
}}

Latest revision as of 10:33, 2 September 2022


ભક્તિલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), ૧૮ કડીનું ‘જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ.), ૧૫ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’, ૧૮ કડીનું ‘સીમંધર જિનસ્તવન/સીમંધર સ્વામી વિનંતી-છંદ’, ‘કલ્પાંતરવાચ્ય’, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા’, ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘શીલ/શીલોપરી-ગીત’, ‘ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું ‘પંચતીર્થિનું સ્તવન’ (મુ.) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વસ્તવન’ જેવી સંસ્કૃત કૃતિની પણ રચના કરી છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪-‘ભક્તિલાભોપાધ્યાય કા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. રાહસૂચી : ૧; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]