ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર-૫'''</span> [ઈ.૧૮૦૪માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. લોંકાશાની પરંપરામાં લક્ષ્મીચંદના શિષ્ય. બાળપણમાં માતાવિહીન બની દેશાંતર સેવનાર તેજસારકુમારન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામચંદ્ર-૪
|next =  
|next = રામચંદ્ર-૬
}}
}}

Latest revision as of 06:24, 10 September 2022


રામચંદ્ર-૫ [ઈ.૧૮૦૪માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. લોંકાશાની પરંપરામાં લક્ષ્મીચંદના શિષ્ય. બાળપણમાં માતાવિહીન બની દેશાંતર સેવનાર તેજસારકુમારના અદ્ભુતરસિક જીવનપ્રસંગોનું આલેખન કરતો, પંરપરાગત છતાં વિવિધ વીગતપ્રચુર વર્ણનો, અવારનવાર ગૂંથાતાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી સુભાષિતોથી તેમ જ ભાષામાં ક્વચિત નજરે પડતી-મરાઠીની છાંટથી ધ્યાન ખેંચતો, ૧૦૯ ઢાળનો ‘તેજસારનો રાસ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, ભાદરવા સુદ ૫; મુ.) અને ૫ કડીના ૧ પ્રભાતિયા (મુ.)ના કર્તા. કૃતિ : ૧. તેજસારનો રાસ, પ્ર. મોતીચંદ કે. વાંકાનેરવાલા, ઈ.૧૯૦૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]