ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસિંહ-વરસિંહ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરસિંહ/વરસિંહ'''</span> [ઈ.૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ‘ઉષાહરણ’(લે.ઈ.૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વીરસાગર-૧ | ||
|next = | |next = વીરસિંહશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 04:53, 17 September 2022
વીરસિંહ/વરસિંહ [ઈ.૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ‘ઉષાહરણ’(લે.ઈ.૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અનુમાન થયું છે. ભાગવતની ઉષા(ઓખા) વિષયક કથામાં વધારાઘટાડા કરી મુખ્યત્વે-દુહા-ચોપાઈમાં રચાયેલું એમનું ૧૦૦૦ પંક્તિનું ‘ઉષાહરણ’ કાવ્ય આ વિષયનાં અત્યારે ઉપલબ્ધ ગુજરાતી કાવ્યોમાં પહેલું છે એ દૃષ્ટિએ તો નોંધપાત્ર છે, પરંતુ વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી શૃંગાર-વીરની સારી જમાવટ, એમાંની સંસ્કૃતાઢ્ય પ્રૌઢ ભાષા વગેરે તત્ત્વોને લીધે કાવ્યત્વની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ છે. કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૩૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. મુપુગૂહસૂચી.[ચ.શે.]