ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’'''</span> : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને ૨૦ ગુજરાતીમિશ્ર ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શવજી-શિવજી | ||
|next = | |next = શંકર | ||
}} | }} |
Latest revision as of 15:50, 17 September 2022
‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’ : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને ૨૦ ગુજરાતીમિશ્ર ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ કૃતિ(મુ.) ‘બિલ્હણપંચાશિકા’ની પૂર્તિ તરીકે યોજાયેલી છે. આ કૃતિ કવિ ભૂવરની મૂળ સંસ્કૃત કૃતિ ‘શશિકલા-પંચાશિકા/બિલ્હણ-પંચાશત્પ્રત્યુત્તરમ્નરેન્દ્રતનયાસંજલ્પિતમ્’ (ર.ઈ.૧૫૪૫)ને આધારે રચાયેલી છે. ‘બિલ્હણ-પંચાશિકા’માં બિલ્હણના શશિકલા સાથેના શૃંગારાનુભવનું સ્મૃતિ રૂપે થયેલું ઉન્માદક ચિત્રણ છે, તો આ કાવ્યમાં શશિકલા નાયક સાથેના પોતાના વિહારનું સ્મૃતિમધુર ચિત્ર આલેખે છે. એમાં નાયકના રૂપવર્ણન ઉપરાંત જુદાજુદા પ્રસંગોના ચાતુરીભરેલા, કૌતુકમય પ્રણયવ્યવહારોનું નિરૂપણ છે ને કદાચ સ્ત્રીની આ ઉક્તિ હોઈ શૃંગારની માર્દવભરી સુરુચિપૂર્ણ સંયમિત અભિવ્યક્તિ થયેલી છે. ધ્રુવપંક્તિની જેમ વારંવાર આવતો “વાર વાર સંભારું તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ” એ ઉદ્ગાર શશિકલાની ઘનિષ્ઠ પ્રીતિનો અભિવ્યંજક બને છે. [ભો.સાં.]