ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શોભામાજી-‘હરિદાસ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શોભામાજી/‘હરિદાસ’'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.ઈ.૧૭૨૨)ના પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે....")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શોભાચંદ
|next =  
|next = ‘શૃંગારમંજરી’
}}
}}

Latest revision as of 05:05, 18 September 2022


શોભામાજી/‘હરિદાસ’ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.ઈ.૧૭૨૨)ના પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે. ક્યારેક ‘શોભા’ કે ‘શોભા હરિદાસ’ નામછાપ પણ મળે છે. આ કવયિત્રીએ ભાગવતની લીલાઓના પ્રકરણવાર અને અધ્યાયવાર સાર આપતાં ૧૩ ધોળ, નવરાત્રિના ૧૫ ગરબા તેમ જ વલ્લભાચાર્ય, વિઠ્ઠલનાથજી અને શ્રીનાથજીનાં ધોળ (સર્વ મુ.)ની રચના કરી છે. ભાગવતના ધોળમાં કવિનું સંસ્કૃતનું જ્ઞાન તથા ગરબામાં એમની રસશાસ્ત્રની જાણકારી દેખાય છે. કૃષ્ણભક્તિનું નિરૂપણ કરતો ૩૬ કડીનો ‘કક્કો’ પણ તેમની પાસેથી મળ્યો છે. કૃતિ : *૧. નવરાત્રના ગરબા, સં. કાશીરામ ક. શાસ્ત્રી, માંગરોળ,-; ૨. વૈષ્ણવી ધોળપદસંગ્રહ, સં. કે. કા. શાસ્ત્રી,-. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભકવિઓ; ૪. પુગુસાહિત્યકારો;  ૫. ગૂહયાદી. ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.[ર.સો.]