ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજસુંદર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજસુંદર-૧'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રત્નસમુદ્રના શિષ્ય. રાસ, સંવાદ, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપે આ કવિએ વિ...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સહજસુંદર
|next =  
|next = સહજાનંદ
}}
}}

Latest revision as of 11:57, 21 September 2022


સહજસુંદર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રત્નસમુદ્રના શિષ્ય. રાસ, સંવાદ, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપે આ કવિએ વિપુલ સર્જન કર્યું છે. મુખ્યત્વે જૈનધર્મને બોધ કરવાના હેતુથી રચાયેલી હોવા છતાં એમની રાસકૃતિઓ દૃષ્ટાંતાદિ અલંકારો ને વર્ણનતત્ત્વથી તથા નિરૂપણની ચુસ્તતાથી ધ્યાન ખેંચે છે. શ્વેતાંબિકા નગરીનો પરદેશી રાજા ચિત્રસાર પ્રધાનના પ્રયત્નથી કેશી ગણધર નામના જૈન મુનિના સંપર્કમાં આવી કેવી રીતે અધર્મમાંથી ધર્મ તરફ વળે છે એનું આલેખન કરતો, દુહા, ચોપાઈ ને ઢાળના બંધવાળો ૨૧૨/૨૪૩ કડીનો ‘પરદેશી રાજાનો રાસ’(મુ.), રાજપુત્ર શુકરાજ અને રાજકુંવરી સાહેલી વચ્ચે વિલક્ષણ રીતે થયેલાં પ્રેમ અને પરિણયની કથાને આલેખતો દુહા-ચોપાઈની ૧૬૦ કડીનો ‘સૂડા-સાહેલી/શુકરાજસાહેલી-રાસ’(મુ.), રાજકુમાર રત્નસાર પોતાના મિત્ર સૂડાની મદદથી વિદ્યા પ્રાપ્ત કરી કેવાં સાહસ ને શૌર્યનાં કાર્યો કરે છે તેને આલેખતો દુહા-ચોપાઈની ૩૦૮/૩૧૩ કડીનો ‘રત્નસારકુમાર-રાસ/રત્નસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૦; મુ.), પ્રધાન તેતલિ પુત્રના ચરિત્રને આલેખતો ૨૬૦ કડીનો ‘તેતલિપુત્ર/તેતલિમંત્રીનો રાસ’ (ર.ઈ.૧૫૩૯; મુ.), જંબૂસ્વામીના મુક્તિકુમારી સાથેના લગ્નને આલેખતો રૂપકાત્મક શૈલીવાળો ૬૪ કડીનો ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૧૬; મુ.), ૩૦/૩૧ કડીનો ‘ઇલાતીપુત્ર-રાસ’ (ર.ઈ.૧૫૧૪/સં.૧૫૭૦, જેઠ વદ ૯; મુ.), ૭૫/૮૭ કડીનો ‘ઇરિયાવહી વિચારરાસ’(મુ.), ‘ઋષિદત્તા મહાસતી-રાસ’ (ર.ઈ.૧૫૧૬) ૧૫૫/૧૫૯ કડીનો ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૫૩૬) અને ૭૧/૧૦૧ કડીનો ‘આત્મરાજ-રાસ’ (ર.ઈ.૧૫૨૮) એમની આ પ્રકારની કૃતિઓ છે. એ સિવાય પ્રભુદર્શનમાં કોનું મહત્ત્વ વિશેષ એના આંખ અને કાન વચ્ચે પડેલા વિવાદને આલેખતો તોટક છંદમાં રચાયેલો ‘આંખકાન-સંવાદ’, ૨૫ છપ્પાનો ‘યૌવનજરા-સંવાદ’, સ્થૂલિભદ્રના ચરિત્રને વિવિધ છંદોમાં વર્ણવતો ૪૦૧ કડીનો ‘ગુણરત્નાકર/સ્થૂલિભદ્ર-છંદ’ (ર.ઈ.૧૫૧૬), ૧૪ કડીનો ‘સરસ્વતી માતાનો છંદ’(મુ.), ૩૪ કડીની ‘જઈતવેલિ’, ૧૮ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.), ૧૭ કડીની ‘શાલિભદ્રની સઝાય’(મુ.) તથા બીજી અનેક નાની કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧. કવિ સહજસુંદરની રાસકૃતિઓ, સં. નિરંજના એ. વોરા, ઈ.૧૯૮૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈસમાલા(શા) : ૨; ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ તથા જાન્યુ.-જુલાઈ ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગપુરા; ૧૦. જૈગૂકવિઓ : ૩(૧); ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]