26,604
edits
(Created page with "<poem> તડકોતોફોરમતુંફૂલ મારાવ્હાલમા! તડકોતોચાંદાનુંમૂલ. તડકોતોસૂરજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
તડકો તો ફોરમતું ફૂલ | |||
મારા વ્હાલમા! તડકો તો ચાંદાનું મૂલ. | |||
તડકો તો સૂરજનું સ્મિત | |||
મારા વ્હાલમા! તડકો ગગનનું ગીત. | |||
તડકો તો આભલાની આંખ | |||
મારા વ્હાલમા! તડકો તો વાદળીની પાંખ. | |||
તડકો તો વ્યોમ કેરી વાણી | |||
મારા વ્હાલમા! તડકો તો અનંત કેરી કહાણી. | |||
તડકો તો તારલાની મ્હેક | |||
મારા વ્હાલમા! તડકો તો તેજ કેરી ગ્હેક. | |||
તડકો તો લીલોછમ મોલ | |||
મારા વ્હાલમા! તડકો તો ઢબકંતો ઢોલ. | |||
તડકો તો દહાડાનો દેહ | |||
મારા વ્હાલમા! તડકો મુશળધાર મેહ. | |||
તડકો તો નદીયુંનું નીર | |||
મારા વ્હાલમા! તડકો તો જંગલનું ચીર. | |||
તડકો તો અંધારું ખાય | |||
મારા વ્હાલમા! તડકો તો મૃગજળમાં ન્હાય. | |||
તડકો તો તૂટેલું તરણું | |||
મારા વ્હાલમા! તડકો તો રૂમઝૂમતું ઝરણું. | |||
{{Right|[‘વટવૃક્ષ’ માસિક :૧૯૭૩] | તડકો તો સાંજ ને સવાર | ||
}} | મારા વ્હાલમા! તડકો તો પતઝડ ને બહાર. | ||
તડકો ન કોઈ દિયે ચેહ | |||
મારા વ્હાલમા! તડકો જો પરખો તો નેહ. | |||
તડકો ન આજ અને કાલ | |||
મારા વ્હાલમા! તડકો તો વણથંભી ચાલ. | |||
તડકો ન તારો-ન મારો | |||
મારા વ્હાલમા! તડકો તો આપણો સહારો. | |||
તડકો તો આપણો આ શ્વાસ | |||
મારા વ્હાલમા! તડકો તો જીવતરની આશ. | |||
{{Right|[‘વટવૃક્ષ’ માસિક : ૧૯૭૩]}} | |||
</poem> | </poem> |
edits