સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/સમુદ્રનાં મોજાંનો લય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:

{{Poem2Open}}
{{Poem2Open}}
જુલાઈ મહિનામ્ાાં ઉમાશંકરભાઈનો જન્મદિવસ. તેમના છેલ્લા જન્મદિવસે મોડી સાંજે હું, કાતિર્ક, યોગેશ અને પરેશ વર્ષાભીની હવામાં રસ્તા પરના ખાબોચિયાંનું સ્કૂટરથી પાણી ઉડાડતાં ઉડાડતાં તેમના ઘરે પહોંચેલા. અમે પહોંચ્યા ત્યારે દિવસના છેલ્લા મુલાકાતી ભોળાભાઈ નીકળવાની તૈયારીમાં હતા. ઉમાશંકરભાઈને તે દિવસે ઠીક ન હતું, ઝીણો તાવ હતો. કૅન્સર ડિટેક્ટ નહોતું થયું પણ તેની અસરની શરૂઆત થઈ હશે. માંદગીથી અને આખો દિવસ ચાલેલી શુભેચ્છકોની અવરજવરથી થાકેલા હતા. પથારીમાં બ્રાઉન કલરની શાલ ઓઢીને બેઠા હતા. થાક્યા હતા, પણ અમે આવ્યા તે તેમને ગમ્યું. દાદા આખા દિવસ પછી પૌત્રો સાથે એકલા પડે ને હળવા થાય તેવા હળવા લાગતા હતા. અમે બધા શુભેચ્છા વ્યક્ત કરવા પગે લાગ્યા, તો દરેકને અમારા નામ સાથે શુભેચ્છાઓ લખી ‘સપ્તપદી’ની એક એક ચોપડી આપી.
જુલાઈ મહિનામા ઉમાશંકરભાઈનો જન્મદિવસ. તેમના છેલ્લા જન્મદિવસે મોડી સાંજે હું, કાતિર્ક, યોગેશ અને પરેશ વર્ષાભીની હવામાં રસ્તા પરના ખાબોચિયાંનું સ્કૂટરથી પાણી ઉડાડતાં ઉડાડતાં તેમના ઘરે પહોંચેલા. અમે પહોંચ્યા ત્યારે દિવસના છેલ્લા મુલાકાતી ભોળાભાઈ નીકળવાની તૈયારીમાં હતા. ઉમાશંકરભાઈને તે દિવસે ઠીક ન હતું, ઝીણો તાવ હતો. કૅન્સર ડિટેક્ટ નહોતું થયું પણ તેની અસરની શરૂઆત થઈ હશે. માંદગીથી અને આખો દિવસ ચાલેલી શુભેચ્છકોની અવરજવરથી થાકેલા હતા. પથારીમાં બ્રાઉન કલરની શાલ ઓઢીને બેઠા હતા. થાક્યા હતા, પણ અમે આવ્યા તે તેમને ગમ્યું. દાદા આખા દિવસ પછી પૌત્રો સાથે એકલા પડે ને હળવા થાય તેવા હળવા લાગતા હતા. અમે બધા શુભેચ્છા વ્યક્ત કરવા પગે લાગ્યા, તો દરેકને અમારા નામ સાથે શુભેચ્છાઓ લખી ‘સપ્તપદી’ની એક એક ચોપડી આપી.
તેમના જન્મદિવસ નિમિત્તે ગળ્યું મોઢું કરવા મીઠાઈ ખાધા પછી અમને એક વિચાર આવ્યો કે આ દિવસની યાદગીરી રાખવા કેસેટ પર તેમની કવિતા રેકોર્ડ કરીએ. કેસેટ-પ્લેયર તો ઘરમાં સામે જ પડ્યું હતું, તેથી જેમ સુથારનું મન બાવળિયે તેમ મારું મન ત્યાં ચોંટેલું હતું. થાક અને તબિયતને હિસાબે તેમણે રેકોડિર્ંગ કરવાની ના પાડી. પણ પછી અમારી હઠ સામે તેમનું ચાલ્યું નહીં—તેમાં વળી નંદિનીબહેનનો આગ્રહ પણ ભળ્યો. અંતે તેઓ તૈયાર થયા. કેસેટ-પ્લેયરની સિસ્ટમ નવી હતી તેથી તેના ઓપરેશનમાં થોડી તકલીફ પડી. લાગ્યું કે ઉમાશંકરભાઈ માંડ તૈયાર થાય છે ત્યાં કેસેટ-પ્લેયરે વ્યવધાન ઊભું કર્યું! એક દહેશત હતી કે હાથમાં આવેલી તક સરી તો નહીં જાય? ત્યાં વળી પ્લેયરે યારી આપી. ઉમાશંકરભાઈએ ‘સમગ્ર કવિતા’ હાથમાં લઈ કવિતાપાઠ શરૂ કર્યો. થાક અને માંદગીમાંય અવાજ નિરામય હતો. અમે એક પછી એક કવિતા યાદ કરાવતા જઈએ: ‘રહ્યાં વર્ષો તેમાં’, ‘ગયાં વર્ષો તેમાં’, ‘ધારાવસ્ત્ર’—ને બહાર ખરેખર ઝાપટું પડતું હતું. એ વરસાદના ધધૂડાનો, પવનનો, ભીંજાતી કોયલના ટહુકારનો અવાજ પણ રેકોડિર્ંગમાં ઝિલાયો. ગ્રંથસ્થ ન થયેલી પણ તે ગાળામાં લખેલી ‘ગ્રાંડ કેન્યોન’ પરની છેલ્લી કવિતા પણ તેમાં ઉતારેલી. મને લાગે છે કે તે કદાચ તેમનું છેલ્લું સચવાયેલું રેકોડિર્ંગ છે અને તે પણ તેમના જન્મદિવસનું!

જ્યારે પણ આકાશવાણી સ્ટુડિયોમાં રેકોડિર્ંગ હોય ત્યારે તેમને લેવા-મૂકવા જવાનું. હું લેવા ઘરે પહોંચું ત્યારે તૈયાર જ હોય, ખાલી ચંપલ જ પહેરવાનાં હોય. રસ્તામાં એક દિવસ મેં કહ્યું કે “ ‘મહાભારત’ એ તમારા અને બધાંના રસનો વિષય. તમે તેમાંથી માત્ર પસાર જ નથી થયા પણ પાને પાને રોકાઈ વરસો તેની સાથે ગાળ્યાં છે. તો અમારી પેઢીને તમારી એ દૃષ્ટિનો, અભિગમનો, જ્ઞાનનો લાભ મળે તે માટે તમારા ઘરે મહિને—પંદર દિવસે એક નાની પ્રવચન-બેઠક ગોઠવીએ, રસિક મિત્રોને જાણ કરીએ અને તમારા જ કેસેટ-પ્લેયર પર તેને રેકોર્ડ પણ કરીએ. અમારી શરત માત્ર એટલી જ કે તમે ‘મહાભારત’ પર બોલો.” મારી સ્કીમ તેમને પસંદ આવેલી. થોડી વાર મૌન રહ્યા પછી કહે, “તારી વાત સારી છે. આપણે જરૂર કરશું. વ્યાસનું મારા પર મોટું ઋણ છે. હાથમાં લીધેલાં કેટલાંક કામો પૂરાં થાય પછી બાકીનું જીવન વ્યાસ અને ગાંધીજીના ખોળે જીવવું છે. હું થોડો નવરો પડું પછી આપણે જરૂર કરીએ.”

26,604

edits