સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાસીન દલાલ/નિર્લેપતાના ભીતરમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાંઅમુકપ્રકારનામાણસોનોપરિચયથયાપછીમનમાંઅફસોસથાય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
જીવનમાંઅમુકપ્રકારનામાણસોનોપરિચયથયાપછીમનમાંઅફસોસથાયછેકેઆસંબંધઆટલોમોડોકેમબંધાયો? કેટલોબધોસમયઆપણેઆસંબંધથીવંચિતરહ્યા! પ્રા. રમણપાઠકનુંવ્યક્તિત્વઆપ્રકારનુંછે. એમનોપરિચયમનેછેક૧૯૮૦નાઅરસામાંથયોઅનેએપ્રથમપરિચયગાઢસંબંધમાંફેરવાઈગયો. કદાચ, આમિલનમાટેહુંવર્ષોથીઉત્સુકહતો. કારણ?
કારણસ્પષ્ટહતું. ધર્મગ્રંથોમાંદર્શાવેલીજાતજાતનીમાન્યતાઓવિશે, સમાજમાંપ્રચલિતઅનેકવહેમોવિશેબાળપણથીહુંચીલાચાલુવલણથીકંઈકજુદુંવિચાર્યાકરતોહતો. સામાન્યબુદ્ધિમાંનઊતરેએવીકોઈપણવાતકેમસ્વીકારાય, એવોપ્રશ્નમનમાંસતતઊઠ્યાકરતો. જ્ઞાતિનાનેબીજાસંકુચિતવાડાઓમાંકેદએવાસમાજનેજોઈને, મનુષ્યજીવનનુંગૌરવહણાતુંજોઈનેમનબાળપણથીજવ્યથાઅનુભવતું. પણપછીથતું, હુંજેવિચારુંછુંએબીજાઓકેમવિચારતાનહીંહોય? એમાંરમણભાઈમળીગયા. બરાબરએજવિચારો, પરંપરાસામેનોએજઆક્રોશ.
રમણભાઈનાસુસ્પષ્ટવિચારો, અનેએવીજસ્પષ્ટઆચારધારા. સ્થિતપ્રજ્ઞજેવોસ્વભાવ. નહીંઉશ્કેરાટ, નહીંલાગણીવેડા. સામેગમેતેવોઅંધશ્રદ્ધાળુઆવીચડે, તોયપોતાનીવાતતેનેસમજાવે, દલીલોથીગળેઉતરાવવાપ્રયત્નકરે; સામામાણસનેઉતારીપાડવાનીવૃત્તિનહીં. અનેએબધુંનિર્લેપભાવેકરે. પણબહારનાંઆનિર્લેપવલણનાભીતરમાંતોઆપતિતઅનેગુમરાહસમાજનીઅવદશાજોઈનેભારોભારવ્યથાનેઅનુકંપાઅનુભવે.
સુરતનાદૈનિક‘ગુજરાતમિત્રા’માંરમણભાઈનીકટાર‘રમણભ્રમણ’ ૨૫-૩૦વરસથીચાલેછે, તેમાંબુદ્ધિપ્રામાણ્યવાદ(રેશનાલિઝમ)નાએમનાવિચારોમાટેમોકળુંમેદાનમળ્યું. દક્ષિણગુજરાતનાહજારોવાચકોસુધીતેનીમારફતનવાવિચારોફેલાતાજગયા, અંધશ્રદ્ધાસામેજેહાદચાલતીરહી. આજેગુજરાતમાંવલસાડથીપાલનપુરસુધીઅનેસૌરાષ્ટ્રનેખૂણેખૂણે‘રેશનાલિસ્ટ’ વિચારોધરાવનારાલોકોનોએકનાનકડોવર્ગઊભોથયોછેએનીપાછળરમણપાઠકનીકલમનીપ્રેરણાપણછે.




{{Right|''----------------------''}}
જીવનમાં અમુક પ્રકારના માણસોનો પરિચય થયા પછી મનમાં અફસોસ થાય છે કે આ સંબંધ આટલો મોડો કેમ બંધાયો? કેટલો બધો સમય આપણે આ સંબંધથી વંચિત રહ્યા! પ્રા. રમણ પાઠકનું વ્યક્તિત્વ આ પ્રકારનું છે. એમનો પરિચય મને છેક ૧૯૮૦ના અરસામાં થયો અને એ પ્રથમ પરિચય ગાઢ સંબંધમાં ફેરવાઈ ગયો. કદાચ, આ મિલન માટે હું વર્ષોથી ઉત્સુક હતો. કારણ?
કારણ સ્પષ્ટ હતું. ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઈક જુદું વિચાર્યા કરતો હતો. સામાન્ય બુદ્ધિમાં ન ઊતરે એવી કોઈ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઈને, મનુષ્યજીવનનું ગૌરવ હણાતું જોઈને મન બાળપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થતું, હું જે વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઈ મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ.
રમણભાઈના સુસ્પષ્ટ વિચારો, અને એવી જ સ્પષ્ટ આચારધારા. સ્થિતપ્રજ્ઞ જેવો સ્વભાવ. નહીં ઉશ્કેરાટ, નહીં લાગણીવેડા. સામે ગમે તેવો અંધશ્રદ્ધાળુ આવી ચડે, તોય પોતાની વાત તેને સમજાવે, દલીલોથી ગળે ઉતરાવવા પ્રયત્ન કરે; સામા માણસને ઉતારી પાડવાની વૃત્તિ નહીં. અને એ બધું નિર્લેપભાવે કરે. પણ બહારનાં આ નિર્લેપ વલણના ભીતરમાં તો આ પતિત અને ગુમરાહ સમાજની અવદશા જોઈને ભારોભાર વ્યથા ને અનુકંપા અનુભવે.
સુરતના દૈનિક ‘ગુજરાતમિત્રા’માં રમણભાઈની કટાર ‘રમણભ્રમણ’ ૨૫-૩૦ વરસથી ચાલે છે, તેમાં બુદ્ધિપ્રામાણ્યવાદ(રેશનાલિઝમ)ના એમના વિચારો માટે મોકળું મેદાન મળ્યું. દક્ષિણ ગુજરાતના હજારો વાચકો સુધી તેની મારફત નવા વિચારો ફેલાતા જ ગયા, અંધશ્રદ્ધા સામે જેહાદ ચાલતી રહી. આજે ગુજરાતમાં વલસાડથી પાલનપુર સુધી અને સૌરાષ્ટ્રને ખૂણેખૂણે ‘રેશનાલિસ્ટ’ વિચારો ધરાવનારા લોકોનો એક નાનકડો વર્ગ ઊભો થયો છે એની પાછળ રમણ પાઠકની કલમની પ્રેરણા પણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits