સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/બા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} બાનુંનામસંતોકબહેન. બાનુંપિયરશેલણા (તા. સાવરકુંડલા). અમેર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
બાનુંનામસંતોકબહેન. બાનુંપિયરશેલણા (તા. સાવરકુંડલા). અમેરાજગોરબ્રાહ્મણ. કાઠીનાગોર. બાભણ્યાંનહોતાં. વાંચતાંયઘણીમોટીઉંમરેશીખેલાં. આપછીપણલખતાંતોખપપૂરતુંજઆવડતું. પણભાષાપરબાનુંઅસાધારણપ્રભુત્વ. મેઘાણીનીપાત્રસૃષ્ટિનુંકોઈપાત્ર—કાઠિયાણી, ગરાસણીકેચારણ્યનુંપાત્ર—બોલતુંહોયએવીબાનીસ્વાભાવિકભાષાહતી.
 
ભાષાનીજેમજહાસ્યપરપણબાનોઅસાધારણકાબૂ. ‘હાસ્યનિષ્પન્નકરવાનીસોયુકિતઓહોયતોપ્રેમાનંદનેએકસોએકનીખબરહતી’; એમઉમાશંકરજોશીએપ્રેમાનંદમાટેકહ્યુંછેતેહુંબામાટેકહીશકું. સૌરાષ્ટ્રનાંઓઠાં‘(ઓઠું’ વિનોદીટુચકાજેવુંલોકસાહિત્યનુંએકસ્વરૂપછે.) તોએમનેકેટલાંબધાંઆવડતાં!
બાનું નામ સંતોકબહેન. બાનું પિયર શેલણા (તા. સાવરકુંડલા). અમે રાજગોર બ્રાહ્મણ. કાઠીના ગોર. બા ભણ્યાં નહોતાં. વાંચતાંય ઘણી મોટી ઉંમરે શીખેલાં. આ પછી પણ લખતાં તો ખપ પૂરતું જ આવડતું. પણ ભાષા પર બાનું અસાધારણ પ્રભુત્વ. મેઘાણીની પાત્રસૃષ્ટિનું કોઈ પાત્ર—કાઠિયાણી, ગરાસણી કે ચારણ્યનું પાત્ર—બોલતું હોય એવી બાની સ્વાભાવિક ભાષા હતી.
બાજાજરમાનસ્ત્રીહતાં. બાનાપ્રતાપીવ્યકિતત્વનીતુલનામાંબાપુજીનુંવ્યકિતત્વનરમ. બાપોતાનીદરેકવાતમાંએકદમઆગ્રહી—બાપુજીસાવઅનાગ્રહી.
ભાષાની જેમ જ હાસ્ય પર પણ બાનો અસાધારણ કાબૂ. ‘હાસ્ય નિષ્પન્ન કરવાની સો યુકિતઓ હોય તો પ્રેમાનંદને એકસો એકની ખબર હતી’; એમ ઉમાશંકર જોશીએ પ્રેમાનંદ માટે કહ્યું છે તે હું બા માટે કહી શકું. સૌરાષ્ટ્રનાં ઓઠાં ‘(ઓઠું’ વિનોદી ટુચકા જેવું લોકસાહિત્યનું એક સ્વરૂપ છે.) તો એમને કેટલાં બધાં આવડતાં!
બાનુંવહાલધોધનીજેમવરસતું—બોલકુંયખરું. જશોદામાતાબાલકૃષ્ણનેજેરીતેવહાલકરેછે, લાડલડાવેછેએનુંપ્રેમાનંદેકરેલુંકાવ્યમયવર્ણનવાંચવાનુંબન્યુંત્યારેમનેથયુંહતુંકેપ્રેમાનંદેનક્કીબાજેવીકોઈમાતાનેજોઈહશેઅનેજશોદાનાવહાલનીવીગતોએનીપાસેથીઝીલીહશે. બાપુજીસાથેકેવળઆદરનોસંબંધ. પણબાનેગળેબાઝવાનો, બાસાથેઝઘડોકરવાનો, બાથીરિસાવાનો, રિસાયાપછીબામનાવેએનીરાહજોવાનો—બધોજસંબંધબાસાથે.
બા જાજરમાન સ્ત્રી હતાં. બાના પ્રતાપી વ્યકિતત્વની તુલનામાં બાપુજીનું વ્યકિતત્વ નરમ. બા પોતાની દરેક વાતમાં એકદમ આગ્રહી—બાપુજી સાવ અનાગ્રહી.
પ્રેમનીજીવતીજાગતીમૂર્તિજેવાંબાકડકપણએવાંજ. બાવિશેહુંકોઈનીસાથેવાતકરતોહોઉંત્યારેબાનીહાજરીમાંકહેતો: “અમારીબાચાજેવાંછે: એકદમકડક—એકદમમીઠાં.” સૌરાષ્ટ્રનીચાખોપરીહલાવીદેએવીકડકહોયઅનેસીધીલોહીમાંઊતરીજાયએવીમીઠાશવાળીહોય. એકલીમીઠાશબાળકનેબગાડીમૂકેઅનેએકલીકડકાઈબાળકનાહૃદયનેસૂકવીદે. બાલાડપૂરેપૂરાંલડાવે, બનેત્યાંસુધીઅમારીઇચ્છાપૂરીકરે, પણખોટીજીદઆગળક્યારેયનમતુંનજોખે. હુંબાઆગળધમપછાડાકરતોહોઉં, ગારમાંઆળોટતોહોઉંએવાંદૃશ્યોઆજેપણએકદમક્લોઝઅપમાંદેખાયછે. નાનાભાઈ (આમતોમારાથીપાંચવરસેમોટા)નાસ્વભાવમાંજીદનુંનામનમળે. બહેનપણએકદમશાંત. એટલેતોફાનકરવાનું—જીદકરવાનુંબધુંમારેફાળેઆવેલું. નેમેંમારુંકર્તવ્યપૂરીનિષ્ઠાથીબજાવેલુંપણખરું.
બાનું વહાલ ધોધની જેમ વરસતું—બોલકુંય ખરું. જશોદામાતા બાલકૃષ્ણને જે રીતે વહાલ કરે છે, લાડ લડાવે છે એનું પ્રેમાનંદે કરેલું કાવ્યમય વર્ણન વાંચવાનું બન્યું ત્યારે મને થયું હતું કે પ્રેમાનંદે નક્કી બા જેવી કોઈ માતાને જોઈ હશે અને જશોદાના વહાલની વીગતો એની પાસેથી ઝીલી હશે. બાપુજી સાથે કેવળ આદરનો સંબંધ. પણ બાને ગળે બાઝવાનો, બા સાથે ઝઘડો કરવાનો, બાથી રિસાવાનો, રિસાયા પછી બા મનાવે એની રાહ જોવાનો—બધો જ સંબંધ બા સાથે.
અમારુંભાઈબહેનોનુંસીધુંઘડતરબાથકીજથયેલું. બાવાર્તાઓકહે, વિનોદીટુચકાકહે, સૂત્રાત્મકવાક્યોઅનેડહાપણભરીકહેવતોકહે, એમાંજીવનનામર્મોપ્રગટથતારહે. બાનેવાંચતાંનહોતુંઆવડતું, પણઅમારીપાસેકશુંકનેકશુંકવંચાવ્યાકરે. મેંસતતત્રણચારવરસબાને‘ગીતા’ અને‘વાલ્મીકિરામાયણ’ (ગુજરાતીભાષાંતર) વાંચીસંભળાવેલાં. સવારનીનિશાળપૂરીકરીનેહુંઆવું, જમુંપછીઅમારોસત્સંગશરૂથાય. બાસાંભળે, એનાપરમનનપણકરેનેફરીએનીવાતોપોતાનીરીતેકરે. બામારીપાસેધાર્મિકપુસ્તકોજવંચાવેએવુંનહિ; મારાંગુજરાતીનાંપાઠ્યપુસ્તકોનાંકાવ્યો, વાર્તાઓ, અવનવીમાહિતીઆપતાપાઠો—બધુંજઆમાંઆવે. મનેયાદછેકેબકોરપટેલનીચોપડીઓનાનાભાઈગામનાપુસ્તકાલયમાંથીલઈઆવેલાએનુંઅમેસમૂહવાચનકરેલું. બાનીસ્મૃતિબહુતેજ. કોઈપણવાર્તાએકવારસાંભળેએટલેએનુંકથાવસ્તુપાકુંયાદરહીજાય. પછીએનુંપુનર્કથનપોતાનીશૈલીમાંકરે. બકોરપટેલનીઅનેકવાતોનારેફરન્સએમનીવાતોમાંઆવેનેહાસ્યનીછોળોઊડે.
પ્રેમની જીવતીજાગતી મૂર્તિ જેવાં બા કડક પણ એવાં જ. બા વિશે હું કોઈની સાથે વાત કરતો હોઉં ત્યારે બાની હાજરીમાં કહેતો: “અમારી બા ચા જેવાં છે: એકદમ કડક—એકદમ મીઠાં.” સૌરાષ્ટ્રની ચા ખોપરી હલાવી દે એવી કડક હોય અને સીધી લોહીમાં ઊતરી જાય એવી મીઠાશવાળી હોય. એકલી મીઠાશ બાળકને બગાડી મૂકે અને એકલી કડકાઈ બાળકના હૃદયને સૂકવી દે. બા લાડ પૂરેપૂરાં લડાવે, બને ત્યાં સુધી અમારી ઇચ્છા પૂરી કરે, પણ ખોટી જીદ આગળ ક્યારેય નમતું ન જોખે. હું બા આગળ ધમપછાડા કરતો હોઉં, ગારમાં આળોટતો હોઉં એવાં દૃશ્યો આજે પણ એકદમ ક્લોઝ અપમાં દેખાય છે. નાના ભાઈ (આમ તો મારાથી પાંચ વરસે મોટા)ના સ્વભાવમાં જીદનું નામ ન મળે. બહેન પણ એકદમ શાંત. એટલે તોફાન કરવાનું—જીદ કરવાનું બધું મારે ફાળે આવેલું. ને મેં મારું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી બજાવેલું પણ ખરું.
અમારીઆર્થિકસ્થિતિતોઘણીનબળીહતી, પણજેમાગવાઆવેએનીસ્થિતિતોકેવીયહશેએવુંવિચારીનેબાઆંગણેઆવેલામાગણનેક્યારેયએમનેએમજવાનદે. ભગવાનેઆપેલારોટલામાંસૌનોભાગ—એવાભાવથીઆપે. આમપણસામાન્યવર્ગનાલોકોસાથેબહુવિવેકથીવર્તે. “આપણામાંજેવોભગવાનછેએવોજએમનામાંછે,” એવુંઅમનેકહેપણખરાં. ફળિયામાંઆવતાધોબીઓઅનેલગ્નપ્રસંગેઢોલવગાડવાઆવતાઢોલીઓમાંથીજેબાપુજીથીનાનાહોયએમનેઅમારેકાકાકહેવાનાઅનેમોટાહોયએમનેબાપાકહેવાના. પરંપરાગતસંસ્કારોનેકારણેહરિજનોનેઅડેનહિકેઅમનેઅડવાદેનહિ, પણબાપુજીથીમોટાહરિજનોનીબાલાજપણકાઢતાં.
અમારું ભાઈબહેનોનું સીધું ઘડતર બા થકી જ થયેલું. બા વાર્તાઓ કહે, વિનોદી ટુચકા કહે, સૂત્રાત્મક વાક્યો અને ડહાપણભરી કહેવતો કહે, એમાં જીવનના મર્મો પ્રગટ થતા રહે. બાને વાંચતાં નહોતું આવડતું, પણ અમારી પાસે કશુંક ને કશુંક વંચાવ્યા કરે. મેં સતત ત્રણચાર વરસ બાને ‘ગીતા’ અને ‘વાલ્મીકિ રામાયણ’ (ગુજરાતી ભાષાંતર) વાંચી સંભળાવેલાં. સવારની નિશાળ પૂરી કરીને હું આવું, જમું પછી અમારો સત્સંગ શરૂ થાય. બા સાંભળે, એના પર મનન પણ કરે ને ફરી એની વાતો પોતાની રીતે કરે. બા મારી પાસે ધાર્મિક પુસ્તકો જ વંચાવે એવું નહિ; મારાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોનાં કાવ્યો, વાર્તાઓ, અવનવી માહિતી આપતા પાઠો—બધું જ આમાં આવે. મને યાદ છે કે બકોર પટેલની ચોપડીઓ નાના ભાઈ ગામના પુસ્તકાલયમાંથી લઈ આવેલા એનું અમે સમૂહવાચન કરેલું. બાની સ્મૃતિ બહુ તેજ. કોઈ પણ વાર્તા એક વાર સાંભળે એટલે એનું કથાવસ્તુ પાકું યાદ રહી જાય. પછી એનું પુનર્કથન પોતાની શૈલીમાં કરે. બકોર પટેલની અનેક વાતોના રેફરન્સ એમની વાતોમાં આવે ને હાસ્યની છોળો ઊડે.
બાવિજ્ઞાનનહોતાંભણ્યાં, પણ‘ગીતા’શ્રવણપછીવાસીઅન્નનહિખાવાનું—નહિખવરાવવાનુંએવોપાકોનિયમકરેલો. રાત્રેવાળુલેવાઆવનારીબાઈનેપણરાતેરાંધેલુંજઆપવાનું. સવારેશિરામણમાટેતાજારોટલાજઘડવાના. બાનેરાંધવાનીસહેજેઆળસનહિ. બપોરેરસોઈથઈગયાપછીકોઈઅતિથિઆવીચડેકેકોઈસાધુપધારેતોફરીચૂલોસંધુરકવામાં (પેટાવવામાં) વારનહિ.
અમારી આર્થિક સ્થિતિ તો ઘણી નબળી હતી, પણ જે માગવા આવે એની સ્થિતિ તો કેવીય હશે એવું વિચારીને બા આંગણે આવેલા માગણને ક્યારેય એમ ને એમ જવા ન દે. ભગવાને આપેલા રોટલામાં સૌનો ભાગ—એવા ભાવથી આપે. આમ પણ સામાન્ય વર્ગના લોકો સાથે બહુ વિવેકથી વર્તે. “આપણામાં જેવો ભગવાન છે એવો જ એમનામાં છે,” એવું અમને કહે પણ ખરાં. ફળિયામાં આવતા ધોબીઓ અને લગ્નપ્રસંગે ઢોલ વગાડવા આવતા ઢોલીઓમાંથી જે બાપુજીથી નાના હોય એમને અમારે કાકા કહેવાના અને મોટા હોય એમને બાપા કહેવાના. પરંપરાગત સંસ્કારોને કારણે હરિજનોને અડે નહિ કે અમને અડવા દે નહિ, પણ બાપુજીથી મોટા હરિજનોની બા લાજ પણ કાઢતાં.
બાનેકથા-વાર્તાઅનેભજનભાવમાંઉત્કટરસ. અમારીઆંબલીશેરીમાંરહેતાંધનબાઈફઈજ્ઞાતિએબારોટહતાં. ‘સૌરાષ્ટ્રનીરસધાર’ પ્રકારનીઅનેકવાર્તાઓએમનેઆવડતી. રાત્રેફળિયામાંખાટલાઢાળીધનબાઈફઈવાર્તામાંડે. બાઅનેશેરીનીબીજીસ્ત્રીઓસાંભળે. બાલશ્રોતાઓમાંલગભગહુંએકલોજહોઉં. બાએવાર્તાઓનુંપછીસરસરીતેપુનર્કથનપણકરે. નવરાત્રીમાંપ્રેમાનંદનાઅવતારસમાહરિશંકરબાપાનાંઆખ્યાનોશેરીમાંયોજાતાં. બાસાથેમેંએઆખ્યાનોબહુરસપૂર્વકસાંભળ્યાંહતાં. આડોશપાડોશમાંક્યાંયભજનરાખ્યાંહોયતોબાઅચૂકસાંભળવાજાય. ઘેરપણક્યારેકક્યારેકભજનોરખાય. મોટાથઈનેસાહિત્યરચનાઓતરીકેજેમનોઆસ્વાદમેંલીધેલોએગંગાસતીઅનેપાનબાઈનાંભજનોનાનપણમાંબાપાસેથીસાંભળેલાં.
બા વિજ્ઞાન નહોતાં ભણ્યાં, પણ ‘ગીતા’શ્રવણ પછી વાસી અન્ન નહિ ખાવાનું—નહિ ખવરાવવાનું એવો પાકો નિયમ કરેલો. રાત્રે વાળુ લેવા આવનારી બાઈને પણ રાતે રાંધેલું જ આપવાનું. સવારે શિરામણ માટે તાજા રોટલા જ ઘડવાના. બાને રાંધવાની સહેજે આળસ નહિ. બપોરે રસોઈ થઈ ગયા પછી કોઈ અતિથિ આવી ચડે કે કોઈ સાધુ પધારે તો ફરી ચૂલો સંધુરકવામાં (પેટાવવામાં) વાર નહિ.
બાને કથા-વાર્તા અને ભજનભાવમાં ઉત્કટ રસ. અમારી આંબલી શેરીમાં રહેતાં ધનબાઈફઈ જ્ઞાતિએ બારોટ હતાં. ‘સૌરાષ્ટ્રની રસધાર’ પ્રકારની અનેક વાર્તાઓ એમને આવડતી. રાત્રે ફળિયામાં ખાટલા ઢાળી ધનબાઈફઈ વાર્તા માંડે. બા અને શેરીની બીજી સ્ત્રીઓ સાંભળે. બાલશ્રોતાઓમાં લગભગ હું એકલો જ હોઉં. બા એ વાર્તાઓનું પછી સરસ રીતે પુનર્કથન પણ કરે. નવરાત્રીમાં પ્રેમાનંદના અવતાર સમા હરિશંકરબાપાનાં આખ્યાનો શેરીમાં યોજાતાં. બા સાથે મેં એ આખ્યાનો બહુ રસપૂર્વક સાંભળ્યાં હતાં. આડોશપાડોશમાં ક્યાંય ભજન રાખ્યાં હોય તો બા અચૂક સાંભળવા જાય. ઘેર પણ ક્યારેક ક્યારેક ભજનો રખાય. મોટા થઈને સાહિત્યરચનાઓ તરીકે જેમનો આસ્વાદ મેં લીધેલો એ ગંગાસતી અને પાનબાઈનાં ભજનો નાનપણમાં બા પાસેથી સાંભળેલાં.
{{Right|[‘પરબ’ માસિક: ૨૦૦૫]}}
{{Right|[‘પરબ’ માસિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:53, 27 September 2022


બાનું નામ સંતોકબહેન. બાનું પિયર શેલણા (તા. સાવરકુંડલા). અમે રાજગોર બ્રાહ્મણ. કાઠીના ગોર. બા ભણ્યાં નહોતાં. વાંચતાંય ઘણી મોટી ઉંમરે શીખેલાં. આ પછી પણ લખતાં તો ખપ પૂરતું જ આવડતું. પણ ભાષા પર બાનું અસાધારણ પ્રભુત્વ. મેઘાણીની પાત્રસૃષ્ટિનું કોઈ પાત્ર—કાઠિયાણી, ગરાસણી કે ચારણ્યનું પાત્ર—બોલતું હોય એવી બાની સ્વાભાવિક ભાષા હતી. ભાષાની જેમ જ હાસ્ય પર પણ બાનો અસાધારણ કાબૂ. ‘હાસ્ય નિષ્પન્ન કરવાની સો યુકિતઓ હોય તો પ્રેમાનંદને એકસો એકની ખબર હતી’; એમ ઉમાશંકર જોશીએ પ્રેમાનંદ માટે કહ્યું છે તે હું બા માટે કહી શકું. સૌરાષ્ટ્રનાં ઓઠાં ‘(ઓઠું’ વિનોદી ટુચકા જેવું લોકસાહિત્યનું એક સ્વરૂપ છે.) તો એમને કેટલાં બધાં આવડતાં! બા જાજરમાન સ્ત્રી હતાં. બાના પ્રતાપી વ્યકિતત્વની તુલનામાં બાપુજીનું વ્યકિતત્વ નરમ. બા પોતાની દરેક વાતમાં એકદમ આગ્રહી—બાપુજી સાવ અનાગ્રહી. બાનું વહાલ ધોધની જેમ વરસતું—બોલકુંય ખરું. જશોદામાતા બાલકૃષ્ણને જે રીતે વહાલ કરે છે, લાડ લડાવે છે એનું પ્રેમાનંદે કરેલું કાવ્યમય વર્ણન વાંચવાનું બન્યું ત્યારે મને થયું હતું કે પ્રેમાનંદે નક્કી બા જેવી કોઈ માતાને જોઈ હશે અને જશોદાના વહાલની વીગતો એની પાસેથી ઝીલી હશે. બાપુજી સાથે કેવળ આદરનો સંબંધ. પણ બાને ગળે બાઝવાનો, બા સાથે ઝઘડો કરવાનો, બાથી રિસાવાનો, રિસાયા પછી બા મનાવે એની રાહ જોવાનો—બધો જ સંબંધ બા સાથે. પ્રેમની જીવતીજાગતી મૂર્તિ જેવાં બા કડક પણ એવાં જ. બા વિશે હું કોઈની સાથે વાત કરતો હોઉં ત્યારે બાની હાજરીમાં કહેતો: “અમારી બા ચા જેવાં છે: એકદમ કડક—એકદમ મીઠાં.” સૌરાષ્ટ્રની ચા ખોપરી હલાવી દે એવી કડક હોય અને સીધી લોહીમાં ઊતરી જાય એવી મીઠાશવાળી હોય. એકલી મીઠાશ બાળકને બગાડી મૂકે અને એકલી કડકાઈ બાળકના હૃદયને સૂકવી દે. બા લાડ પૂરેપૂરાં લડાવે, બને ત્યાં સુધી અમારી ઇચ્છા પૂરી કરે, પણ ખોટી જીદ આગળ ક્યારેય નમતું ન જોખે. હું બા આગળ ધમપછાડા કરતો હોઉં, ગારમાં આળોટતો હોઉં એવાં દૃશ્યો આજે પણ એકદમ ક્લોઝ અપમાં દેખાય છે. નાના ભાઈ (આમ તો મારાથી પાંચ વરસે મોટા)ના સ્વભાવમાં જીદનું નામ ન મળે. બહેન પણ એકદમ શાંત. એટલે તોફાન કરવાનું—જીદ કરવાનું બધું મારે ફાળે આવેલું. ને મેં મારું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી બજાવેલું પણ ખરું. અમારું ભાઈબહેનોનું સીધું ઘડતર બા થકી જ થયેલું. બા વાર્તાઓ કહે, વિનોદી ટુચકા કહે, સૂત્રાત્મક વાક્યો અને ડહાપણભરી કહેવતો કહે, એમાં જીવનના મર્મો પ્રગટ થતા રહે. બાને વાંચતાં નહોતું આવડતું, પણ અમારી પાસે કશુંક ને કશુંક વંચાવ્યા કરે. મેં સતત ત્રણચાર વરસ બાને ‘ગીતા’ અને ‘વાલ્મીકિ રામાયણ’ (ગુજરાતી ભાષાંતર) વાંચી સંભળાવેલાં. સવારની નિશાળ પૂરી કરીને હું આવું, જમું પછી અમારો સત્સંગ શરૂ થાય. બા સાંભળે, એના પર મનન પણ કરે ને ફરી એની વાતો પોતાની રીતે કરે. બા મારી પાસે ધાર્મિક પુસ્તકો જ વંચાવે એવું નહિ; મારાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોનાં કાવ્યો, વાર્તાઓ, અવનવી માહિતી આપતા પાઠો—બધું જ આમાં આવે. મને યાદ છે કે બકોર પટેલની ચોપડીઓ નાના ભાઈ ગામના પુસ્તકાલયમાંથી લઈ આવેલા એનું અમે સમૂહવાચન કરેલું. બાની સ્મૃતિ બહુ તેજ. કોઈ પણ વાર્તા એક વાર સાંભળે એટલે એનું કથાવસ્તુ પાકું યાદ રહી જાય. પછી એનું પુનર્કથન પોતાની શૈલીમાં કરે. બકોર પટેલની અનેક વાતોના રેફરન્સ એમની વાતોમાં આવે ને હાસ્યની છોળો ઊડે. અમારી આર્થિક સ્થિતિ તો ઘણી નબળી હતી, પણ જે માગવા આવે એની સ્થિતિ તો કેવીય હશે એવું વિચારીને બા આંગણે આવેલા માગણને ક્યારેય એમ ને એમ જવા ન દે. ભગવાને આપેલા રોટલામાં સૌનો ભાગ—એવા ભાવથી આપે. આમ પણ સામાન્ય વર્ગના લોકો સાથે બહુ વિવેકથી વર્તે. “આપણામાં જેવો ભગવાન છે એવો જ એમનામાં છે,” એવું અમને કહે પણ ખરાં. ફળિયામાં આવતા ધોબીઓ અને લગ્નપ્રસંગે ઢોલ વગાડવા આવતા ઢોલીઓમાંથી જે બાપુજીથી નાના હોય એમને અમારે કાકા કહેવાના અને મોટા હોય એમને બાપા કહેવાના. પરંપરાગત સંસ્કારોને કારણે હરિજનોને અડે નહિ કે અમને અડવા દે નહિ, પણ બાપુજીથી મોટા હરિજનોની બા લાજ પણ કાઢતાં. બા વિજ્ઞાન નહોતાં ભણ્યાં, પણ ‘ગીતા’શ્રવણ પછી વાસી અન્ન નહિ ખાવાનું—નહિ ખવરાવવાનું એવો પાકો નિયમ કરેલો. રાત્રે વાળુ લેવા આવનારી બાઈને પણ રાતે રાંધેલું જ આપવાનું. સવારે શિરામણ માટે તાજા રોટલા જ ઘડવાના. બાને રાંધવાની સહેજે આળસ નહિ. બપોરે રસોઈ થઈ ગયા પછી કોઈ અતિથિ આવી ચડે કે કોઈ સાધુ પધારે તો ફરી ચૂલો સંધુરકવામાં (પેટાવવામાં) વાર નહિ. બાને કથા-વાર્તા અને ભજનભાવમાં ઉત્કટ રસ. અમારી આંબલી શેરીમાં રહેતાં ધનબાઈફઈ જ્ઞાતિએ બારોટ હતાં. ‘સૌરાષ્ટ્રની રસધાર’ પ્રકારની અનેક વાર્તાઓ એમને આવડતી. રાત્રે ફળિયામાં ખાટલા ઢાળી ધનબાઈફઈ વાર્તા માંડે. બા અને શેરીની બીજી સ્ત્રીઓ સાંભળે. બાલશ્રોતાઓમાં લગભગ હું એકલો જ હોઉં. બા એ વાર્તાઓનું પછી સરસ રીતે પુનર્કથન પણ કરે. નવરાત્રીમાં પ્રેમાનંદના અવતાર સમા હરિશંકરબાપાનાં આખ્યાનો શેરીમાં યોજાતાં. બા સાથે મેં એ આખ્યાનો બહુ રસપૂર્વક સાંભળ્યાં હતાં. આડોશપાડોશમાં ક્યાંય ભજન રાખ્યાં હોય તો બા અચૂક સાંભળવા જાય. ઘેર પણ ક્યારેક ક્યારેક ભજનો રખાય. મોટા થઈને સાહિત્યરચનાઓ તરીકે જેમનો આસ્વાદ મેં લીધેલો એ ગંગાસતી અને પાનબાઈનાં ભજનો નાનપણમાં બા પાસેથી સાંભળેલાં. [‘પરબ’ માસિક: ૨૦૦૫]