સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/સાડલા ધોવાની મોજ!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} યરવડાજેલમાંનાવાધોવાનીબહુમજાહતી. આમેયપૂનાનુંપાણીએટલુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યરવડા જેલમાં નાવાધોવાની બહુ મજા હતી. આમેય પૂનાનું પાણી એટલું સારું છે કે જરાક મહેનત કરો તો કપડાં સફેદ બગલાની પાંખ જેવાં થાય. | |||
મને પહેલેથી કપડાં ધોવાનો બહુ શોખ, એટલે મારાં કપડાં બધાંથી જુદાં તરી આવે એવાં સફેદ રહેતાં. મોટી ઉંમરની એક-બે બહેનો કહે, “અમનેય તારા જેવો સફેદ સાડલો ધોઈ આપ ને!” મને જે કહે તેને હું ખુશીથી ધોઈ આપતી. | |||
મણિબહેન પટેલ પણ ત્યાં હતાં, એમને આ ખબર પડી. એ હસતાં હસતાં કહે, “કાંઈ મહેનતાણું આપ્યા વગર તમે સાડલા ધોવડાવો, એ તો સારું નહિ. તમારે સાડલો એક દિવસ એને પહેરવા આપવો, અને એ ધોઈને તમને આપી દેશે. એટલે તમારો સાડલો ધોળો થઈ જશે, અને એને બે ધોવા નહિ પડે.” | |||
આ યોજના બધાંએ તરત સ્વીકારી લીધી. પછી તો આ ‘ધોબી’ની ઘરાકી, એટલે વધી ગઈ કે, જેલમાંથી છૂટી ત્યાં સુધી એક દિવસ પણ મારે મારો સાડલો પહેરવાનો વારો આવ્યો નહિ! મારા જાડા સાડલાને બદલે રોજ ઝીણા, ફેન્સી ખાદીના સાડલા પહેરવાના મળ્યા, તે નફામાં! | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 10:57, 28 September 2022
યરવડા જેલમાં નાવાધોવાની બહુ મજા હતી. આમેય પૂનાનું પાણી એટલું સારું છે કે જરાક મહેનત કરો તો કપડાં સફેદ બગલાની પાંખ જેવાં થાય.
મને પહેલેથી કપડાં ધોવાનો બહુ શોખ, એટલે મારાં કપડાં બધાંથી જુદાં તરી આવે એવાં સફેદ રહેતાં. મોટી ઉંમરની એક-બે બહેનો કહે, “અમનેય તારા જેવો સફેદ સાડલો ધોઈ આપ ને!” મને જે કહે તેને હું ખુશીથી ધોઈ આપતી.
મણિબહેન પટેલ પણ ત્યાં હતાં, એમને આ ખબર પડી. એ હસતાં હસતાં કહે, “કાંઈ મહેનતાણું આપ્યા વગર તમે સાડલા ધોવડાવો, એ તો સારું નહિ. તમારે સાડલો એક દિવસ એને પહેરવા આપવો, અને એ ધોઈને તમને આપી દેશે. એટલે તમારો સાડલો ધોળો થઈ જશે, અને એને બે ધોવા નહિ પડે.”
આ યોજના બધાંએ તરત સ્વીકારી લીધી. પછી તો આ ‘ધોબી’ની ઘરાકી, એટલે વધી ગઈ કે, જેલમાંથી છૂટી ત્યાં સુધી એક દિવસ પણ મારે મારો સાડલો પહેરવાનો વારો આવ્યો નહિ! મારા જાડા સાડલાને બદલે રોજ ઝીણા, ફેન્સી ખાદીના સાડલા પહેરવાના મળ્યા, તે નફામાં!