સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/આશ્રમના આફતાબ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} આરામહરામહૈ : એસૂત્રાનેભાઈપરીક્ષિતલાલમજમુદારેજીવનમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી. | |||
સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય — ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ — સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો. | |||
સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી. | |||
આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ, | |||
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ; | |||
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો! | |||
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ. | |||
</poem> |
Latest revision as of 11:18, 28 September 2022
આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી.
સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય — ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ — સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો.
સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી.
આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું :
ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ;
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો!
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ.