સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/અપેક્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> સાઇરન (જેયુદ્ધમાંપણવાગતીહતી!)... બેમિનિટનુંમૌન! બેમિનિટનામૌનમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સાઇરન | સાઇરન | ||
( | (જે યુદ્ધમાં પણ વાગતી હતી!)... | ||
બે મિનિટનું મૌન! | |||
બે મિનિટના મૌનમાં સમાવી શકાય | |||
હિન્દુસ્તાનનાં કેટલાં આંસુ? | |||
ગાંધી આજે જીવતા હોત તો? | |||
—તોપણ શું? | |||
મારી લાચાર મુઠ્ઠીમાં તાકાત ભરવા | |||
ગાંધી કેટલી વાર જનમ લેશે? | |||
આખરે એક સંત—કોઈ પણ સંત | |||
મારે માટે જનમ લઈ લઈ | |||
કેટલી વાર ગોળી ખાશે? | |||
હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ? | |||
</poem> | </poem> |
Latest revision as of 07:14, 29 September 2022
સાઇરન
(જે યુદ્ધમાં પણ વાગતી હતી!)...
બે મિનિટનું મૌન!
બે મિનિટના મૌનમાં સમાવી શકાય
હિન્દુસ્તાનનાં કેટલાં આંસુ?
ગાંધી આજે જીવતા હોત તો?
—તોપણ શું?
મારી લાચાર મુઠ્ઠીમાં તાકાત ભરવા
ગાંધી કેટલી વાર જનમ લેશે?
આખરે એક સંત—કોઈ પણ સંત
મારે માટે જનમ લઈ લઈ
કેટલી વાર ગોળી ખાશે?
હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ?