26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઠેઠ તેરમી સદીની વાત. કવિ બીજલ કવિતા કરીને રાજા રા ડિયાસનું માથું લઈ આવેલો! પણ કવિ તો એ માથું આપનારના ગુણ ગાવા એનું મસ્તક ખોળામાં લઈ ચિતા પર ચઢી બળી મૂઓ. કવિ દુલા ભાયા કાગ આ બીજલ કાગના વંશજ. કવિ બીજલના ત્રણ દીકરા, કાગ સુર એમાં નાનો. કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા. એના દીકરા ભાયા કાગ. ભાયા કાગનાં પત્ની આઈ ધાનબાઈ. ભાયા કાગનો રોટલો ને ઓટલો એટલા પહોળા કે આઈ ધાનબાઈ રોજ પોણો મણ દળણું દળે! આ અન્નપૂર્ણાને પેટે વિ. સં. ૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે કવિ દુલો કાગ જન્મ્યા. ભાયા કાગનો સાત ખોટનો દીકરો દુલો. અધરમીઓને માથે ભાયો કાગ કાળ બનીને ત્રાટકે. પણ દીકરો દુલો જુદી જ દુનિયામાં વસે. કિશોરવયનો દુલો — એના હૈયામાં બે કોડ છે. એક ગાયો ચારવાના અને બીજા ગાયના દૂધ જેવી અમૃતમયી કવિતા કરવાના. ગુજરાતી પાંચ ચોપડીનું ભણતર ભણી, નિશાળને રામરામ કરી એણે ધેનુ ચારવાનું વ્રત લીધું. તપસ્વી જેવા નિયમો લીધા. ઉઘાડા પગે ચાલવાનું, ઉઘાડા માથે ફરવાનું, ગાય બેસે ત્યાં બેસવાનું, ગાય ઊભી રહે ત્યાં ઊભા રહેવાનું. ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ હાથે પાણી સીંચીને પાવાનું! ગાય ચાલતી ચાલતી ગોચરી કરે, એમ ઘેરથી બાંધી આપેલો રોટલો પણ વગર દાળ-શાકે ચાલતાં ચાલતાં બટકાવી જવાનો. કિશોરવયે દુલો આવું જતિ જેવું જીવન જીવે. | ઠેઠ તેરમી સદીની વાત. કવિ બીજલ કવિતા કરીને રાજા રા ડિયાસનું માથું લઈ આવેલો! પણ કવિ તો એ માથું આપનારના ગુણ ગાવા એનું મસ્તક ખોળામાં લઈ ચિતા પર ચઢી બળી મૂઓ. કવિ દુલા ભાયા કાગ આ બીજલ કાગના વંશજ. કવિ બીજલના ત્રણ દીકરા, કાગ સુર એમાં નાનો. કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા. એના દીકરા ભાયા કાગ. ભાયા કાગનાં પત્ની આઈ ધાનબાઈ. ભાયા કાગનો રોટલો ને ઓટલો એટલા પહોળા કે આઈ ધાનબાઈ રોજ પોણો મણ દળણું દળે! આ અન્નપૂર્ણાને પેટે વિ. સં. ૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે કવિ દુલો કાગ જન્મ્યા. ભાયા કાગનો સાત ખોટનો દીકરો દુલો. અધરમીઓને માથે ભાયો કાગ કાળ બનીને ત્રાટકે. પણ દીકરો દુલો જુદી જ દુનિયામાં વસે. કિશોરવયનો દુલો — એના હૈયામાં બે કોડ છે. એક ગાયો ચારવાના અને બીજા ગાયના દૂધ જેવી અમૃતમયી કવિતા કરવાના. ગુજરાતી પાંચ ચોપડીનું ભણતર ભણી, નિશાળને રામરામ કરી એણે ધેનુ ચારવાનું વ્રત લીધું. તપસ્વી જેવા નિયમો લીધા. ઉઘાડા પગે ચાલવાનું, ઉઘાડા માથે ફરવાનું, ગાય બેસે ત્યાં બેસવાનું, ગાય ઊભી રહે ત્યાં ઊભા રહેવાનું. ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ હાથે પાણી સીંચીને પાવાનું! ગાય ચાલતી ચાલતી ગોચરી કરે, એમ ઘેરથી બાંધી આપેલો રોટલો પણ વગર દાળ-શાકે ચાલતાં ચાલતાં બટકાવી જવાનો. કિશોરવયે દુલો આવું જતિ જેવું જીવન જીવે. | ||
ગાયો ચરીને ઝાડને છાંયડે વાગોળતી બેઠી હોય, પવન વીણા વાતો હોય, પંખી ગીત ગાતાં હોય, એવે વખતે દુલો કાગ નવાણે જઈને નહાય, ડિલ પર કપડાં બે. એક ધોઈને સૂકવે, એક પહેરીને પૂજા કરવા બેસે. નાનકડી પોટલીમાં બાંધેલી ગજાનનની મૂર્તિ કાઢે અને પૂજા કરે. પછી આ કિશોર ‘રામાયણ’ વાંચે છે. સ્વર તો સિતારના તાર જેવો છે પણ એ દબાતે રાગે ગાય છે. મનમાં એક છાની બીક છે. બાપુને એના આ ભગતવેડા નથી ગમતા. ભાયા કાગ શક્તિનો પૂજારી. ઘેર પાંખાળા ઘોડા છે. બાપ મારતે ઘોડે સો ગાઉની સીમ માથે બાજની ઝપટે આંટો દઈ આવે ને દીકરો સો દોહાચોપાઈ એક દહાડામાં યાદ કરે. એકાંતે માળા ફેરવતા દીકરાને જોઈ બાપ કહે, “દીકરા, હવે આ સીંદરાં ખેંચવાં મૂકી દે! બાંધ કેડે તલવાર ને હાલ્ય મારી સાથે!” દીકરો કંઈ ન બોલે. એ તો એના નીમમાં અચૂક! | ગાયો ચરીને ઝાડને છાંયડે વાગોળતી બેઠી હોય, પવન વીણા વાતો હોય, પંખી ગીત ગાતાં હોય, એવે વખતે દુલો કાગ નવાણે જઈને નહાય, ડિલ પર કપડાં બે. એક ધોઈને સૂકવે, એક પહેરીને પૂજા કરવા બેસે. નાનકડી પોટલીમાં બાંધેલી ગજાનનની મૂર્તિ કાઢે અને પૂજા કરે. પછી આ કિશોર ‘રામાયણ’ વાંચે છે. સ્વર તો સિતારના તાર જેવો છે પણ એ દબાતે રાગે ગાય છે. મનમાં એક છાની બીક છે. બાપુને એના આ ભગતવેડા નથી ગમતા. ભાયા કાગ શક્તિનો પૂજારી. ઘેર પાંખાળા ઘોડા છે. બાપ મારતે ઘોડે સો ગાઉની સીમ માથે બાજની ઝપટે આંટો દઈ આવે ને દીકરો સો દોહાચોપાઈ એક દહાડામાં યાદ કરે. એકાંતે માળા ફેરવતા દીકરાને જોઈ બાપ કહે, “દીકરા, હવે આ સીંદરાં ખેંચવાં મૂકી દે! બાંધ કેડે તલવાર ને હાલ્ય મારી સાથે!” દીકરો કંઈ ન બોલે. એ તો એના નીમમાં અચૂક! |
edits