વસુધા/સાંજે જ્યારે–: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંજે જ્યારે–|}} <poem> ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી, અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી, તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! પવનઝડપે પાણી ડોલ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! | અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! | ||
નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી, | નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી, | ||
તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! | તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! | ||
પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી, | પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી, | ||
અલસ તરણી જાગી, ખુલે સઢે નિકળી પડી. | અલસ તરણી જાગી, ખુલે સઢે નિકળી પડી. | ||
પૃથુલ ઉરને સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં, | |||
નયન છટક્યાં, વીધી હૈયાં | નયન છટક્યાં, વીધી હૈયાં વળ્યાં સહુ ભોમનાં. | ||
ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં | ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં | ||
Line 18: | Line 18: | ||
અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે. | અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે. | ||
નભઘન વિષે સંધ્યા | નભઘન વિષે સંધ્યા પોઢી, હસી નહિ તારિકા, | ||
મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા. | મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા. | ||
</poem> | </poem> |
Revision as of 05:23, 8 October 2022
સાંજે જ્યારે–
ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી,
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી!
નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી,
તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી!
પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી,
અલસ તરણી જાગી, ખુલે સઢે નિકળી પડી.
પૃથુલ ઉરને સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં,
નયન છટક્યાં, વીધી હૈયાં વળ્યાં સહુ ભોમનાં.
ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં
ઝડપ ઝબક્યું જોતું બેઠું દ્રવંત સ્વરક્તને. ૧૦
‘શર અણદિઠાં કેનાં કારી?’ વિચારતું વિસ્મયે,
અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે.
નભઘન વિષે સંધ્યા પોઢી, હસી નહિ તારિકા,
મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા.