વસુધા/શશી ભૂલ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી...’ ૧૦
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી...’ ૧૦


::અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
:અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
::સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
:સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
::મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
:મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
::અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા.
:અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા.
</poem>
</poem>



Revision as of 05:30, 12 October 2022

શશી ભૂલ્યો

‘આપના ઉરની હૂંફ.’ ‘મીઠી શીતળતા તવ.’
‘આપના બાહુના બન્ધ.’ ‘તું માળા ફૂલની ઉરે.'

‘આપનું હાસ્ય બેફાટ.’ ‘તે તારાં નેત્રનાચણાં.’
‘આપની મેઘ શી કાયા.’ ‘તું વિદ્યુત સ્વર્ણરંગિણી’

‘આપની ગિરિ શી ઓથ.’ ‘નદી તું મુજ અંકની.’
‘આપના તેજ-અંબાર.’ ‘તું મારી પુણ્યપદ્મિની.’

‘આપના સ્નેહનો ધોધ.’ ‘તું મારાં ફીણની છટા.’
‘આપ તો માતરિશ્વા શા.’ ‘તું સુગન્ધ ધરાતણી.’

‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી...’ ૧૦

અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા.