સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/દસ્તાવેજ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દસ્તાવેજ}} {{Poem2Open}} ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળો પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ ક...")
 
No edit summary
 
Line 15: Line 15:
જેઠ સુદ બીજનો આભમાં ઉદય થયો. તે વખતે જમાઈરાજે સાસરે આવીને ભર દાયરા વચ્ચે કોથળી મૂકીને કહ્યું : “લ્યો, મામા! આ રૂપિયા.”

આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો. ફિટકારો દેતા દેતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા. સાસરિયાનાં મોં શ્યામ બન્યાં અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે, ‘નક્કી, મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે!’

<center>*</center>
સસરાના ગામનાં ઝાડવાંને છેલ્લા રામ રામ કરી, રજપૂતાણીને વેલડામાં બેસાડી, રજપૂત પોતાને ઘેર લઈ ગયો. ધડકતે હૈયે રજપૂતાણી ઓરડામાં દાખલ થઈ. એ ઘર નહોતું, સ્મશાન હતું. જેને લૂગડે જરીયે રજ નહોતી અડી એવી લાડમાં ઊછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી. સાસુ-સસરા કે દેરનણંદ વિનાના સૂનકાર ઘરને વાળ્યું. ફરી ફરી વાળ્યું. ઓરડો આભલા સરખો ચમકી ઊઠ્યો. પચીસ-પચીસ વરસ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરવા ભીંતો ઉપર લટકતા હતા, એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી. ઓરડામાં હજારો નાનાં આભલાંનો ઝગમગાટ છવાઈ ગયો.

રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંઝણો ઢોળતાં ઢોળતાં રજપૂતાણીએ થાળી જમાડી. ધરતીઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળુ કરી લીધું. પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી. સ્વામી આવ્યો; પથારીમાં તરવાર ખેંચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી, પીઠ ફેરવીને એ સૂતો. પથારીની બીજે પડખે રજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી.

Line 33: Line 33:
“રજપૂતાણી, લ્યો આ વાંચો.”
“રજપૂતાણી, લ્યો આ વાંચો.”
વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતાં વાંચતાં તો રાજબાની આંખો, દીવામાં નવું તેલ પુરાય તેમ ઊજળી બની ગઈ. એનાથી બોલાઈ ગયું : “રંગ છે તારી જનેતાને, ઠાકોર! વાંધો નહીં.”

ચોરે બેસી બેસીને ઠાકોર બે પહોર દી ચડ્યે છાશ પીવા આવ્યા. પોતે પરોવેલા મોતીનો નવરંગી વીંઝણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠી અને બોલી : “હવે આમ ક્યાં સુધી બેસી રહેશો?”

“ત્યારે શું હડિયું કાઢું?” રજપૂત તિરસ્કારથી હસ્યો.

Line 44: Line 44:
“હા, હા, મારે માટે, નાની હતી ત્યારે બહુ પહેર્યાં છે. તરવારો છાનીમાની સમણી છે. હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે. આજ સુધી છોકરાની રમતો રમતી હતી. હવે સાચો વેશ સજીશ. તમારો નાનેરો ભાઈ બનીશ.”

રજપૂત રમૂજભેર જોઈ રહ્યો.
રજપૂત રમૂજભેર જોઈ રહ્યો.
<center>*</center>
અંગે વીરનાં વસ્ત્રો-શસ્ત્રો સજીને બેય ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે. વિધાતા પણ પલ વાર વિમાસણમાં પડી જાય કે આને તે મેં નારી બનાવેલ કે નર? આવી રીતે રાજબાની સૂરત બદલી ગઈ છે. આંખમાંથી લાલ ટશર ફૂટી છે.

રાજધાનીના દરવાજામાં બેય ઘોડાં નાચ કરતાં કરતાં દાખલ થયાં હતાં, તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી.

Line 56: Line 56:
“હા, નામવર, મામા-ફુઈના.”
“હા, નામવર, મામા-ફુઈના.”
બેય રજપૂતોની ચાકરી નોંધાણી.
બેય રજપૂતોની ચાકરી નોંધાણી.
<center>*</center>
શિકારની સવારીમાં, બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહ વચ્ચે એક જ તસુનું અંતર હતું. પચાસ અંગરક્ષકોની તરવારો શરમાતી હતી, ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલું પેસી ગયું?

એ ભાલું રાજબાનું હતું. સાવજ સોંસરવો વીંધાઈ ગયો.

Line 66: Line 66:
વીરત્વ બધું જાણે એની છાતી ભેદી, બખતર ભેદી નિસાસાને રૂપે બહાર આવ્યું. એક નિસાસો! એક જ! નિસાસો કેટલો તોલદાર હશે! ધરતી ઉપર જાણે ધબ દઈને નિસાસો પડ્યો. આભમાં અજવાળું હોત તો એ દેખાત.

કઠોડા ઉપર કોણી ટેકવી અને હથેળીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. બપૈયો જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલ્યો. ‘પિયુ! પિયુ! પિયુ!’ના પડછંદા ગાજી ઊઠ્યા. ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો. સાતેય આકાશનાં અંતર જાણે ભેદાવા લાગ્યાં :

{{Poem2Close}}
<poem>
દેશ વીજાં, પિયુ પરદેશાં, પિયુ બંધવારે વેશ,  

જે દી જાશાં દેશમેં, (તે દી) બાંધવ પિયુ કરેશ.

[મારા દેશમાં આજ વીજળી થાય છે, પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે, મારી પડખે જ છે. પણ મારા ભાઈને વેશે! જે દિવસ રૂપિયા કમાઈને દેશમાં જઈશું ત્યારે જ એને બાંધવ મટાડીને પતિ બનાવીશ. ત્યાં સુધી તો ભાઈ-બહેનનાં સગપણ સમજવાં.]
</poem>
{{Poem2Open}}
'''[મારા દેશમાં આજ વીજળી થાય છે, પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે, મારી પડખે જ છે. પણ મારા ભાઈને વેશે! જે દિવસ રૂપિયા કમાઈને દેશમાં જઈશું ત્યારે જ એને બાંધવ મટાડીને પતિ બનાવીશ. ત્યાં સુધી તો ભાઈ-બહેનનાં સગપણ સમજવાં.]'''
<center>*</center>
સવાર પડ્યું; હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખો ઊઘડતાં જ વાત કરી કે “આ બે રજપૂતોની અંદર કંઈક ભેદ છે.”

“એમ? શું? કટકા કરી નાખું.”
“એમ? શું? કટકા કરી નાખું.”
Line 89: Line 93:
રજપૂત બેલડીને બાદશાહે ગાડાં ભરીને સરપાવ આપ્યો, ગામ તરફ વિદાય કરી.

વાણિયાનું કરજ ચુકાવી, બધી જમીન છોડાવી આ વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઊજવી.

[કિનકેઈડ સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે. ‘રાજવીર-કથા’ નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો, પૈસા ધીરનાર વાણિયો જેસલમેરનો અને આશરો આપનાર ઉદેપુરના રાણા — એ રીતનું નિરૂપણ છે. કોઈ એને મારવાડની, તો કોઈ વળી સોરઠની ઘટના કહે છે. ચોક્કસ થતું નથી.]
'''[કિનકેઈડ સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે. ‘રાજવીર-કથા’ નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો, પૈસા ધીરનાર વાણિયો જેસલમેરનો અને આશરો આપનાર ઉદેપુરના રાણા — એ રીતનું નિરૂપણ છે. કોઈ એને મારવાડની, તો કોઈ વળી સોરઠની ઘટના કહે છે. ચોક્કસ થતું નથી.]'''

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits