સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/સંઘજી કાવેઠિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંઘજી કાવેઠિયો}} {{Poem2Open}} “આવો, આવો, પટેલીઆવ! કયું ગામ?” “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ!” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા : “અમારા આતા રાઘવ પ...")
 
No edit summary
 
Line 40: Line 40:
પોતાના ચાર પુત્રો સામે ફરીને સંઘજી બોલ્યો : “દીકરાઓ, આજ આપણને દેશવટો મળ્યો છે. આ ભર્યા ખોરડામાંથી ફક્ત પહેર્યાં લૂગડાં અને બાંધ્યાં હથિયાર ઉપરાંત વાલની વાળી કે લૂગડાંની લીર સરખીયે સાથે લેવાની નથી. મરદો, બાયડિયું ને છોકરાં — તમામ કોરેકોરાં બહાર નીકળી જાઓ.”

‘દ્વારકેશ! દ્વારકેશ! દ્વારકેશ!’ એવા નિસાસા મૂકતો મૂકતો વૃદ્ધ ઊભો રહ્યો. મેળાજીના દરબારગઢનું વેલડું જોડાયું. વેલડામાં મેળાજીનાં અને સંઘજીનાં ઠકરાણાં ચડી બેઠાં. મરદો ઘોડે ચડ્યા, સમશેરો તાણીને સંઘજીનાં પુત્રોએ વેલડાની ચોગરદમ તથા મેળાના ઘોડાની આસપાસ કૂંડાળું બાંધ્યું. સહુથી વાંસે સંઘજીએ ઘોડો હાંક્યો. સાણંદમાં તે દિવસે સમીસાંજરે સોપો પડી ગયો.

{{Poem2Close}}
<poem>
ગરજે ગોમતી જી કે ગાજે સાગરં,  
ગરજે ગોમતી જી કે ગાજે સાગરં,  
રાજે સામળા જી કે બાજે ઝાલરં.
રાજે સામળા જી કે બાજે ઝાલરં.
</poem>
{{Poem2Open}}
મહાસાગરરૂપી ઈશ્વરી નગારા ઉપર આઠેય પહોર અણથાક્યો ઘાવ દઈ દઈને જળદેવતા ઘેરા નાદ ગજવે છે; સાગરની પુત્રી ગોમતીજી હરદમ ઝાલર બજાવે છે. એવી અખંડ આરતીના અધિકારી શ્રી દ્વારકાધીશના દેવાલયમાં અધરાતનો ગજર ભાંગ્યો તે ટાણે સંઘજી ડોસો ઊભો ઊભો, હાથમાં માળા ફેરવતો ફેરવતો રણછોડરાયજીના ચતુર્ભુજ સ્વરૂપની સમક્ષ ‘દ્વારકેશ! દ્વારકેશ!’ શબ્દની ધૂન લગાવી રહ્યો છે. મણિરત્ને જડેલા મુગટધારી શ્યામ-સ્વરૂપને માથે ઝળહળાટ વરસાવતી ઘીની અખંડ જ્યોતોનાં પ્રતિબિંબ ઝળકી રહ્યાં છે. સંઘજી પ્રાર્થના કરવા મંડ્યો :

‘હે દાદા! તરવાર દે! તારા નામની તરવાર દે. બાપ! મારો સૂરજ આથમશે તે ઘડીએ મારા રુધિરથી પખાળીને એ તરવાર હું તારા હાથમાં સોંપીશ. એના તમામ ડાઘને હું નિખારી નાખીશ. કલંક સોતી એને તારી હજૂરમાં નહિ આણું. દે એક તરવાર દે, તારો હુકમ દે.’

બુઢ્ઢાને એવો ભાસ થયો કે જાણે રણછોડરાયની મૂર્તિ હાથ લંબાવીને એક ખડગ આપે છે. સંઘજી એ લઈ લે છે.

<center>*</center>
ધોળે દહાડે સાણંદનાં ગામડે ગામડાના ઝાંપા બિડાવા લાગ્યા. આગની ઝાળો જેમ એક ખોરડેથી બીજે ખોરડે અને એક નેવેથી બીજે નેવે લાગતી જાય તેમ સંઘજી બહારવટિયાની ગસત ગામડે ગામડાને ધબેડતી સાણંદમાં ત્રાસ વર્તાવી રહી છે. કેડા ઉજ્જડ થઈને ભાંગવા લાગ્યા છે, સાંતીડા જોડનારા ખેડૂતોનાં માથાં વાઢી વાઢી સંઘજી કાકો મોખરે લટકાવવા મંડ્યો. ધરતીમાં વેરાનની દશા વર્તાઈ ગઈ. સંઘજી કાકાને નામે છોકરાં છાનાં રહે છે.

સંધ્યાની રૂંઝ્યું વળી ગઈ છે. ઝાડીમાં બહારવટિયાનો પડાવ થયો છે. શિલા ઉપર બેસીને સંઘજી ડોસાએ ભાલા ઉપર પોતાની કાયા ટેકવી છે. પાસે પડેલી એક લાશમાંથી રુધિર વહે છે, તેનાં ખાબોચિયાં ભરાયાં છે.

એ સંઘજીના નાનેરા ભાઈનું શબ હતું. સાણંદ ભાંગીને પાંચ ગાઉ ઉપરના ખેતરમાં ત્રણ દિવસના ભૂખ્યા બહારવટિયા પછેડીમાં લોટ-પાણી મસળીને છાણાંના ભાઠામાં રોટલા શેકવા બેઠા હતા, ત્યાં સાણંદનું સૈન્ય ઘેરી વળ્યું. તરવારોની તાળીઓ પડી. સંઘજીનો નાનેરો ભાઈ દોટ કાઢીને સેનાની સામે દોડ્યો. સંઘજીના એ જમણા બાહુનું બલિદાન ચડી ગયું.

સંઘજીએ દીકરાઓને કહ્યું : “આજ સુધી તો મેળાજીને કેસરિયે લૂગડે આપણે સાથે ને સાથે ફેરવ્યો છે. પણ આજ જેમ કાકો ઝપટમાં ચડી ગયો એમ મેળોજી જોખમાય તો આપણું મોઢું શું રહેશે? માટે બાપાને હું ઠકરાણા સોતો ઈડરમાં ભળાવી આવું. ત્યાં ફુઆ-ૂઈની છત્રછાયામાં બાપાને મૂક્યા પછી વણઉચાટે આપણે મરી છૂટશું.”

બુઢ્ઢો એકલે પંડે મેળાજીને ઉપાડી ઈડર પહોંચ્યો. રાવના હાથમાં મેળાજીનું કાંડું આપ્યું. પાછો વળીને સાણંદનાં પાદર ઉજ્જડ કરવા લાગ્યો.
બુઢ્ઢો એકલે પંડે મેળાજીને ઉપાડી ઈડર પહોંચ્યો. રાવના હાથમાં મેળાજીનું કાંડું આપ્યું. પાછો વળીને સાણંદનાં પાદર ઉજ્જડ કરવા લાગ્યો.
<center>*</center>
કંઈક વરસો વીતી ગયાં. ઈડરના રાજમહેલમાં રંગભરી ચોપાટો રમાય છે. ફુઓ-ભત્રીજો ગુલતાન કરે છે.

પણ એક વાતનો મોટો અચંબો ફુઆને થઈ રહ્યો છે. ભત્રીજા મેળાજીને રાવ પૂછે છે કે “કાં, બાપ, ઘડીએ ઘડીએ વાંસે તે શી નજર કરી રહ્યા છો! શું હજીયે બીક લાગે છે, કે સાણંદની ફોજ આવીને તમારું માથું વાઢી લેશે?”

Line 61: Line 64:
તે દિવસે ચોપાટમાં સ્વાદ ન રહ્યો.
તે દિવસે ચોપાટમાં સ્વાદ ન રહ્યો.
એકલો પડીને મેળોજી વિચારે છે: ‘ફુઆને આશરે આવ્યો એમાં જ શું સાત પેઢીને ગાળો સાંભળવી પડી? એથી તો બાપના ગામનાં ચોથિયું રોટલો અને સાથે મીઠાની એક કાંકરી શાં ભૂંડાં હતાં? અને હા! સાચેસાચ શું મને માથું એટલું વહાલું થઈ પડ્યું છે! જીવતરનો એટલો બધો મોહ, કે પલકે પલકે ફફડીને જીવતે મૉત અનુભવવા પડે છે? ધિક્કાર હજો!’

સાણંદના દરબારગઢની ડેલીએ સાંઢ્ય ઝોકારીને એક રબારી દોડતે પગે કચેરીમાં ગયો. માથાબંધણામાંથી એક કાગળ કાઢીને કરણસંગના હાથમાં દીધો. કાગળ દેતાં દેતાં બોલ્યો, કે “બાપુ, ઈડરના ડુંગરામાં મધરાતે એક બોકાનીદાર જુવાનડે આવીને આ કાગળ દીધો છે કે બાપુને પોગાડજો. બાપુ, સાદ તો.....” રબારીનું વેણ અરધેથી તૂટી ગયું, કેમ કે ઈડરનું નામ પડતાં જ કુંવર ખસિયાણા પડ્યા.

કુંવર કાગળ વાંચવા મંડ્યા :
કુંવર કાગળ વાંચવા મંડ્યા :
મોટાભાઈ,
{{space}}મોટાભાઈ,
ફુઆએ મને આશ્રિત માનીને આપણી સાત પેઢીના પૂર્વજોને અપમાન દીધાં છે. મારે માથે હવે માથું રહેતું નથી, ડગમગે છે. ફુઆને માથે મારો ઘા ન હોય. આશ્રિતોનો ધર્મ લોપાય : અને મારો દેહ પણ હું મારે હાથે ઠાલો ઠાલો પાડી નાખું તેથીયે શું કમાવાનો હતો? દુનિયા દાંત કાઢશે. પણ જીવતર હવે ઝેર સમાન બન્યું છે. જીવતાં જે ન કરી શક્યો તે મરવાથી કરી શકું એવો ઉછરંગ આવે છે. માટે, ભાઈ, તું આવજે : હુતાશણીની મધરાતે : દેવીના ડુંગરાની માથે ફુઆની જોડે હું હોળીના દર્શને જઈશ. એકલો પાછળ રહીશ. તું આવીને મારું માથું કાપી જાજે. ઈડરના દાંતોમાં દઈને માથું વાઢી જાજે. દુનિયામાં સાણંદનો ડંકો વગાડી જાજે. ન આવે એને માથે ચાર હત્યા!
{{space}}{{space}}ફુઆએ મને આશ્રિત માનીને આપણી સાત પેઢીના પૂર્વજોને અપમાન દીધાં છે. મારે માથે હવે માથું રહેતું નથી, ડગમગે છે. ફુઆને માથે મારો ઘા ન હોય. આશ્રિતોનો ધર્મ લોપાય : અને મારો દેહ પણ હું મારે હાથે ઠાલો ઠાલો પાડી નાખું તેથીયે શું કમાવાનો હતો? દુનિયા દાંત કાઢશે. પણ જીવતર હવે ઝેર સમાન બન્યું છે. જીવતાં જે ન કરી શક્યો તે મરવાથી કરી શકું એવો ઉછરંગ આવે છે. માટે, ભાઈ, તું આવજે : હુતાશણીની મધરાતે : દેવીના ડુંગરાની માથે ફુઆની જોડે હું હોળીના દર્શને જઈશ. એકલો પાછળ રહીશ. તું આવીને મારું માથું કાપી જાજે. ઈડરના દાંતોમાં દઈને માથું વાઢી જાજે. દુનિયામાં સાણંદનો ડંકો વગાડી જાજે. ન આવે એને માથે ચાર હત્યા!
લિ. મેળો
{{Right|લિ. મેળો}}<br>
કચેરીમાં બેઠેલા આખા દાયરાએ કાગળ સાંભળ્યો. પડખિયાઓએ તરત જ ચેતવણી આપી કે “તરકટ. બાપુ! તમને મારીને રાજપાટનો ધણી થઈ બેસવાનું તરકટ!”

“હા, બા, હા; તરકટ નહિ તો બીજું શું? બાપુની આંખમાં ધૂળ નાખવાની કેવી પાકી કરામત!” બીજાઓએ ઝીલી લીધું.

Line 82: Line 85:
કરણસંગની તરવાર પડી, મેળાનું માથું લીધું. માથા ઉપર રેશમ જેવો લાંબો ચોટલો હતો તે ઝાલીને કરણસંગ ઈડરની બજાર સોંસરવો થઈને ચાલ્યો. ચાલતો ચાલતો પોકારતો ગયો કે “ઈડરના ધણીને કહેજો કે હું કરણસંગ ભાતખાઉ સાણંદિયો; મેળાજીનું માથું વાઢીને જાઉં છું.”

ઈડર ખળભળી ઊઠ્યું, મેળાજીનું ધડ લોહીમાં તરબોળ દીઠું. હાહાકાર મચી ગયો. અજવાળી રાતમાં ઈડરિયા ઘોડા છૂટ્યા. ભાલાળા પટાવતોએ પહાડોની ખીણોના પથ્થર ઢૂંઢ્યા, પણ સાણંદિયો હાથ લાગ્યો નહિ.

વૈશાખ મહિનાના ઊના વાયરા વાય છે. આસમાનમાંથી સૂરજનાં સળગતાં ભાલાં વરસે છે. એવે વખતે વગડાનાં ઝાંઝવાંને નદી-સરોવર સમજીને પોતાનો ડુંગર જેવડો ઘોડો દોડાવતો એક અસવાર આવી પહોંચ્યો. ચહેરાની ચામડી શેકાઈને કાળી પડી છે, આંખે અંધારાં ઊતર્યાં છે. અંગ ઉપર માટીના થર ચડ્યા છે. પોતે બહુ હાંફે છે અને ઘોડાનાં મોંમાંથી ફીણ વહ્યાં જાય છે. પચીસ વરસની જુવાન પનિહારી કૂવે બેડું સીંચતી હતી, તેનો ફડકે શ્વાસ ગયો. બેબાકળી એ હેલ્ય ચડાવવા મંડી. ત્યાં તો નજીક આવીને ઘોડેસવારે પોતાના હાથની હથેળી હોઠે માંડીને ઈશારો કર્યો કે ‘પાણી પા’. એને ગળે કાંચકી પડી ગઈ હતી. બોલાતું નહોતું.

ઘોડા પરથી અસવાર ભોંય પર પડ્યો. બુઢ્ઢી કાયા દેખીને કણબણને દયા આવી. પાણી પાયું. માથે પાણી છાંટ્યું. ચાર બેડાં પાણી તો એનો ઘોડો ચસકાવી ગયો.

Line 100: Line 103:
કણબણે હાકલા કર્યા : “એ બાપુ ઊભા રો’ — ઊભા રો’; પૂરી વાત સાંભળતા જાઓ!”

પણ બાપુએ તો અર્ધું જ વેણ સાંભળ્યું. પાછું વાળીનેયે ન જોયું. ઘોડો ગયો જંગલને ગજાવતો.
પણ બાપુએ તો અર્ધું જ વેણ સાંભળ્યું. પાછું વાળીનેયે ન જોયું. ઘોડો ગયો જંગલને ગજાવતો.
<center>*</center>
સૂતેલો પુરુષ બબડે છે : ‘મેળા, ભાઈ મેળા, હાલ્ય સાણંદ. ગાદીએ બેસારું.’

“અરે! અરે! ઠાકોર! ઊંઘો. ઊંઘો. નિરાંતે ઊંઘો.” પડખામાં જાગતી રજપૂતાણી પતિને ગોદમાં લઈને હિંમત આપે છે.

Line 123: Line 126:
હાથમાં હાથિયાનું માથું હતું. માથાની સામે જોઈને સંઘજી બોલ્યો : “હાથિયા! બાપ હાથિયા! આ મેં શું કર્યું?”

હાથિયાના ભીના ગાલ ઉપર ડોસાએ બચ્ચીઓ ભરી. એના હોઠ લોહિયાળા થયા. અંધારી રાતે ડોસો ભયાનક દેખાણો.
હાથિયાના ભીના ગાલ ઉપર ડોસાએ બચ્ચીઓ ભરી. એના હોઠ લોહિયાળા થયા. અંધારી રાતે ડોસો ભયાનક દેખાણો.
<center>*</center>
સાણંદની સીમમાં ભાલાળા ઘોડેસવારો નીકળે છે. કાનમાં કોકરવાં અને ફૂલિયાં પહેરીને કણબીઓ બેધડક સાંતીડાં હાંકે છે. અસવારો દોડીને ઉઘાડી તરવાર ધબેડવા જાય છે, પણ ત્યાં તો કણબી એની જમણી ભુજા બતાવીને કહે છે : “એ બાપુ, મને નહિ. આમ જુઓ!”

જોતાની વાર જ અસવારો તરવાર મ્યાન કરે છે. અસવારો કણબીના બાવડા ઉપર રાતુંચોળ થીગડું ભાળે છે. કાકાની દુવાઈ છે કે ‘રાતાં થીગડાંવાળાને આંગળીય ચીંધશો મા.’

ગામેગામના ખેડૂતોને આ વાતની જાણ થઈ છે. સહુએ પોતાની જમણી બાંયે રાતાં થીગડાં લગાવ્યાં છે! થીગડાં! થીગડાં! થીગડાં! સીમમાં જ્યાં જુઓ ત્યાં મર્દોનાં કેડિયાની બાંયે રાતાં થીગડાં!

ગોમતીજી ઝાલર વગાડે છે, સાગરદેવની નોબતો ગડગડે છે. વાયરા જાણે શંખ ફૂંકે છે. માનવીઓ જ્યારે પોતાની સ્વાર્થની આરતી ઉતારીને સૂઈ ગયા છે ત્યારે દેવતાઓ આવીને દ્વારકાધીશને લાડ લડાવી રહ્યા છે.

એવે અધરાતને ટાણે વીસ વરસની અવધિ વીત્યે ફરી પાછો ‘દ્વારકેશ! દ્વારકેશ!’ — એવો ઘેરો નાદ દ્વારકાપુરીના દેવળમાં ગુંજી ઊઠ્યો. એક સો ને દસ વરસની અવસ્થાએ પહોંચેલો સંઘજી બે હાથ જોડીને રણછોડરાયજીની મૂંગી પ્રતિમા સામે હાજર થયો છે. જાણે એને ઉપરથી ચિઠ્ઠી ઊતરી છે. કોઈ જનેતા પોતાના દયામણા સંતાનની સામે મોં મલકાવતી રાવ સાંભળતી હોય તેમ એ શ્યામ પ્રતિમા લોહીભીના સંઘજીના કલ્પાંત સાંભળતી સાંભળતી જાણે હસવા લાગી.

Line 133: Line 136:
‘હે દાદા! મારાં વ્રત પૂરાં કરીને હવે લીધેલ તરવાર પાછી આપવા આવ્યો છું. હત્યા કરતાં પાછું વાળીને જોયું નથી. રખેને ભાળી જાઈશ તો આંખોમાં અનુકંપા આવી જશે કે હાથ થડકી જશે, એટલે આંખો મીંચી મીંચીને માથાં વાઢ્યાં છે. કરણને મારીને મેં જાણે મારા પેટની દીકરીને રંડાપો દીધો છે, દાદા! મને નહોતી ખબર કે મેળાનો વધ કરણને કેમ કરવો પડ્યો! આજ તારી ફૂંકે મારો દીવડો ઓલવવા આવ્યો છું. કુટુંબકબીલો, વા’લાંવા’લેશરી — સહુને વળાવીને આવ્યો છું. મારી છાતી ઉપર ડુંગરા ખડકાણા છે. લે — ઉપાડી લે. દાદા, ઉપાડી લે! ઉપાડી લે!’

સંઘજી સૂતો, સૂતો તે સૂતો. કોઈ કાળાંતરના ઉજાગરા વેઠ્યા હોય એવું ઘારણ વળી ગયું!

[કરણસંગજીના રાણીએ સાણંદ આવીને મેળાજીના કુંવરને એર્ધોઅર્ધ ભાગનો ગરાસ કાઢી દીધો, ત્યાર પછી જ સંઘજી દ્વારકામાં આવીને મર્યો છે. ત્યાં એની ખાંભી પણ હોવાનું કહેવાય છે.]
'''[કરણસંગજીના રાણીએ સાણંદ આવીને મેળાજીના કુંવરને એર્ધોઅર્ધ ભાગનો ગરાસ કાઢી દીધો, ત્યાર પછી જ સંઘજી દ્વારકામાં આવીને મર્યો છે. ત્યાં એની ખાંભી પણ હોવાનું કહેવાય છે.]'''
 
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits