કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૦. ‘આપણું’ ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૩૦. ‘આપણું’ ગીત}}<br> <poem> {{Space}}{{Space}} આપણે તો ભૈ રમતારામ! {{Space}} વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ... વાદળ કેવું વરહે, કેવું ભીંજવે! એવું ઊગતા દિ’નું વ્હાલ! આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —...") |
No edit summary |
||
Line 21: | Line 21: | ||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૨૩) | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૨૩)}} |
Revision as of 02:46, 10 November 2022
૩૦. ‘આપણું’ ગીત
આપણે તો ભૈ રમતારામ!
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ...
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે!
એવું ઊગતા દિ’નું વ્હાલ!
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ!
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, રાજી થાય
ને પૂછે — કઈ પા રેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ.
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં,
પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે ને
પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ!
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૧૨૩)