કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૦. આભને ચરિયાણે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. આભને ચરિયાણે|}} <poem> દિવસનું ગોધણ હવે ગોરું ગયું ધૂલ-ધૂસર, દૂર આથમણી ગમાણ ભણી અને સૂર્યભાભાનું અલોપ થતું જતું મેલખાયું છેલ્લવેલું ફરફરે; કિરણનાં બે-ચાર બાકી તણખલાં ઊડી રહ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
૬-૨-’૫૫ | ૬-૨-’૫૫ | ||
{{Right|(ગોરજ, પૃ. ૨૫)}} | {{Right|(ગોરજ, પૃ. ૨૫)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯. દુનિયામાં દૂજો નહીં | |||
|next = ૧૧. અમારી જિન્દગી | |||
}} |
Latest revision as of 11:07, 10 November 2022
૧૦. આભને ચરિયાણે
દિવસનું ગોધણ હવે ગોરું ગયું
ધૂલ-ધૂસર, દૂર આથમણી ગમાણ ભણી અને
સૂર્યભાભાનું અલોપ થતું જતું
મેલખાયું છેલ્લવેલું ફરફરે;
કિરણનાં બે-ચાર બાકી તણખલાં ઊડી રહ્યાં,
આભનું ચરિયાણ શું સૂમસામ આ!
હે-ય ત્યાં તો હેતભીની હલકથી,
બીજબંકિમ અધર પર આછોતરી
વાંસળી વાગી અને—
ડોલતી વીડી મહીં તારા તણી
ચન્દ્ર આવ્યો ચારવા,
—સ્હેલતા પીઠે રૂડા આહીરના છોરા સમો—
કૂંઢી ને અલમસ્ત, મંથર મલપતી, નવચંદરી
ભેંસ ભગરી રાતની.
૬-૨-’૫૫ (ગોરજ, પૃ. ૨૫)