કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૪. આ અંધકાર શો મહેકે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. આ અંધકાર શો મહેકે છે|}} <poem> આ અંધકાર શો મહેકે છે! {{Space}} આ મત્ત મોર ઘનશોર કરી {{Space}}{{Space}} શો આજ અષાઢી ગહેકે છે! {{Space}}{{Space}} આ અંધકાર શો મહેકે છે! {{Space}} આ કામણ કાજળનાં વરસે, {{Space}} ના નયન શકે નીરખ...")
 
No edit summary
 
Line 30: Line 30:
૧-૭-’૫૧
૧-૭-’૫૧
{{Right|(ગોરજ, પૃ. ૧૧૯-૧૨૦)}}
{{Right|(ગોરજ, પૃ. ૧૧૯-૧૨૦)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૩. ધૂળિયે મારગ
|next = ૧૫. નિકટ હરિનો દેશ
}}

Latest revision as of 11:10, 10 November 2022

૧૪. આ અંધકાર શો મહેકે છે


આ અંધકાર શો મહેકે છે!
          આ મત્ત મોર ઘનશોર કરી
                   શો આજ અષાઢી ગહેકે છે!
                   આ અંધકાર શો મહેકે છે!
          આ કામણ કાજળનાં વરસે,
          ના નયન શકે નીરખી હરષે,
          ના અંગ શકે પુલકી સ્પરશે;
પણ આતમની રજનીગંધા
                   ઉત્ફુલ્લ અલક્ષ્યે બહેકે છે!
                   આ અંધકાર શો મહેકે છે!
          આ ભીની હેત ભરી હલકે,
          શી મીઠી મંદ હવા મલકે!
          છાની છોળે અંતર છલકે;
આ ગહન તિમિરની લહેરો પર
                   કોઈનાં લોચન લહેકે છે!
                   આ અંધકાર શો મહેકે છે!
          આ શ્યામ સઘન ઉલ્લાસ ધરી
          કો’ જાતું જાદુઈ હાસ કરી;
          શી રાત બિછાત સુવાસ ભરી!
હું અંધ ભલે ને દેખું ના —
                   એ મીત મને તો દેખે છે!
                   આ અંધકાર શો મહેકે છે!

૧-૭-’૫૧ (ગોરજ, પૃ. ૧૧૯-૧૨૦)