કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૭. આવો!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. આવો!|}} <poem> અમે રે સૂકું રૂનું પૂમડું, {{Space}} તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, {{Space}} વીંધો અમને વ્હાલા, આરંપાર : {{Space}} આવો, રે આવો હો જીવણ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
૧૪-૧૨-’૫૫ | ૧૪-૧૨-’૫૫ | ||
{{Right|(ગોરજ, પૃ. ૧૪૮)}} | {{Right|(ગોરજ, પૃ. ૧૪૮)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૬. ચલો આપણે દેશ | |||
|next = ૧૮. પંખી આંધળું | |||
}} |
Latest revision as of 11:11, 10 November 2022
૧૭. આવો!
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
૧૪-૧૨-’૫૫ (ગોરજ, પૃ. ૧૪૮)