કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૧. ફોરમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
૧૫-૧૨-’૫૮
૧૫-૧૨-’૫૮
{{Right|(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૬૫)}}
{{Right|(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૬૫)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૦. ગોરજ ટાણે
|next = ૨૨. સૂરજમુખી
}}

Latest revision as of 11:32, 10 November 2022

૨૧. ફોરમ


ફૂલ તો એની
                        ફોરમ ઢાળી રાજી.
       વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
       ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
                         મૂગું મરતું લાજી : ફૂલo
        એક ખૂણે આ આયખું નાનું,
       કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
                          કોઈનું નહીં કાજી : ફૂલo
        એનું નિજના રંગમાં રાતું.
        ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
                          મહેક દે તાજી તાજી!
         ફૂલ તો એની
                          ફોરમ ઢાળી રાજી.

૧૫-૧૨-’૫૮ (સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૬૫)