કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૯. ગમતાંનો કરીએ ગુલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. ગમતાંનો કરીએ ગુલાલ|}} <poem> ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ ::::::                        ને ગમતાંનો કરીએ ગુલાલ. :::        આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, :::        પંડમાં સમા...")
 
No edit summary
Line 13: Line 13:
:::        ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
:::        ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
:::        સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
:::        સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
:::       આવે તે આપ કરી પળમાં પસંદગી,
:::       આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
::::::                         ને વેર્યે ફોરમનો ફાલ. —
::::::                         ને વેર્યે ફોરમનો ફાલ. —

Revision as of 13:27, 10 November 2022

૨૯. ગમતાંનો કરીએ ગુલાલ


ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
                        ને ગમતાંનો કરીએ ગુલાલ.
        આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
        પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
        સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
                         વરસે ગગનભરી વ્હાલ. —
        ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
        સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
       આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
                         ને વેર્યે ફોરમનો ફાલ. —
        આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
       ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
        આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
                         રણકી ઊઠે કરતાલ! —
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
                         ને ગમતાંનો કરીએ ગુલાલ.

૧૫-૪-’૬૩ (સંજ્ઞા, પૃ. ૩૩)