કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૯. ગમતાંનો કરીએ ગુલાલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ | ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ | ||
:::::: ને ગમતાંનો કરીએ ગુલાલ. | :::::: ને ગમતાંનો કરીએ ગુલાલ. | ||
::: આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, | ::: આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, | ||
::: પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, | ::: પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, | ||
Line 11: | Line 12: | ||
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો | ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો | ||
:::::: વરસે ગગનભરી વ્હાલ. — | :::::: વરસે ગગનભરી વ્હાલ. — | ||
::: ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી? | ::: ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી? | ||
::: સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? | ::: સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? | ||
Line 16: | Line 18: | ||
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી | મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી | ||
:::::: ને વેર્યે ફોરમનો ફાલ. — | :::::: ને વેર્યે ફોરમનો ફાલ. — | ||
::: આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને, | ::: આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને, | ||
::: ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને, | ::: ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને, |
Revision as of 06:37, 11 November 2022
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ. —
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ. —
આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ! —
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
૧૫-૪-’૬૩ (સંજ્ઞા, પૃ. ૩૩)