કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૬. હળવા ટકોરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. હળવા ટકોરા|}} <poem> દીવો રે ઓલાયો અધમધ રાતનો, ::: થંભી ગઈ ઝૂલણ ખાટ, બારણે ટકોરા પડ્યા તે સમે, ::: કોઈ જાણે જુએ મારી વાટ!— ::: હળવા ટકોરા કોના હેતના? આગળિયા ખોલું ને અટકી રહું, ::: કોણ હશ...")
 
No edit summary
Line 9: Line 9:
::: કોઈ જાણે જુએ મારી વાટ!—
::: કોઈ જાણે જુએ મારી વાટ!—
::: હળવા ટકોરા કોના હેતના?
::: હળવા ટકોરા કોના હેતના?
આગળિયા ખોલું ને અટકી રહું,
આગળિયા ખોલું ને અટકી રહું,
::: કોણ હશે? કેવી હશે વાણ?
::: કોણ હશે? કેવી હશે વાણ?
Line 14: Line 15:
::: આમ કાંઈ અચિંતાં પરિયાણ!—
::: આમ કાંઈ અચિંતાં પરિયાણ!—
::: હળવા ટકોરા કોના હેતના?
::: હળવા ટકોરા કોના હેતના?
અતિથિ, ઊભા રો’ અગમ દેશના,
અતિથિ, ઊભા રો’ અગમ દેશના,
::: ઘડી પલ થોભો, છેલ્લી વાર
::: ઘડી પલ થોભો, છેલ્લી વાર
Line 19: Line 21:
::: બા’ર મેલી ઉઘાડાં ફટાર—
::: બા’ર મેલી ઉઘાડાં ફટાર—
::: હળવા ટકોરા કોના હેતના?
::: હળવા ટકોરા કોના હેતના?
મુખ રે જોયું એક મલકતું,
મુખ રે જોયું એક મલકતું,
::: જોઈ એક ઝળહળ મશાલ,
::: જોઈ એક ઝળહળ મશાલ,

Revision as of 10:05, 11 November 2022

૩૬. હળવા ટકોરા


દીવો રે ઓલાયો અધમધ રાતનો,
થંભી ગઈ ઝૂલણ ખાટ,
બારણે ટકોરા પડ્યા તે સમે,
કોઈ જાણે જુએ મારી વાટ!—
હળવા ટકોરા કોના હેતના?

આગળિયા ખોલું ને અટકી રહું,
કોણ હશે? કેવી હશે વાણ?
અજાણ્યા શું કરવાનાં આખરે
આમ કાંઈ અચિંતાં પરિયાણ!—
હળવા ટકોરા કોના હેતના?

અતિથિ, ઊભા રો’ અગમ દેશના,
ઘડી પલ થોભો, છેલ્લી વાર
ઘરને ન્યાળું ને નીસરી પડું
બા’ર મેલી ઉઘાડાં ફટાર—
હળવા ટકોરા કોના હેતના?

મુખ રે જોયું એક મલકતું,
જોઈ એક ઝળહળ મશાલ,
બીજું તે જોવાની કોને ઝંખના?
મનનો ઊડે મત્ત ગુલાલ!—
હૈયે રે હિલોળા એના હેતના.

૩૧-૮-’૬૫ (સંગતિ, પૃ. ૨૯)