કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૦. હૈયાની વાત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
૨૪-૮-’૬૩ | ૨૪-૮-’૬૩ | ||
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૭-૩૮)}} | {{Right|(સંજ્ઞા, પૃ. ૩૭-૩૮)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. ગમતાંનો કરીએ ગુલાલ | |||
|next = ૩૧. ચણીબોર | |||
}} |
Latest revision as of 11:50, 11 November 2022
૩૦. હૈયાની વાત
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
ઉછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું?
પીડ પોતાની, પારકા લ્હેકા!
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ. —
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા:
જીવતી ને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ. —
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર:
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ. —
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
ઉછી-ઉધારાં ન કરીએ.
૨૪-૮-’૬૩ (સંજ્ઞા, પૃ. ૩૭-૩૮)