કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૮. શબદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
{{Right|(અમલપિયાલી, પૃ. ૧૧૫)}} | {{Right|(અમલપિયાલી, પૃ. ૧૧૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૭. ટહુકાનું તોરણ | |||
|next = ૪૯. ઘટમાં | |||
}} |
Latest revision as of 12:04, 11 November 2022
૪૮. શબદ
કોઈ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
મહામૌનનાં શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે —
કોઈ શબદ આવે આ રમતો.
એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધઃ
શબદ ઊગે, હું શમતો રે —
કોઈ શબદ આવે આ રમતો.
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાતઃ
ભાંગ્યા ભેદભરમ તો રે,
કોઈ શબદ આવે આ રમતો.
પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ.
માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ!
શો સરસ સરસ રસ ઝમતો રે,
કોઈ શબદ આવે આ રમતો.
(અમલપિયાલી, પૃ. ૧૧૫)