કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૯. મઝધારે મુલાકાત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Kamalthobhani (talk | contribs)
No edit summary
Kamalthobhani (talk | contribs)
No edit summary
 
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = .
|previous = . થાક લાગે
|next = .  
|next = ૧૦. તેડું
}}
}}

Latest revision as of 02:26, 13 November 2022

૯. મઝધારે મુલાકાત

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
                  એનું ઢૂંકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
                  હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વૅણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું ક્‌હેણ નાખું વાલ્યમા,
         ફૅણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
                  એને મોરલીને સૂર કરું મ્હાત;
         રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
                  એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
         મારા કિનાર રહો દૂર ને સુદૂર,
                           રહો મઝધારે મારી મુલાકાત,
         રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
                           એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.

૧૯૫૬

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬)