કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૪. મારા નૅણમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 13: Line 13:
મારે હોઠે નનૈયો લોકલાજનો રે,
મારે હોઠે નનૈયો લોકલાજનો રે,
{{Space}}{{Space}}મારું હૈયું ઓ સાંવરા, અધીર;
{{Space}}{{Space}}મારું હૈયું ઓ સાંવરા, અધીર;
{{Space}}{{Space}}{{Space}}હું તો શું રે છુપાવું ને શું કહું રે.
{{Space}}{{Space}}{{Space}}હું તો શું રે છુપાવું ને શું કહું રે.<br>
૧૯૬૦
૧૯૬૦
</poem>
</poem>

Latest revision as of 02:45, 13 November 2022

૨૪. મારા નૅણમાં

મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે,
                  મારી મટુકીમાં જમુનાનાં નીર;
                           હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે.
મારાં પગલાં મંડાય ગામની દિશે રે,
                  હૈયું તલખે વૃંદાવનની કુંજ;
                           હું તો કઈ દશ છાંડું ને કયહીં સંચરું રે.
ઘરે મોડી પડું તો માડી કોપશે રે,
                  વને વીંધે છે વાંસળીનો સૂર;
                           હું તો કોને ભૂલું ને કોને સાંભળું રે.
મારે હોઠે નનૈયો લોકલાજનો રે,
                  મારું હૈયું ઓ સાંવરા, અધીર;
                           હું તો શું રે છુપાવું ને શું કહું રે.

૧૯૬૦

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)