કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩. પરોઢ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 33: Line 33:
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૮)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૮)}}<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૨. કાલ સવારે
|previous = ૨. કાલ સવારે
|next = ૪. અને ધારો કે —
|next = ૪. અને ધારો કે —
}}
}}

Revision as of 04:51, 13 November 2022

૩. પરોઢ

વલોણે અંધારાંના
વલોવાઈ મધરાત
ઉતારે પરોઢિયાનો પિંડ.
સીમાડો પ્રભાતિયાં લલકારે.
ઘંટી ઊંઘ દળે.
બે પગ વચ્ચે દાબ્યા બોઘરણે
મરક મરક દાડમડી કેરાં ફૂલ.
દૂધની પ્રથમ શેડના રણકે
જાગે સવારના પારણિયે
પોઢ્યો સૂરજ.

ઈંઢોણીના મોર
સૂંઘતાં વેણી કેરાં ફૂલ.
થનગને પાની સાથે પંથ;
ભમરિયો પાવઠડે ડોકાઈ
જોઈ રે’ વહી આવતું રૂપ.
અટકે મારગડે સિંચણિયું,
પાણી આકુળવ્યાકુળ!
આંખ બની અસવાર નજરનો
કેસરિયાને દેશ જતી
કેડી ઉપર રેવાલ;
ડાબલે
હૈયાના ધબકાર સાંભળી
શરમ શરમમાં
અમિયલ તડકો
કુંવારા વાદળ ઓથે
સંતાય!


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૩૮)