કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૮. દમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૮. દમ}} <poem> રહ્યાસહ્યા યૌવનને ચણતા પંખીની પાંખોમાં ધીમી હાંફ. શ્વાસના રસ્તા રોકી હુક્કાના અંગારા પરની રાખ તાગતી પાંસળિયું–પાતાળ. ઓટલે કરચલીએ વીંટેલ ગાંસડી મૂકી ઝૂકી ભીંત અઢેલી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૮. દમ}}
{{Heading|૮. દમ}}
<poem>
<poem>
Line 20: Line 21:
ભીંત ઉપર પડઘાય,
ભીંત ઉપર પડઘાય,
નેજવે હોલું મૂંગું થાય!
નેજવે હોલું મૂંગું થાય!
 
<br>
૧૯૬૯
૧૯૬૯
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૪૮)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૪૮)}}<br>
<br>
{{HeaderNav2
|previous = ૭. બેડાં મૂકીને
|next = ૯. ફરી પાછું
}}

Latest revision as of 04:57, 13 November 2022

૮. દમ

રહ્યાસહ્યા યૌવનને ચણતા
પંખીની પાંખોમાં
ધીમી હાંફ.

શ્વાસના રસ્તા રોકી
હુક્કાના અંગારા પરની રાખ
તાગતી પાંસળિયું–પાતાળ.

ઓટલે
કરચલીએ વીંટેલ ગાંસડી મૂકી
ઝૂકી ભીંત અઢેલી
બેઠેલા આકાર તણી
મીંચેલ આંખ પછવાડે
જાગે યાદ —
વીતેલું હંફાવે વેરાન.

મોતનાં દમિયલ પગલાં
ભીંત ઉપર પડઘાય,
નેજવે હોલું મૂંગું થાય!


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૪૮)