કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૨. પાદરમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧૨. પાદરમાં}} <poem> એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી, {{Space}} હવે નીંગળતા સિંદૂરના રેલા! {{Space}}{{Space}} અમે પાદરમાં ઝાટકે ખરેલા!... {{Space}} વાયરાને રોકટોક હોય નહીં કોઈ, {{Space}}{{Space}} હોય મોજાંને કાંઠાની ભી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૨. પાદરમાં}}
{{Heading|૧૨. પાદરમાં}}
<poem>
<poem>
Line 20: Line 21:
{{Space}} {{Space}} ઢોળાતા ઘૂંટ – જે ભરેલા!
{{Space}} {{Space}} ઢોળાતા ઘૂંટ – જે ભરેલા!
{{Space}}{{Space}} અમે પાદરમાં ઝાટકે ખરેલા!...
{{Space}}{{Space}} અમે પાદરમાં ઝાટકે ખરેલા!...
 
<br>
૧૯૭૦
૧૯૭૦
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૬૩)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૬૩)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૧. કહે ને
|next = ૧૩. આકાશ
}}

Latest revision as of 05:01, 13 November 2022

૧૨. પાદરમાં

એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી,
          હવે નીંગળતા સિંદૂરના રેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

          વાયરાને રોકટોક હોય નહીં કોઈ,
                   હોય મોજાંને કાંઠાની ભીંત,
          ઊડ્યા ભેળું જ મળે આભ એક પંખીને
                   પથ્થરથી આઘી એ પ્રીત;
પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ
          એક વડલાની ભીંતને વરેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

          પરબારા જાય પંચકલ્યાણી સૂરજના
                   ખેરવતા કિરણોની ધૂળ,
          અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં
                   ખોડેલાં નીંભર છે મૂળ;
ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે
                    ઢોળાતા ઘૂંટ – જે ભરેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૬૩)