કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૩. સિકંદર લાગું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. સિકંદર લાગું| }} <poem> આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું, દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું. કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો? ચાહું છું, મોતી લૂંટાવીને સમંદર લાગું. ફૂલ હોવાની ખ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૮)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. ખુદા મળે | |||
|next = ૪૪. સવાયો છું | |||
}} |
Latest revision as of 10:47, 14 November 2022
૪૩. સિકંદર લાગું
આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું,
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું.
કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો?
ચાહું છું, મોતી લૂંટાવીને સમંદર લાગું.
ફૂલ હોવાની ખુમારી છે મજાની મિત્રો!
દિન ખુદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખુલ્લા હાથોને ધખારો કે સિકંદર લાગું.
ઓથ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઈશ્વર લાગું.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૮)