યાત્રા/એક જ્યોત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} | {{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} | ||
<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Revision as of 04:52, 23 November 2022
એક જ્યોત
મેં એક જ્યોત ઝંખી,
મુજને રામ રામ ગઈ ડંખી.
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
એ અજબ અગન રસબંકી. મેં એકo
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ મધુર મુરત અકલંકી. મેં એકo
કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭